ભવનાથ મહાદેવ યાત્રા
*ભવનાથ મહાદેવ યાત્રા* અમદાવાદ થી શનિવારે સવારે છ વાગ્યે લક્ઝરીમાં બેસીને અમે નીકળ્યા અને લગભગ 9:30 વાગે રાજેન્દ્રનગર ખાતે એક મહાદેવના મંદિરમાં પહોંચ્યા ત્યાં અમારો ચા નાસ્તો હતો.ચા નાસ્તો કર્યા બાદ અમે ત્યાંના જંગલમાં લગભગ ત્રણ કિલોમીટરનો ટ્રેક કરવા ગયા.ત્યાં જંગલમાં એક બાલસાગર નામનું સ્થળ છે. લોકવાયકા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ત્યાં એક માતા અને બાળક પાણીના અભાવે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ ત્યાં એક ઝરણાનું નિર્માણ થયું હતું અને એ ઝરણાની બાધા આજના દિવસે પણ લોકો રાખે છે. ત્યાં બાધામાં સ્ત્રીઓ પોતાના બ્લાઉઝ ચડાવે છે.રસ્તામાં એક સુંદર સરોવર આવતું હતું.સરોવરમાં અનેક પ્રજાતિના પક્ષીઓ જોવાની ખૂબ જ મજા આવી. સાથે પક્ષી શાસ્ત્રીઓ પણ હતા એમણે તમામ પક્ષીઓની ઓળખ આપી,ખાસિયતો સમજાવી.કાંટા વચ્ચેના સાંકડા રસ્તામાંથી ચાલતા ચાલતા અમે બાલસાગરના મંદિરમાં પહોંચ્યા. મંદિર ભવ્ય નથી.ત્યાં પથ્થરનો બનાવેલો એક કૂવો તેમજ ગૌમુખ હતું. જેમાંથી સ્વચ્છ પાણી વહી રહ્યું હતું.ચારે બાજુ વાળું વડ હતા.પુષ્કળ વાંદરાઓ તેમજ વિવિધ જાતિના પક્ષીઓ હતા.નિરવ શાંતિ હતી.જ્યાં અમે 15 મિનિટ માટે મેડીટેશનમાં બેઠા.જંગલમાં શાંત વાતાવરણમા...