જિજ્ઞાસા વૃત્તિ

 મારો સૌથી પ્રિય શબ્દ છે જિજ્ઞાસા.જિજ્ઞાસા અર્થાત જાણવાની ઈચ્છા જાણવાની સૌથી વધારે ઈચ્છા બાળકોને હોય છે અને હકીકતમાં બાળકોને કુદરતે આપેલું આ સૌથી મોટું વરદાન છે પરંતુ દુઃખની વાત એ છે કે બાળકોની આસપાસ એમના માતા-પિતા હોય છે જેમાંથી કેટલાક માતા-પિતાઓ બાળકની જિજ્ઞાસાને સંતોષતા હોય છે અને કેટલાક બાળકો જિજ્ઞાસાને સંતોષવાના બદલે ધમકાવતા હોય છે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને જગત વિશે કશી જ સમજણ હોતી નથી.આથી બાળક પોતાની સામેના જગતને જોઈને જાત જાતના પ્રશ્નો પૂછે છે જો આ પ્રશ્નનો યોગ્ય જવાબ નાનપણમાં આપવામાં આવે તો એના ઉપરથી બાળકનો બુદ્ધિ અંક વિકાસ પામે છે અને બાળકના મનમાં એક વૈજ્ઞાનિક સમાધાન પણ થઈ જાય છે હું માનું છું ત્યાં સુધી એક થી પાંચ વર્ષની ઉંમરના તમામ બાળકોના પ્રશ્નોના જવાબ આપવા મા બાપ માટે શક્ય છે પરંતુ પ્રથમ બાબતો એ છે કે આપણે ત્યાં મા બાપનો જવાબ આપવાનો અભિગમ જ હોતો નથી અને એમાંથી એમના માથે મારવામાં આવ્યું છે આજનું શેતાની શિક્ષણ આજના શિક્ષણનો સૌથી મોટો પોઇન્ટ હોય તો એ છે કે તે બાળકની જિજ્ઞાસાને ખતમ કરી નાખે છે અને એને બિનજરૂરી માહિતી ગોઠવવા ઉપર ભાર આપે છે આમ બાળકની જિજ્ઞાસા સંતોષવાની તો દૂર રહી પરંતુ તેની જિજ્ઞાસા ખતમ કરવાના સાધન તરીકે શિક્ષણને લગાડવામાં આવ્યું છે આથી આવા બાળકો સ્માર્ટ લાગતા હોય તેમાં કપડાનો રોલ જ મહત્વનો હોય છે.


 તો આ લખવાનો સારાંશ એ છે કે નાના બાળકોની જિજ્ઞાસા સંતોષાય એ રીતે માતા પિતાએ તેમના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ તેમને નવી નવી વસ્તુઓ બતાવવી જોઈએ,નવા નવા સ્થળો બતાવવા જોઈએ, પુસ્તકાલય માં લઇ જવા જોઈએ,નવા નવા પુસ્તકો વાંચીને સંભળાવવા જોઈએ અને નવી નવી વાતો કરવી જોઈએ અને સાથે સાથે વિશાળ જીવનનું સંક્ષિપ્ત દર્શન પણ એમની સામે એમની કાલી કાલી ભાષામાં રજૂ કરવું જોઈએ.આવું કરવાથી માતા-પિતા અને બાળકો વચ્ચે એક સ્નેહનો સેતુ સર્જાશે અને સાથે સાથે જ્ઞાનનો સેતુ પણ.

કર્દમ મોદી

પાટણ

8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા