પુસ્તક અને આપણો દેશ
1 દુનિયાનું જૂનામાં જૂનું પુસ્તક ઋગ્વેદ છે અને તે આપણે ત્યાં લખાયું હતું.
2 ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં એક પુસ્તકનો જન્મ દિવસ ઉજવાય છે અને એ પુસ્તક એટલે શ્રીમદ્ ભગવત ગીતા.
3 ભારત એ એવો એક દેશ છે કે જ્યાં મંદિરમાં પુસ્તકની સ્થાપના કરીને પુસ્તકની જ પૂજા કરાય છે એ પુસ્તકનું નામ છે ગુરુ ગ્રંથ સાહેબ.
4 આપણે ત્યાં એક એવું પુસ્તક લખાયું છે કે જેને જર્મનીનો મહા કવિ ગેટે માથા પર મૂકીને નાચ્યો હતો.એ પુસ્તકનું નામ છે અભિજ્ઞાન શાકુંતલ.
5 આપણે ત્યાં એક એવી વિરલ ઘટના બની છે કે જે ક્યાંય બની નથી.સિદ્ધહેમ નામના વ્યાકરણના ગ્રંથને હાથી ઉપર મૂકીને સિદ્ધરાજ જયસિંહે આજથી 1000 વર્ષ પહેલાં શોભાયાત્રા કાઢી હતી.
આ બધું જોતા એવું લાગે છે કે પુસ્તક અથવા જ્ઞાન આપણી નસનસમાં વ્યાપેલું છે અને આપણે જ તેના વારસદાર છીએ.આપણે કદાચ આપણી અસલ શક્તિઓથી વિસ્મૃત થઈ ગયા છીએ.(કોની જેમ?)માટે જો આપણે સારા વાચકો ન હોઈએ અને પુસ્તકની અને જ્ઞાનની ઉપાસના ન કરતા હોઈએ તો એક આશ્ચર્ય જ માનવું રહ્યું.
કર્દમ મોદી
પાટણ
Comments
Post a Comment