પુસ્તકાલય
આવી જાય છે આંસુ, જોઇને એની દશા
ગ્રંથાલયની હવે તો, શિક્ષિતો કરે ઉપેક્ષા
કેવી સ્થિતિમાં લખી હશે કોઈએ આ કિતાબો
અરમાનોને લસોટીને પછી, જોયા હશે ખ્વાબો
મુફલીસીને માની અમીરી પકડે કલમનો ખોળો
નર્મદ કેરી નાતવાળા છે આ, પૈસાથી ના તોળો
ધૂમકેતુને પન્નાલાલથી રળિયાત છે આ કબાટો
વાંચ્યા છે મડિયાને કે પછી, ખાધી ખાલી થપાટો
પુસ્તક તો છે દરિયો મોટો, સંઘરે ખાર જગતનો
રામ ભલે ના હો તમે પણ,પામશો પ્રેમ ભરતનો
કર્દમ ર મોદી
પાટણ
ગ્રંથાલયની હવે તો, શિક્ષિતો કરે ઉપેક્ષા
કેવી સ્થિતિમાં લખી હશે કોઈએ આ કિતાબો
અરમાનોને લસોટીને પછી, જોયા હશે ખ્વાબો
મુફલીસીને માની અમીરી પકડે કલમનો ખોળો
નર્મદ કેરી નાતવાળા છે આ, પૈસાથી ના તોળો
ધૂમકેતુને પન્નાલાલથી રળિયાત છે આ કબાટો
વાંચ્યા છે મડિયાને કે પછી, ખાધી ખાલી થપાટો
પુસ્તક તો છે દરિયો મોટો, સંઘરે ખાર જગતનો
રામ ભલે ના હો તમે પણ,પામશો પ્રેમ ભરતનો
કર્દમ ર મોદી
પાટણ
Comments
Post a Comment