તાજ મહેલ

 સૂનસાન જમુના કા કિનારા

પ્યાર કા અંતિમ સહારા

ચાંદની કા કફન ઓઢે 

સો રહા કિસ્મત કા મારા

કિસસે પૂછુ મૈ ભલા અબ

મેરી ભી એક મુમતાઝ થી......



સોંગ by મન્ના ડે



તાજ મહેલ જોયા પછીની મારી અનુભુતિ



વર્ષોથી એક સપનું હતું કે આગ્રાનો તાજમહેલ જોવો.જે આ વખતે સારી રીતે પૂરું થયું.આગ્રાના તાજમહાલમાં મને ત્રણથી ચાર કલાક ફરવા માટે મળ્યા.ખૂબ સારી રીતે તાજમહાલને જોયો ખૂબ નજીકથી જોયો. કલા પ્રત્યેના આકર્ષણને લીધે સારું એવું અવલોકન પણ થયું.કેટલીક બાબતો ઊડીને આંખે વળગી.


૧)તાજમહાલમાં શિલ્પકળા કરતા માર્કેટિંગ વધારે લાગ્યું. એમાં કોઈ પ્રકારની કોતરણી નથી માત્ર પથ્થરો લાવીને સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે. હકીકતમાં પથ્થરોને લાવીને ગોઠવવા એ કલા નથી.પરંતુ પથ્થરોમાં કોતરણી કરવી એ કલા છે.એ દ્રષ્ટિએ તાજમહાલ જોયા પછી તાજમહાલ પ્રત્યેનું માન ઘટી ગયું અને સમજાયું કે તાજમહાલ એ માત્ર માર્કેટિંગ હતું બાકી ભારતમાં એવા કેટલાય સ્થળો છે કે જેની કોતરણી ક્યાંય ચડી જાય.


૨) તાજમહાલમાં બે કબર છે જે બાબતે મેં પૂછપરછ કરી તો તેના ચોકિયાતે કહ્યું કે આ અસલી કબર નથી માત્ર પથ્થરના બોક્સ છે.અસલી ખબર તો નીચે છે આ મારા માટે એક તદ્દન નવું જ રહસ્ય હતું. તાજમહાલને બહારથી જોવાની ફી 60 રૂપિયા છે જ્યારે અંદરથી જોવાના બીજા ₹ 200 આપવા પડે છે.અંદર માત્ર કબરના પ્રતિક રૂપે બે બોક્સ જ છે વિશેષ કશું છે નહીં.

૩) વળી બનાવનાર શાહજહાંની કહાની તો એટલી કરુણ છે કે જોવાનો ય કોઈ હરખ રહે નહિ.


કર્દમ મોદી,

M.Sc.,M.Ed.

પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા