રામ મોરી

 



લેખ રામ મોરી વિશે


ગુજરાતી ભાષામાં સાહિત્યમાં લેખક તરીકે એક નવું નવું નામ ઊગી રહ્યું છે.મેં આ લેખકનું આજ સુધીમાં કશું વાંચ્યું નહોતું.પરંતુ ઘણી જગ્યાએથી એકનું એક નામ સાંભળવા મળ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપણે એક ચોપડી વાંચીને એના વિશે જજમેન્ટ તો લેવું જોઈએ. એટલે મેં હમણાં એ લેખકની કોફી સ્ટોરીઝ નામની ચોપડી ખરીદીને વાંચી.


લેખકનું નામ છે રામ મોરી.રામ મોરીની ઉંમર લગભગ 30 વર્ષ આજુબાજુ છે.પરંતુ 30 વર્ષની ઉંમરે કલમ ઉપર આટલો બધો કાબુ હોય એ મારા માટે કલ્પનાતિત બાબત છે


કોફી સ્ટોરીઝમાં 51 જેટલી વાર્તાઓ છે.પરંતુ મને જો એમ કહેવામાં આવે કે આમાંથી એકાદ વારતા કાઢી નાખવાની છે તો કદાચ મારા માટે નામ આપવું અઘરું પડી શકે.એટલી પાવરફુલ વાર્તાઓ લાગી.કોફીનો એક કપ પીતા પીતા વાંચી શકાય એટલી લંબાઈની વાર્તા હોવાથી આ પુસ્તકનું નામ કોફી સ્ટોરીઝ આપ્યું છે.

તમામ વાર્તાઓ એક એકથી ચડીયાતી છે અને જેમ વાર્તાના વિશ્વમાં ચેખોવનું નામ થયું છે તેવી રીતે રામ મોરી એ આપણા ગુજરાતી સાહિત્યના નવા ચેખોવ છે એમ માની શકાય.


આપણે તો મૂળ ૧૧,૧૨ સાયન્સના ગણિત શિક્ષક છીએ એટલે સાહિત્ય વિશે લખવા માટે આધારભૂત ન ગણાઈએ પરંતુ જ્યારે મનમાં આવે છે ત્યારે લખી નાખીએ છીએ.એટલે અહીંયા શબ્દોની ગોઠવણી કરતા લખનારનો ભાવ જોવા વિનંતી છે.આપ સૌને હું પ્રેમભરી વિનંતી કરું છું કે આ ચોપડી આપ સૌ જરૂર વાંચજો. ખાસ તો એ કહેવાનું છે કે 51 વાર્તામાંથી એક પણ વાર્તા નબળી નથી પડતી.

લેખક

કર્દમ મોદી

M.

Sc.M.Ed.

પાટણ.

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા