અલ્યા ભણ નહીતો રહી જઇશ
અલ્યા ભણ નહીતો રહી જઇશ
દુનિયા જીવશે પણ તું મરી જઈશ
વસંત આવે કે વરસાદ આવે,બારી બહાર નહીં જોવાનું
કોયલ બોલે કે પતંગિયા ઉડે, તારે એ નહીં જોવાનું
વગર પાણીએ ડૂબી જઇશ
ભણ નહિતો રહી જઈશ
લગ્ન હોય કે ભજન હોય,તારે તો લેસન જ કરવાનું
રિશેષ હોય કે રજા હોય, ગમે તેમ નહીં ફરવાનું
મોટો થઈને પછી શું ખઇશ,
ભણ નહીં તો રહી જઈશ
ટોપર થવાનું છે તારે, સ્ટોપ થઈશ નહીં
ઉપર જવાનું છે આપણે, નીચે જઈશ નહીં
નામ રામનુંય ના લઈશ
ભણ નહીં તો રહી જઈશ
કર્દમ મોદી
પાટણ

Comments
Post a Comment