ચિત્રનું ટ્યુશન
એક તદ્દન નવો વિચાર હોવાથી આ વાત જાહેરમાં મૂકી રહ્યો છું.
મેં મારી દીકરીને ચિત્રના ટ્યુશનમાં મૂકી છે કારણ કે ચિત્ર એ પણ ભણતરનો જ એક ભાગ છે વિજ્ઞાનમાં અને ગણિત માં જાત જાતની આકૃતિઓ દોરવાની આવે છે અને વ્યક્તિગત જીવનની દ્રષ્ટિએ વિચારો તો પણ ચિત્ર એ એક જરૂરી વિષય છે પરંતુ ચિત્ર જેવા વિષયોની સદંતર અહીં અવગણના થઈ રહી છે.આથી મેં મારી દીકરીને ધોરણ ચારમાં ચિત્રના ટ્યુશનમાં મૂકી છે.
આ એક નવો વિચાર હોવાથી તમામ લોકોનું ધ્યાન ખેંચાય એ માટે આ વાત જાહેરમાં મૂકી રહ્યો છું આપ પણ પોતાના સંતાનને ચિત્ર જેવા વિષયનું જ્ઞાન મળે એ માટે વિચારી શકો.
કર્દમ મોદી
પાટણ
Comments
Post a Comment