. મહિલા વિકાસ ૧

 મહિલાઓનો સર્વાગી વિકાસ અને સ્વસ્થ શરીર

1

આજના સંમેલનમાં આપણે એકત્ર થઈ અને મહિલાઓના જીવન વિશે ચર્ચા કરવાના છીએ મહિલા શબ્દનું ફુલ ફોર્મ મ એટલે મહાન હ એટલે હિતકારી અને લા એટલે લાજવંતી એવો અર્થ કરી શકાય જે મહાન છે હિતકારી છે અને લાજવંતી છે તે મહિલા છે પરંતુ આજકાલ મહિલાઓને પોતાને જ આ પ્રકારના શબ્દોમાં રસ રહ્યો નથી કારણ કે શિક્ષણ લીધા પછી મહિલાઓની બૌદ્ધિક સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે અને આના લીધે મહિલાઓએ પોતે શું છે અથવા પોતે શું કરવા માટે સર્જાયા છે એ વિચારવાના બદલે માત્ર કેરિયર બનાવવા ઉપર જ ધ્યાન આપ્યું છે અને આ કેરિયર બનાવવાની લાયમાં ક્યાંક સ્ત્રીત્વ ખોવાઈ ગયું છે તો ક્યાંક સંસ્કાર ખોવાઈ ગયા છે તો ક્યાંક સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે એટલે આજના સંમેલનમાં મળી અને આપણે મહિલાઓએ પોતાના સર્વાંગી વિકાસ માટે શું કરવું જોઈએ પોતાની સ્વસ્થતા માટે શું કરવું જોઈએ એની ચર્ચા કરીશું. શિક્ષણના લીધે દરેક મહિલાના મનમાં એવી એક ગ્રંથિ થઈ ગઈ છે કે હું ભણું એટલે મારે નોકરી કરવી જ પડે હકીકતમાં આ માન્યતા ખોટી છે શિક્ષણ એ નોકરી માટે નથી પરંતુ સમજણ માટે છે શિક્ષણ લઈ અને તમે તમારું રોજિંદુ જીવન વધારે સારી રીતે જીવી શકો છો તમારા બાળકોને સારા સંસ્કાર આપી શકો છો તમારા બાળકોને તમે સારું શિક્ષણ આપી શકો છો આથી શિક્ષણ લીધા પછી નોકરી મેળવી જ પડે એ માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે અને નોકરી મેળવવાની લાયમાં ઘણી વખત સ્ત્રીઓ પોતે પોતાની જાતને શોષણ માટે છૂટી છોડી દે છે માત્ર પાંચ કે સાત હજાર રૂપિયાની નોકરી માટે સ્ત્રીઓ દોડાદોડ કરીને થાકી ને લોથપોથ થઈ જાય છે ઘણા કેસમાં તો સ્ત્રીઓને નોકરીની કોઈ આર્થિક જરૂરિયાત પણ હોતી નથી ઘરમાં પોતાનો પતિ પૂરતું કમાતો જ હોય છે છતાં પણ એમના મનમાં એક ગ્રંથિ હોય છે કે હું ભણેલી છું એટલે ઓછો પગાર મળે તો વાંધો નહીં પરંતુ નોકરી કરવી જ પડે આ નોકરી કરવાની લાયમાં તે પોતાની સુખ અને શાંતિ ગુમાવે છે અને આખરે થાકીને લોથપોત થઈ જાય છે આ માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે શિક્ષણ લીધું એ ખૂબ સારી બાબત છે અને શિક્ષણ ફરજિયાત લેવું જ જોઈએ પરંતુ શિક્ષણ લીધા પછી નોકરી કરવી જ પડે એવી કોઈ ખોટી માન્યતામાં રાચવાની જરૂર નથી



બીજા નંબરે સ્ત્રીઓ પોતાના શરીર વિશે ઓછુ વિચારે છે હકીકતમાં તો તે વધારે જ વિચારે છે પરંતુ હું એવું કહેવા માગું છું કે સ્ત્રીઓ પોતાના શરીર વિષે ઓછું વિચારે છે શરીરને બહારથી વધારે પડતો મેકઅપ કરી અને સુંદર બતાડો એ જુદી બાબત છે અને યોગ અને કસરત દ્વારા શરીરને સ્વસ્થ રાખવું એ એક જુદી બાબત છે આજે સ્ત્રીઓ બ્યુટી પાર્લરો તરફવાળી કે ફેશન તરફ વળી પોતાના સૌંદર્યને જાળવવા કોશિશ કરે છે પરંતુ પોતાનું આંતરિક સ્વાસ્થ્ય એટલું બધું સારું હોતું નથી ઘણી એવી સ્ત્રીઓ પણ મેં જોઈ છે કે જેમનું શરીર રોગોનું ઘર હોય છે છતાં પણ બ્યુટી પાર્લરના થપેડા ના લીધે તે મિસ ઇન્ડિયા દેખાવા પ્રયત્ન કરતી હોય છે આવું સૌંદર્ય કંઈ બહુ લાંબુ ચાલતું હોતું નથી અને આખરે દુનિયાને આપણા સંસ્કારો અને આપણી આવડતથી નિસ્બત હોય છે સૌંદર્યથી કશી લેવાદેવા હોતી નથી આથી બાહ્ય સૌંદર્યને મહત્વ ન આપતા આંતરિક સ્વાસ્થ્યને મહત્વ આપવાની જરૂર છે અને એના માટે સ્ત્રીઓએ ફરજિયાત યોગ અને કસરત માટે સમય કાઢવાની જરૂર છે યોગ અને કસરત જો તમે સમય કાઢીને કરી શકતા હોય તો તો એ બહુ જ સારી બાબત છે અથવા તમે ઘરના કામો જાતે કરીને પણ જુદી રીતે કસરત કરી શકો છો ઘરમાંથી સફાઈ કરવી કચરા પોતા કરવા વાસણ ધોવા રસોઈ બનાવી વગેરે કામો પણ જબરજસ્ત કસરત આપી શકે છે આજકાલ એવું વધારે જોવામાં આવે છે કે ઘરની અંદર કામવાળી બાઈ રાખેલી હોય છે અને સ્ત્રીઓ પોતે કસરત કરવા માટે જીમનેશિયમમાં જતી હોય છે અહીંયા એ શોધ કરવાની જરૂર છે કે જીમનેશિયમમાં તમે કસરત કરવા માટે જાઓ છો કે પ્રદર્શન કરવા માટે? જો તમારે કસરત જ કરવી હોય તો ઘરના કામો કરો એ પર્યાપ્ત છે એનાથી વધારે કોઈ કસરત ની જરૂર હોતી નથી આપણે કોઈ પહેલવાન બની જવાનું નથી આપણે માત્ર આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે કસરત કરવાની હોય છે.

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા