સાબિત કરીને શું કરું

 મારી આગળ મારી જાતને સત્ય સાબિત કરીને શું કરું? જગત છે મિથ્યા તો બ્રહ્મને સત્ય સાબિત કરીને શું કરું


દુનિયાને ખબર જ છે દુષ્ટો કોણ છે,ક્યાં અને કેટલા છે

બલિનો બકરો બનીને, બદનામોને સાબિત કરીને શું કરું


એક એક પાંડવ હણી શકે છે કૌરવ સેના સમસ્તને ઝાટકે

પણ સાંભળનારા શકુનિઓની સામે સાબિત કરીને શું કરું


અસત્યની ગતિથી તો જુઓ પ્રકાશ પણ શરમાય છે હવે

ત્યારે સત્યની કીડીતુલ્ય ગતિને સારી સાબિત કરીને શું કરું


અજ્ઞાન,અંધકાર,અલંકાર ને અનાવૃત્તતાના રાસડા ચારેકોર

ત્યાં સંવેદનાની આ ગરબીને હું નૃત્ય સાબિત કરીને શું કરું


કર્દમ મોદી


પાટણ

 






Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા