મહિલા વિકાસ ૨
2
આથી હંમેશા પોતાના ઘરના કામોને જ પ્રાધાન્ય આપવું જોઈએ સ્ત્રી જો પોતે ઘરના કામો જાતે કરતી હશે તો તેના પોતાના સંતાનોને પણ ટ્રેનિંગ મળશે આમ સંતાનનું શિક્ષણ પણ જાણતા કે અજાણતા થઈ જાય છે પરંતુ અફસોસ ની વાત એ છે કે ઘણી સ્ત્રીઓ ઘરના કામને વેઠ સમજે છે અને જીમનેશિયમમાં જવું એમાં શાન સમજે છે આ નરી મૂર્ખતા સિવાય બીજું કશું નથી
આપણો આગળનો મુદ્દો છે સર્વાંગી વિકાસ.
આ સર્વાંગી વિકાસ કેવી રીતે થઈ શકે? સર્વાંગી વિકાસ નો અર્થ અહીંયા ટેલેન્ટ સાથે જોડાયેલો છે ટેલેન્ટ નો અર્થ એ થાય કે આપણી અંદર કોઈક વિશેષ ક્ષમતા હોવી જોઈએ આવી વિશેષ ક્ષમતા જો તમે તમારા ઘેરથી અથવા શાળામાંથી શીખ્યા હોય તો સારી વાત છે નહિતર તમારે આ પ્રકારની ક્ષમતાઓ જાતે શીખવી પડે દાખલા તરીકે અથાણા બનાવવાની કળા ઘરને સાફ રાખવાની કળા ઘરને સજાવાની કળા અનાજ અને મસાલા જાળવવાની કળા દરજીકામ કરવાની કળા ઘરને શણગારવાની કળા ઘરની આસપાસ બગીચો બનાવવાની કળા સારી રીતે વાતચીત કરવાની કળા પત્ર લખવાની કળા ચિત્ર દોરવાની કળા આવી અનેક કળાઓનું લાંબુ લિસ્ટ બનાવી શકાય આ કળાઓ શીખવાથી આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને નિશ્ચિત કામોમાંથી આપણે બહાર આવીને આપણા મનને તાજુ પણ કરી શકીએ છીએ આપણે ઘરમાં બેઠા સારા અનુભવોને નોટમાં લખીને લેખક પણ બની શકીએ અને સારા ગીતોની પ્રેક્ટિસ કરીને આપણે સંગીત પણ શીખી શકીએ છીએ એકતા કપૂરની મૂર્ખ સીરીયલો જોઈ અને સમય બરબાદ કરવો એ શિક્ષિત વ્યક્તિની મૂર્ખતાની નિશાની છે આથી જો ભવિષ્યમાં એકતા કપૂરની સિરિયલો જોવા માટે જો શિક્ષણ લેવાનું હોય તો એના કરતાં અભણ રહેવું સારું. ખુદ એકતા કપૂરે જય વસાવડાને એક ઇન્ટરવ્યૂમાં કહેલું છે કે અમને સમજાતું નથી કે અમારી સિરિયલો લોકો શા માટે જુએ છે અને એકતા કપૂરની સિરીયલો ઘેર ઘેર હોંશપૂર્વક જોવાય છે આ સીરીયલોમાંથી માત્ર સાડીઓ અને દાગીનાની નકલ કરવાના બદલે આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં કોઈ નવી ક્ષમતાનો વિકાસ પામે એ દિશામાં વિચારવું જોઈએ અહીંયા કેટલીક કળાઓની યાદી આપેલી છે એ સિવાય પણ તમે જાતજાતની કળાઓ શીખી શકો છો પરંતુ આ માટે તમારે કેટલીક પ્રચલિત બાબતોનું બલિદાન આપવું પડે જેમાં પ્રથમ નંબરે આવે છે આપણો સૌનો વ્હાલો મોબાઇલ.મોબાઇલ ની પાછળ આપણે આપણા અનેક કલાકો વેડફીએ છીએ આ કલાકો વેડફવાનો કોઈ જ અર્થ હોતો નથી અને એમાંથી ખાસ કશું નવું શીખવાનું મળતું નથી આ જો તમે મોબાઈલ નો ઉપયોગ સ્વ ના વિકાસ માટે કરતા હોય તો તે ખૂબ સારી વાત છે નહિતર આવા મોબાઇલને ફેંકી દેવો જોઈએ મોબાઈલ નો સમય બચાવી અને આપણે કંઈક નવું શીખવું જોઈએ આજકાલ અંગ્રેજી ભાષાની પણ ખૂબ જ માંગ રહે છે તમે ધારો તો અંગ્રેજીની ચોપડીઓ વસાવીને અંગ્રેજી પણ ઘરની અંદર બેઠા બેઠા શીખી શકો છો મોબાઈલની મદદથી પણ તમે અંગ્રેજી શીખી શકો છો પરંતુ આપણા સમાજમાં આ પ્રકારે નવું શીખવાનું ખાસ કોઈ વલણ દેખાતું નથી એના બદલે બધાની જેમ ચીલા ચાલુ જીવન જીવવાનું જ વલણ દેખાય છે કોઈના ઘરમાં નવી વસ્તુ આવી એટલે આપણા ઘરમાં નવી વસ્તુ લાવવા માટે કજિયા કરવા કોઈના ઘરમાં નવી ગાડી આવી એટલે આપણા ઘરમાં નવી ગાડી લાવવા માટે મગજમારી કરવી આ પ્રકારના વલણો સમાજમાં વધારે દેખાય છે.
વળી કેટલીક સ્ત્રીઓ તો ઇરાદાપૂર્વક પુરુષો બનવા માટે મથામણ કરે છે અરે ભાઈ સ્ત્રી એ પુરુષ કરતાં ઓલરેડી મહાન છે તો પછી સ્ત્રીએ પુરુષ બનવાની શું જરૂર છે જો તમે વાંદરાઓને સિંહ બનવાની તાલીમ આપશો તો એક સમયે બધા વાંદરાઓ જરૂર સિંહ જેવા બની જશે પરંતુ યાદ રાખજો કે વાંદરાઓની જાતિ નાશ પામશે એ પ્રમાણે જો સ્ત્રીઓ પુરુષ જેવી બનવા જશે તો પુરુષ જેવી ચોક્કસ બની જશે પરંતુ આ પૃથ્વી ઉપરથી સ્ત્રીઓની જાતિ સમાપ્ત થઈ જશે અને સ્ત્રીઓની જાતિ સમાપ્ત થઈ જાય એ આપણને કોઈ સંજોગોમાં પોષાય એવું નથી આથી સ્ત્રીઓએ હંમેશા સ્ત્રી જ રહેવાનું છે પોતાના અસ્તિત્વનો વિકાસ કરવાનો છે અને આખરે મહાન હિતકારી અને લાજવંતી સાબિત થવાનું છે. આપણે સીતા અને સાવિત્રીને આદર્શ માનીએ છીએ આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને આદર્શ બનીએ છીએ.જે સંતાનોને જન્મ આપવાનો મોકો મળ્યો છે એ સંતાનોનો સુંદર કારકિર્દી બનાવવા માટે પોતાના જીવનનો ભોગ આપવો એ પણ એક સ્ત્રીત્વનો પ્રકાર જ છે આ પ્રમાણે સ્ત્રીએ પોતાના જીવનને હંમેશા દિવ્ય અને ઉત્કૃષ્ટ બનાવવા માટે મથવું જોઈએ આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપનો ખૂબ ખૂબ
આભાર.
Comments
Post a Comment