Posts

Showing posts from March, 2024

રામ મોરી

  લેખ રામ મોરી વિશે ગુજરાતી ભાષામાં સાહિત્યમાં લેખક તરીકે એક નવું નવું નામ ઊગી રહ્યું છે.મેં આ લેખકનું આજ સુધીમાં કશું વાંચ્યું નહોતું.પરંતુ ઘણી જગ્યાએથી એકનું એક નામ સાંભળવા મળ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપણે એક ચોપડી વાંચીને એના વિશે જજમેન્ટ તો લેવું જોઈએ. એટલે મેં હમણાં એ લેખકની કોફી સ્ટોરીઝ નામની ચોપડી ખરીદીને વાંચી. લેખકનું નામ છે રામ મોરી.રામ મોરીની ઉંમર લગભગ 30 વર્ષ આજુબાજુ છે.પરંતુ 30 વર્ષની ઉંમરે કલમ ઉપર આટલો બધો કાબુ હોય એ મારા માટે કલ્પનાતિત બાબત છે કોફી સ્ટોરીઝમાં 51 જેટલી વાર્તાઓ છે.પરંતુ મને જો એમ કહેવામાં આવે કે આમાંથી એકાદ વારતા કાઢી નાખવાની છે તો કદાચ મારા માટે નામ આપવું અઘરું પડી શકે.એટલી પાવરફુલ વાર્તાઓ લાગી.કોફીનો એક કપ પીતા પીતા વાંચી શકાય એટલી લંબાઈની વાર્તા હોવાથી આ પુસ્તકનું નામ કોફી સ્ટોરીઝ આપ્યું છે. તમામ વાર્તાઓ એક એકથી ચડીયાતી છે અને જેમ વાર્તાના વિશ્વમાં ચેખોવનું નામ થયું છે તેવી રીતે રામ મોરી એ આપણા ગુજરાતી સાહિત્યના નવા ચેખોવ છે એમ માની શકાય. આપણે તો મૂળ ૧૧,૧૨ સાયન્સના ગણિત શિક્ષક છીએ એટલે સાહિત્ય વિશે લખવા માટે આધારભૂત ન ગણાઈએ પરંતુ જ્યારે મનમાં આવે છ...

તાજ મહેલ

 સૂનસાન જમુના કા કિનારા પ્યાર કા અંતિમ સહારા ચાંદની કા કફન ઓઢે  સો રહા કિસ્મત કા મારા કિસસે પૂછુ મૈ ભલા અબ મેરી ભી એક મુમતાઝ થી...... સોંગ by મન્ના ડે તાજ મહેલ જોયા પછીની મારી અનુભુતિ વર્ષોથી એક સપનું હતું કે આગ્રાનો તાજમહેલ જોવો.જે આ વખતે સારી રીતે પૂરું થયું.આગ્રાના તાજમહાલમાં મને ત્રણથી ચાર કલાક ફરવા માટે મળ્યા.ખૂબ સારી રીતે તાજમહાલને જોયો ખૂબ નજીકથી જોયો. કલા પ્રત્યેના આકર્ષણને લીધે સારું એવું અવલોકન પણ થયું.કેટલીક બાબતો ઊડીને આંખે વળગી. ૧)તાજમહાલમાં શિલ્પકળા કરતા માર્કેટિંગ વધારે લાગ્યું. એમાં કોઈ પ્રકારની કોતરણી નથી માત્ર પથ્થરો લાવીને સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે. હકીકતમાં પથ્થરોને લાવીને ગોઠવવા એ કલા નથી.પરંતુ પથ્થરોમાં કોતરણી કરવી એ કલા છે.એ દ્રષ્ટિએ તાજમહાલ જોયા પછી તાજમહાલ પ્રત્યેનું માન ઘટી ગયું અને સમજાયું કે તાજમહાલ એ માત્ર માર્કેટિંગ હતું બાકી ભારતમાં એવા કેટલાય સ્થળો છે કે જેની કોતરણી ક્યાંય ચડી જાય. ૨) તાજમહાલમાં બે કબર છે જે બાબતે મેં પૂછપરછ કરી તો તેના ચોકિયાતે કહ્યું કે આ અસલી કબર નથી માત્ર પથ્થરના બોક્સ છે.અસલી ખબર તો નીચે છે આ મારા માટે એક તદ્દન નવું જ ર...

સૂરયોગીનું સુરોપનિષદ

 સૂર યોગીનું સુરોપનિષદ સૂર યોગીનું સુરોપનિષદ એવી ડોક્ટર સુનિલ શાસ્ત્રીની એક બુક હમણાં વાંચી.સંપૂર્ણપણે સંગીતને સમર્પિત એવા એક વ્યક્તિત્વ વિશેનું આ જીવનચરિત્ર છે. એમનું નામ છે અન્નપૂર્ણા દેવી.જેવો આપણા એક મહાન સંગીતકાર હતા.તેમણે તેમના સમગ્ર જીવનમાં માત્ર ત્રણ જ જાહેર કાર્યક્રમો આપ્યા છે અને પદ્મશ્રી એવોર્ડ મળેલો  જેમ કે આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે તેઓ બાબા અલાઉદ્દીન ખાનના દીકરી હતા.બાબા અલાઉદ્દીન ખાન પોતે એક મહાન સંગીતકાર હતા.તેમણે જીવનમાં જે મહાન શિષ્યો તૈયાર કર્યા છે એ તમામ શિષ્યો એટલે આપણા તમામ મહાન સંગીતકારો.તેમના નામ છે ઉસ્તાદ અલી અકબર ખાન, પંડિત રવિશંકર, પંડિત પન્નાલાલ ઘોષ પંડિત નિખીલ બેનર્જી,વી.જી.જીગ અને મા અન્નપૂર્ણા દેવી.ચોક્કસ કારણોસર એમનું નામ અન્નપૂર્ણા દેવી પાડવામાં આવ્યું હતું.એમનો બીજું નામ રોશન આરા પણ હતું. પ્રથમ લગ્ન પંડિત રવિશંકર જે આપણા પ્રખ્યાત સિતારવાદક છે એમની સાથે થયેલું પણ કોઈ કારણસર આ લગ્ન ટકી શક્યું નહીં અને પછી આગળ જતા ઘણા વર્ષો બાદ પંડિત ઋષિ કુમાર પંડ્યા નામના એક મોટા સંગીતકાર સાથે એમનું લગ્ન થયું.જોકે એક સંગીતકાર તરીકે આ બધી બાબતો થોડી ગૌણ ગણાય....

મહિલા વિકાસ ૨

 2 આથી હંમેશા પોતાના ઘરના કામોને જ પ્રાધાન્ય આપવું જોઈએ સ્ત્રી જો પોતે ઘરના કામો જાતે કરતી હશે તો તેના પોતાના સંતાનોને પણ ટ્રેનિંગ મળશે આમ સંતાનનું શિક્ષણ પણ જાણતા કે અજાણતા થઈ જાય છે પરંતુ અફસોસ ની વાત એ છે કે ઘણી સ્ત્રીઓ ઘરના કામને વેઠ સમજે છે અને જીમનેશિયમમાં જવું એમાં શાન સમજે છે આ નરી મૂર્ખતા સિવાય બીજું કશું નથી આપણો આગળનો મુદ્દો છે સર્વાંગી વિકાસ. આ સર્વાંગી વિકાસ કેવી રીતે થઈ શકે? સર્વાંગી વિકાસ નો અર્થ અહીંયા ટેલેન્ટ સાથે જોડાયેલો છે ટેલેન્ટ નો અર્થ એ થાય કે આપણી અંદર કોઈક વિશેષ ક્ષમતા હોવી જોઈએ આવી વિશેષ ક્ષમતા જો તમે તમારા ઘેરથી અથવા શાળામાંથી શીખ્યા હોય તો સારી વાત છે નહિતર તમારે આ પ્રકારની ક્ષમતાઓ જાતે શીખવી પડે દાખલા તરીકે અથાણા બનાવવાની કળા ઘરને સાફ રાખવાની કળા ઘરને સજાવાની કળા અનાજ અને મસાલા જાળવવાની કળા દરજીકામ કરવાની કળા ઘરને શણગારવાની કળા ઘરની આસપાસ બગીચો બનાવવાની કળા સારી રીતે વાતચીત કરવાની કળા પત્ર લખવાની કળા ચિત્ર દોરવાની કળા આવી અનેક કળાઓનું લાંબુ લિસ્ટ બનાવી શકાય આ કળાઓ શીખવાથી આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને નિશ્ચિત કામોમાંથી આપણે બહાર આવીને આપણા મનને તાજ...

. મહિલા વિકાસ ૧

 મહિલાઓનો સર્વાગી વિકાસ અને સ્વસ્થ શરીર 1 આજના સંમેલનમાં આપણે એકત્ર થઈ અને મહિલાઓના જીવન વિશે ચર્ચા કરવાના છીએ મહિલા શબ્દનું ફુલ ફોર્મ મ એટલે મહાન હ એટલે હિતકારી અને લા એટલે લાજવંતી એવો અર્થ કરી શકાય જે મહાન છે હિતકારી છે અને લાજવંતી છે તે મહિલા છે પરંતુ આજકાલ મહિલાઓને પોતાને જ આ પ્રકારના શબ્દોમાં રસ રહ્યો નથી કારણ કે શિક્ષણ લીધા પછી મહિલાઓની બૌદ્ધિક સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે અને આના લીધે મહિલાઓએ પોતે શું છે અથવા પોતે શું કરવા માટે સર્જાયા છે એ વિચારવાના બદલે માત્ર કેરિયર બનાવવા ઉપર જ ધ્યાન આપ્યું છે અને આ કેરિયર બનાવવાની લાયમાં ક્યાંક સ્ત્રીત્વ ખોવાઈ ગયું છે તો ક્યાંક સંસ્કાર ખોવાઈ ગયા છે તો ક્યાંક સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે એટલે આજના સંમેલનમાં મળી અને આપણે મહિલાઓએ પોતાના સર્વાંગી વિકાસ માટે શું કરવું જોઈએ પોતાની સ્વસ્થતા માટે શું કરવું જોઈએ એની ચર્ચા કરીશું. શિક્ષણના લીધે દરેક મહિલાના મનમાં એવી એક ગ્રંથિ થઈ ગઈ છે કે હું ભણું એટલે મારે નોકરી કરવી જ પડે હકીકતમાં આ માન્યતા ખોટી છે શિક્ષણ એ નોકરી માટે નથી પરંતુ સમજણ માટે છે શિક્ષણ લઈ અને તમે તમારું રોજિંદુ જીવન વધારે સારી રીતે જીવી શકો છો ત...

પાણીપૂરી વાળો. એક કથા

  પાણીપૂરી વાળો. એક કથા એ લોકોએ પહેલા ભરપેટ પાણીપુરી ખાધી પછી ઘેર જઈને સુઈ ગયા અને આ બાજુ એમના પૈસાથી પાણીપુરી વાળો એક સારી હોટલમાં ગયો.તેણે ભરપેટ ભોજન કર્યું અને પછી એ પણ પોતાના ઘેર જઈને સૂઈ ગયો. કર્દમ મોદી પાટણ

જિજ્ઞાસા વૃત્તિ

 મારો સૌથી પ્રિય શબ્દ છે જિજ્ઞાસા.જિજ્ઞાસા અર્થાત જાણવાની ઈચ્છા જાણવાની સૌથી વધારે ઈચ્છા બાળકોને હોય છે અને હકીકતમાં બાળકોને કુદરતે આપેલું આ સૌથી મોટું વરદાન છે પરંતુ દુઃખની વાત એ છે કે બાળકોની આસપાસ એમના માતા-પિતા હોય છે જેમાંથી કેટલાક માતા-પિતાઓ બાળકની જિજ્ઞાસાને સંતોષતા હોય છે અને કેટલાક બાળકો જિજ્ઞાસાને સંતોષવાના બદલે ધમકાવતા હોય છે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને જગત વિશે કશી જ સમજણ હોતી નથી.આથી બાળક પોતાની સામેના જગતને જોઈને જાત જાતના પ્રશ્નો પૂછે છે જો આ પ્રશ્નનો યોગ્ય જવાબ નાનપણમાં આપવામાં આવે તો એના ઉપરથી બાળકનો બુદ્ધિ અંક વિકાસ પામે છે અને બાળકના મનમાં એક વૈજ્ઞાનિક સમાધાન પણ થઈ જાય છે હું માનું છું ત્યાં સુધી એક થી પાંચ વર્ષની ઉંમરના તમામ બાળકોના પ્રશ્નોના જવાબ આપવા મા બાપ માટે શક્ય છે પરંતુ પ્રથમ બાબતો એ છે કે આપણે ત્યાં મા બાપનો જવાબ આપવાનો અભિગમ જ હોતો નથી અને એમાંથી એમના માથે મારવામાં આવ્યું છે આજનું શેતાની શિક્ષણ આજના શિક્ષણનો સૌથી મોટો પોઇન્ટ હોય તો એ છે કે તે બાળકની જિજ્ઞાસાને ખતમ કરી નાખે છે અને એને બિનજરૂરી માહિતી ગોઠવવા ઉપર ભાર આપે છે આમ બાળકની જિજ્ઞાસા સંતો...

પહાડ અને જેસીબી કવિતા

  (ટ્રેકિંગ દરમ્યાન પહાડો અને જેસીબીનું મિલન જોઈને) ભલે હિ પહાડ વહાં તુટતે હૈ હકીકતમે હમ યહાં લૂટતે હૈ જબ ન મિલે પાનીકી બુંદ તો હકીકતમેં બાદલ કહીં રૂઠતે હૈ જાનેકા કરો કહીં મના અગર તો હકીકતમેં પાવ ઉધર હિ ઉઠતે હૈ ગુબ્બારે ફૂલે કિતને ભી મગર હકીકતમેં ઇન્સાન હિ ફૂટતે હૈ કોસો કિસીકો કિતના ભી મગર હકીકતમેં હમ ખુદકો હિ કુટતે હૈ કર્દમ મોદી પાટણ

રામ

 રામ તુજે આના થા આખીર એક ભક્તને પુકારા થા ભક્ત તો હૈ લાખો મગર વો લાખોમેં બહોત દુલારા થા તોડ દિયે સંસારસે રિશ્તે નાતે તુ હી ઉસકા એક સહારા થા ઘુમા સારી દુનિયા ફિર ભી તેરે સિવા ન કુછ નિહારા થા ડુબકર ભી બચ જાતા હરબાર તુ હા જિસકા કિનારા થા મહેનત કરકે થક ભી ગયા પર આરામકા કભી ન નારા થા જગ માને ઇસ નર કો ઇન્દ્ર મગર નારાયણ સ્વયમકો યે પ્યારા થા કર્દમ મોદી પાટણ  

પુસ્તક અને આપણો દેશ

 1 દુનિયાનું જૂનામાં જૂનું પુસ્તક ઋગ્વેદ છે અને તે આપણે ત્યાં લખાયું હતું. 2 ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં એક પુસ્તકનો જન્મ દિવસ ઉજવાય છે અને એ પુસ્તક એટલે શ્રીમદ્ ભગવત ગીતા. 3 ભારત એ એવો એક દેશ છે કે જ્યાં મંદિરમાં પુસ્તકની સ્થાપના કરીને પુસ્તકની જ પૂજા કરાય છે એ પુસ્તકનું નામ છે ગુરુ ગ્રંથ સાહેબ. 4 આપણે ત્યાં એક એવું પુસ્તક લખાયું છે કે જેને જર્મનીનો મહા કવિ ગેટે માથા પર મૂકીને નાચ્યો હતો.એ પુસ્તકનું નામ છે અભિજ્ઞાન શાકુંતલ. 5 આપણે ત્યાં એક એવી વિરલ ઘટના બની છે કે જે ક્યાંય બની નથી.સિદ્ધહેમ નામના વ્યાકરણના ગ્રંથને હાથી ઉપર મૂકીને સિદ્ધરાજ જયસિંહે આજથી 1000 વર્ષ પહેલાં શોભાયાત્રા કાઢી હતી. આ બધું જોતા એવું લાગે છે કે પુસ્તક અથવા જ્ઞાન આપણી નસનસમાં વ્યાપેલું છે અને આપણે જ તેના વારસદાર છીએ.આપણે કદાચ આપણી અસલ શક્તિઓથી વિસ્મૃત થઈ ગયા છીએ.(કોની જેમ?)માટે જો આપણે સારા વાચકો ન હોઈએ અને પુસ્તકની અને જ્ઞાનની ઉપાસના ન કરતા હોઈએ તો એક આશ્ચર્ય જ માનવું રહ્યું. કર્દમ મોદી પાટણ

📻 રેડીઓ ડે

 રેડિયો દિવસ આજે વિશ્વ રેડિયો દિવસ છે.મને થયું કે હું રેડિયો વિશે કંઈક લખું. કારણ કે મારા જીવનમાં રેડિયોનો ઘણો મોટો રોલ છે.પરંતુ પ્રશ્ન એ થયો કે શું લખવું અને ખાસ કરીને નવું શું લખવું કે જેથી વાંચનારને ફાયદો થાય? તો મારી પાસે એક બાબત છે જે જણાવવા જેવી છે. આજકાલ તો રેડિયો મોબાઈલની અંદર આવી ગયા છે તો મેં મોબાઈલમાં એફએમ રેડીયોની એક એપ્લિકેશન ડાઉન લોડ કરેલી છે જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે એની અંદરથી હું જુના ગીતો તો સતત સાંભળું છું. પરંતુ નવી વાત એ છે કે રોજ સુતી વખતે તેમાં 30 મિનિટનો અથવા 40 મિનિટનો અથવા 50 મિનિટનો એલાર્મ લગાવી દઉં છું અને રેડિયો ચાલુ કરી દઉં છું એટલે 30 મિનિટ પછી રેડિયો આપોઆપ બંધ થઈ જાય.બહુ લાંબા સમયથી હું આ સુવિધાનો ઉપયોગ કરું છું એટલે એવું બને છે કે હું સુઈ જવું એના અડધા કલાક પછી જુના ગીતો બંધ થાય આ ખરેખર એક સુંદર વ્યવસ્થા છે.તમે પણ એનો લાભ ઉઠાવી શકો છો. પ્લે સ્ટોર માંથી 📻 ની એપ ડાઉનલોડ કરીને. આભાર કર્દમ ભાઈ મો દી પાટણ

ભેરૂનાથ ટ્રેક

  યે પર્વતો કે દાયરે..... ગુરુ શિખર જવું એનો અર્થ એમ જ થાય કે માઉન્ટ આબુ જવું પણ અમે તો ગુરુશિખર એવી રીતે ગયા કે માઉન્ટ આબુ વચ્ચે આવ્યું જ નહીં.કારણકે અમે ગુરુ શિખરના પાછળના વિસ્તારમાં 20 કિલોમીટર દૂર સિરોહી રોડ પર જીપમાંથી ઉતર્યા હતા અને ત્યાંથી પહાડોમાં ટ્રેકિંગ કરીને કુલ 20 કિલોમીટર ચાલીને ગુરુશિખર પહોંચ્યા હતા. વાત એમ છે કે શનિવારે સવારે 11:30 વાગે સિરોહી રોડ પર આવેલા ઈસરા નામના ગામે વાસ્તાનેશ્વર મહાદેવથી અમે ચાલવાનું શરૂ કર્યું. આ મંદિરની મૂર્તિ અયોધ્યાની મૂર્તિ જેવી જ છે.ત્યાંથી દિવસભર કુલ 10 કિલોમીટર ચાલ્યા અને રાત્રે 8:00 વાગે અમે ભેરુનાથ મહાદેવ પહોંચ્યા. સળંગ 10 કિલોમીટર માત્ર પહાડી રસ્તો તેમજ ચઢાણ હતું.થાકીને લોથપોથ થઈ ગયા હતા. છેલ્લે છેલ્લે તો હિંમત પણ હારી ગયા હતા. શરીર પણ સાથ નહોતું આપતું. પાણી પણ અડધે રસ્તે પતી ગયું હતું.આથી તરસ્યા હોવા છતાં પણ ચાલવું બહુ જ કપરું હતું પરંતુ જંગલનું સૌંદર્ય અને અંદરનો આત્મવિશ્વાસ બે અમને આગળ ચાલવા પ્રેરતો હતો. જ્યારે અંધારું થયું ત્યારે આકાશમાં મહા મહિનાનો પૂનમનો ચંદ્ર ખીલતો જોઈને અમારો બધો જ થાક ઉતરી ગયો.અમારી સાથેના ગાઈડનું ઘર રસ્તામ...

ચિત્રનું ટ્યુશન

 એક તદ્દન નવો વિચાર હોવાથી આ વાત જાહેરમાં મૂકી રહ્યો છું. મેં મારી દીકરીને ચિત્રના ટ્યુશનમાં મૂકી છે કારણ કે ચિત્ર એ પણ ભણતરનો જ એક ભાગ છે વિજ્ઞાનમાં અને ગણિત માં જાત જાતની આકૃતિઓ દોરવાની આવે છે અને વ્યક્તિગત જીવનની દ્રષ્ટિએ વિચારો તો પણ ચિત્ર એ એક જરૂરી વિષય છે પરંતુ ચિત્ર જેવા વિષયોની સદંતર અહીં અવગણના થઈ રહી છે.આથી મેં મારી દીકરીને ધોરણ ચારમાં ચિત્રના ટ્યુશનમાં મૂકી છે. આ એક નવો વિચાર હોવાથી તમામ લોકોનું ધ્યાન ખેંચાય એ માટે આ વાત જાહેરમાં મૂકી રહ્યો છું આપ પણ પોતાના સંતાનને ચિત્ર જેવા વિષયનું જ્ઞાન મળે એ માટે વિચારી શકો. કર્દમ મોદી પાટણ

સાબિત કરીને શું કરું

 મારી આગળ મારી જાતને સત્ય સાબિત કરીને શું કરું? જગત છે મિથ્યા તો બ્રહ્મને સત્ય સાબિત કરીને શું કરું દુનિયાને ખબર જ છે દુષ્ટો કોણ છે,ક્યાં અને કેટલા છે બલિનો બકરો બનીને, બદનામોને સાબિત કરીને શું કરું એક એક પાંડવ હણી શકે છે કૌરવ સેના સમસ્તને ઝાટકે પણ સાંભળનારા શકુનિઓની સામે સાબિત કરીને શું કરું અસત્યની ગતિથી તો જુઓ પ્રકાશ પણ શરમાય છે હવે ત્યારે સત્યની કીડીતુલ્ય ગતિને સારી સાબિત કરીને શું કરું અજ્ઞાન,અંધકાર,અલંકાર ને અનાવૃત્તતાના રાસડા ચારેકોર ત્યાં સંવેદનાની આ ગરબીને હું નૃત્ય સાબિત કરીને શું કરું કર્દમ મોદી પાટણ  

હવે હું ત્યાં નહિ જાઉં

 હવે હું ત્યાં નહિ જાઉં થોડા દિવસ પહેલા હું અમદાવાદ લાલ દરવાજા મારી બંને દીકરીઓને લઈને કેટલીક ખરીદી કરવા ગયો હતો.એ વખતે મને વિચાર આવ્યો કે લાલ દરવાજાથી થોડાક આગળ ચંદ્ર વિલાસ હોટલ પાસે પુસ્તકોની પણ એક દુનિયા છે તો ચાલો ત્યાં આંટો મારી આવીએ.જેથી કોઈ સારું પુસ્તક સસ્તામાં મળી જાય એમ વિચારીને સૌપ્રથમ અમે પુસ્તકોની દુનિયાથી ફરવાના શ્રી ગણેશ કર્યા. તમને ખબર હશે કે બહારના મુખ્ય રોડ ઉપર કેટલીક જૂના પુસ્તકોની લારીઓ ઉભી રહે છે.ત્યાં આપણને સારા સારા પુસ્તકો ઓછી કિંમતમાં મળતા હોય છે. ઘણા લોકોના બાળકો મોટા થઈ જાય એટલે એ લોકોએ એમના બાળકો માટે નાનપણમાં ખરીદેલા પુસ્તકો અહીંયા અડધી કિંમતમાં આપી જતા હોય છે અને એવા પુસ્તકો અહીંયા ખુબ જ સસ્તામાં મળતા હોય છે અને આ જ લારીઓ પરથી ભૂતકાળમાં ખરીદાયેલા પુસ્તકો અમે પોતે વાંચી વાંચીને મોટા થયા છીએ. એટલે હું સીધો એ જ લારીઓ પર ગયો પરંતુ મને એક પણ લારી પર બાળકોનું એક પણ પુસ્તક મળ્યું નહીં. ઉપરથી લારીઓવાળા એવું કહ્યું કે હવે આવા બાળ સાહિત્યના પુસ્તકો વેચાવા માટે આવતા જ નથી કારણ કે આવા પુસ્તકો આજકાલ કોઈ ખરીદતું નથી અને ખરીદતું નથી માટે વેચાતા પણ નથી.ભૂતકાળમાં જે લે...