સૂરયોગીનું સુરોપનિષદ
સૂર યોગીનું સુરોપનિષદ
સૂર યોગીનું સુરોપનિષદ એવી ડોક્ટર સુનિલ શાસ્ત્રીની એક બુક હમણાં વાંચી.સંપૂર્ણપણે સંગીતને સમર્પિત એવા એક વ્યક્તિત્વ વિશેનું આ જીવનચરિત્ર છે. એમનું નામ છે અન્નપૂર્ણા દેવી.જેવો આપણા એક મહાન સંગીતકાર હતા.તેમણે તેમના સમગ્ર જીવનમાં માત્ર ત્રણ જ જાહેર કાર્યક્રમો આપ્યા છે અને પદ્મશ્રી એવોર્ડ મળેલો
જેમ કે આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે તેઓ બાબા અલાઉદ્દીન ખાનના દીકરી હતા.બાબા અલાઉદ્દીન ખાન પોતે એક મહાન સંગીતકાર હતા.તેમણે જીવનમાં જે મહાન શિષ્યો તૈયાર કર્યા છે એ તમામ શિષ્યો એટલે આપણા તમામ મહાન સંગીતકારો.તેમના નામ છે ઉસ્તાદ અલી અકબર ખાન, પંડિત રવિશંકર, પંડિત પન્નાલાલ ઘોષ પંડિત નિખીલ બેનર્જી,વી.જી.જીગ અને મા અન્નપૂર્ણા દેવી.ચોક્કસ કારણોસર એમનું નામ અન્નપૂર્ણા દેવી પાડવામાં આવ્યું હતું.એમનો બીજું નામ રોશન આરા પણ હતું. પ્રથમ લગ્ન પંડિત રવિશંકર જે આપણા પ્રખ્યાત સિતારવાદક છે એમની સાથે થયેલું પણ કોઈ કારણસર આ લગ્ન ટકી શક્યું નહીં અને પછી આગળ જતા ઘણા વર્ષો બાદ પંડિત ઋષિ કુમાર પંડ્યા નામના એક મોટા સંગીતકાર સાથે એમનું લગ્ન થયું.જોકે એક સંગીતકાર તરીકે આ બધી બાબતો થોડી ગૌણ ગણાય.
અન્નપૂર્ણા દેવીએ ભારતના કેટલાય મહાન સંગીતકારોને તૈયાર કર્યા સમગ્ર જીવન એમણે લગભગ એકાંતમાં ગુજારીને માત્ર સંગીતની સાધના કરી.આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત સામાન્ય સ્થિતિમાં તેમણે જીવન ગુજાર્યું. આ વ્યક્તિત્વ સંપૂર્ણપણે સંગીત અને માતા સરસ્વતી દેવીની સિતારને(સૂર બહાર) સમર્પિત હતું.આ પુસ્તક એક સંગીત સાધકના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડે છે એક સાચો સંગીત સાધક કેવો હોઈ શકે એના વિશે જાણવાની જો જીજ્ઞાસા હોય તો આ પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ એ જમાનાના સંગીતકારો અને એમના શિષ્યો કેવા હતા એને દર્શાવતો એક પ્રસંગ મને અત્યંત ગમી ગયો જે હું આ સાથે નોંધું છું.
પુસ્તક: સૂરયોગીનું સુરોપનિષદ
લેખક: ડૉ.સુનિલ શાસ્ત્રી
આ પ્રસંગ પછી મહારાજા બ્રીજનાથસિંહ બાબાના શિષ્ય બન્યા.અને શિષ્યની અદબથી જ શિસ્ત જાળવી બાબા પાસે સંગીત શીખતા.બાબા ગુરુ તરીકે શિસ્ત તેમજ ચોકસાઇના આગ્રહી હતા.બેધ્યાન અવસ્થા કે શિષ્યની ભૂલથી રાગને અશુદ્ધ કરનારી કોઇ પણ વાત ચલાવી લેતા નહીં.એક વખત મહારાજાથી શીખતાં શીખતાં કોઇ ભૂલ થઇ ગઇ. બાબા ખૂબ જ ગુસ્સે થયા.પાસે દંડો હતો.ગુસ્સાના આવેશમાં ફટકાર્યો, મહારાજાને.ત્યારબાદ તે દિવસનો શિક્ષાક્રમ તો પૂરો થયો.પણ ઘરે આવી વિચાર કર્યો કે બસ પૂરૂં થયું.મહિયર અને મહિયરના રાજા સાથેના અંજળપાણી ખૂટ્યા.ભલે હું ગુરુ રહ્યો પણ તોય એ મહારાજા છે.રૈયતના માલિક. મારે ગુસ્સે થઇ દંડો નહોતો મારવો જોઇતો.મહારાજા જરૂર નારાજ થશે.મને એ ના પાડે તે પહેલાં જ સામાન પૅક કરી જતો રહું.અને બાબા લાગી ગયા સામાન બાંધવાની તૈયારીમાં.
બીજે દિવસે સવારે આ કામ ચાલુ હતું,ત્યાં મહારાજાની બગી બાબાના મકાનની બહાર આવી ઊભી રહી.
મહારાજા બાબાને મળવા આવ્યા હતા.”ગુરુદેવ ! યે આપ ક્યા કર રહે હૈં?” બાબાને ઘર આટોપતાં જોઇ મહારાજા બોલ્યાઃ “આપ મેરે ગુરુ હૈં.સદગુરુ કે સ્થાન પર રહકર આપને મુઝે શિક્ષા દી હૈ તો યોગ્ય હી હૈ.આપ મહિયર છોડકર નહીં જા સકતે.”મહારાજાની ગુરુભક્તિ, પ્રેમ અને નમ્રતાની જીત થઇ.
બાબા મહિયરમાં જ રહ્યા આજીવન અને ત્યાં જ પ્રખ્યાત ઘરાનાનો જન્મ થયો "મહિયર ઘરાના"
મા અન્નપૂર્ણા દેવી ઘણીવાર કહે છે કે “આજ વો રાજા મહારાજા નહીં રહે જો બાબા જૈસે વિદ્વાન પુરુષકા સન્માન કરતે થે, નિભાતે થે.ઉન લોગોંકી ઉદાર ભાવનાસે શાસ્ત્રીય સંગીતકો આધાર મિલા.”
કર્દમ મોદી
M.SC.
,M.Ed.
પાટણ
૮૨૩૮૦ ૫૮૦૯૪
Comments
Post a Comment