દાનનું મહત્વ

 whatsapp માં સૌથી વધારે ફરતું હોય તેવું વાક્ય એ છે કે મૃત્યુ પછી કશું જ સાથે લઈ શકાતું નથી.આપણા જીવન દરમિયાન સૌથી વધારે લેવડ દેવડ ઉપરોક્ત જ્ઞાનની જ થતી હોય છે.તમામ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં પણ એ જ સાબિત કરવામાં આવે છે કે જીવન નશ્વર છે અને મૃત્યુ પછી કશું જ સાથે લઈ જઈ શકાતું નથી.


છતાં પણ જ્યારે આપવાની વાત આવે છે ત્યારે આપણું મન વિવિધ પ્રકારના બહારના ઉભા કરે છે.જેમાં સૌથી પહેલું બહાનું એ છે કે અંબાણી અને અડાણી જેવા લોકો કંઈક આપી શકે ! આપણું શું ગજુ?


પણ હકીકતમાં ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ મધ્યમ વર્ગ અથવા મધ્યમ વર્ગથી નીચેનો માણસ સામાન્ય રકમ અનેક વાર આપી શકે છે.પરંતુ મૂળ વાત એ છે કે આપણે આપવા માટે ટેવાયેલા નથી.


Actually હું પોતે આ એક નવી ટેવ શીખી રહ્યો છું અને હું સાથે સાથે એ પણ જોવા માંગુ છું કે મારા દૈનિક જીવન ઉપર આવું કરવાથી શું નકારાત્મક અસર પડે છે.હાલ સુધીનું મારું અવલોકન છે કે દૈનિક જીવન ઉપર આનો કોઈ જ પ્રભાવ પડતો નથી.માટે મધ્યમ વર્ગ અથવા તેથી નીચેના વર્ગના લોકો પણ નાના નાના દાનો ચોક્કસ કરી શકે.


મદદની થિયરી આપણા સમાજમાં ડેવલપ કરવા જેવી છે. ખોટી જગ્યાએ લાખો નહીં પણ કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવે છે પરંતુ સારી જગ્યાએ ₹500 આપવા માટે હજાર વખત વિચાર કરવામાં આવે છે.ચાલો આપણે બધા આ બાબત વિશે પુનઃ વિચારણા કરીએ.


કર્દમ ભાઈ મોદી 

આચાર્ય

પીપી પટેલ હાઈસ્કૂલ

ચાણસ્મા 

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ