એલેપી પ્રવાસ
*મારો એલેપી પ્રવાસ*
થોડા વખત પહેલા હું કેરલમાં એલએપી એટલે કે એલાપૂજા નામના સ્થળે પ્રવાસ કરી આવ્યો.જેનું વર્ણન નીચે મુજબ છે.
એલએપી એ કેરાલાનું એક સ્થળ છે.જે પોતાના બેક વોટર માટે પ્રખ્યાત છે. બેક વોટરનો અર્થ એવો થાય કે દરિયાના પાણી ઘણે અંદર સુધી ઘૂસી ગયા હોય.એટલે લગભગ નદીઓ કે નહેરો જેવું બની ગયું હોય.એલએપીમાં આવી નદીઓનું પ્રમાણ ઘણું વધારે છે.આથી એક ગામથી બીજે ગામ જવા માટે વાહનમાં જવા કરતાં હોડીઓમાં જવું સરળ પડે છે.
યુરોપમાં ઇટાલી નામના દેશમાં વૅનિસ નામનું શહેર છે.તે પોતાના જળમાર્ગો માટે પ્રખ્યાત છે.એવી રીતે ભારતમાં એલએપી એ ભારત નું વૅનિસ કહેવાય છે અને માત્ર જળ માર્ગ ના પરિચય માટે ત્યાં મોટી સંખ્યામાં ટુરિસ્ટો જતા હોય છે.ખૂબ જ ટૂંકમાં કહેવું હોય તો એલએપીમાં તમારે હોડીઓમાં ફરવા માટે જવાનું હોય છે અને સાથે સાથે પ્રકૃતિનું દર્શન કરવાનું હોય છે.
એલએપી શહેરમાં વાહનો પણ ફરે છે.પરંતુ સતત શહેરની વચ્ચેથી નાની મોટી નહેરો તમને દેખાયા જ કરે જેમાં હોડીઓ પણ ફરતી હોય અને માછીમારી પણ થતી હોય.જેમ બસનો ડેપો હોય છે તેમ એક સ્થળ હોડીઓના ડેપો તરીકે પ્રખ્યાત છે ત્યાંથી જુદી જુદી જગ્યાએ જવાની સરકારી અને પ્રાઇવેટ હોડીઓ નિયમિત રૂપે ટાઈમ ટેબલ પ્રમાણે મળે છે.ત્યાંથી તમારે પોતાની હોડી અથવા શિકારા અથવા બોટહાઉસ બુક કરાવવાનું હોય છે અને તમારી જરૂરિયાત પ્રમાણે બુકિંગ કરાવીને પછી દૂર દૂર સુધી હોડીઓમાં ફરવાનું હોય છે .હોડીની અંદર ખાવાની,રહેવાની તેમજ આરામ કરવાની તમામ સુવિધા હોય છે.
હોડીઓમાં ફરતા ફરતા બે બાજુ ઉગેલા ડાંગરના ખેતરો જોવાનો આહલાદક અનુભવ મળે છે.જોકે એમાં કુદરતના કરિશ્મા જેવી વાત એ છે કે કેનાલનું પાણી ઊંચું છે અને આજુબાજુની જમીન પાંચ ફૂટ જેટલી નીચે હોય છે જે કઈ રીતે બન્યું હશે તે સમજાતું નથી.દૂર દૂર સુધી બોટ જાય ત્યારે કેનાલની બંને બાજુ નાના મોટા ઘરો, ગેસ્ટહાઉસ, હોમ સ્ટે અને રિસોર્ટ આપણને નજરે પડે છે.બોટમાં સંગીતની વ્યવસ્થા પણ હોય છે.જેમાં લોકો કરાઓકે 🎤 મ્યુઝિકનો આનંદ પણ ઉઠાવતા હોય છે.
ઉપરાંત નદીઓમાં વિશેષ આનંદ લેવા માટે સ્પીડ બોટ પણ મળી રહે છે 80 થી 100 ની ઝડપે દોડે છે અનુભવ લેવા જેવો હોય છે સ્પીડ બોટનો ભાડું થોડું ઊંચું હોય છે તેમજ ગુડ હાઉસ નો ભાડું તમારા જરૂરિયાત પ્રમાણે નક્કી થાય છે.
સામાન્ય રીતે પ્રવાસીઓ આ સ્થળે અડધા કે એક દિવસ માટે જતા હોય છે.અમારો સમગ્ર કાર્યક્રમ પાંચ દિવસનો હતો.એટલે અમે કુલ ચાર દિવસ ઓડિયોમાં દૂર-દૂરના વિસ્તારો સુધી ફર્યા હતા.
એલેપીથી લગભગ 40 કિલોમીટર દૂર એક તળાવ આવેલું છે.જે પોતાની અંદર ઊગેલા કમળો માટે પ્રખ્યાત છે.ત્યાં હજારોની સંખ્યામાં ગુલાબી રંગના કમળો ઉગેલા છે. સૂર્યનો પ્રકાશ પડતાની સાથે બધા કમળો ખીલી જાય છે.જે કમળોની વચ્ચે બોટિંગ કરવાનો આનંદ ઉઠાવવા માટે અહીંયા સવારના પહોરમાં સેંકડો પ્રવાસીઓ હાજર થઈ જાય છે.
એલેપીમાં પોતાનો એક બીચ પણ છે.જ્યાં તમે ફરવા જઈ શકો છો.આ બીચ પર આકાશમાં ઉડવાનો અનુભવ પણ લઈ શકાય છે.
એલેપીમાં એક ખૂબ જૂનું કૃષ્ણ મંદિર પણ છે.તેના દર્શન માટે પણ જઈ શકાય છે.
ગુજરાતથી એલેપી સુધી જતા ટ્રેનમાં 36 કલાક થાય છે અને 760 રૂપિયા ટિકિટ થાય છે. અમદાવાદ થી એલએપી ની સીધી ટ્રેન મળે છે.સમગ્ર રેલમાર્ગ કોંકણ પ્રદેશમાં આવેલું છે.કોંકણ પ્રદેશ એ સંપૂર્ણ પહાડી પ્રદેશ છે એટલે સંપૂર્ણ સમય રેલવે પહાડોમાં ચાલે છે.જ્યાં સેંકડો પ્રકારના નદી,નાળા અને ટનલો આવતી હોય છે. જમા પ્રવાસ કરવો એ પોતે પણ એક ઉપલબ્ધિ હોય છે.
કર્દમ ભાઈ મોદી
પાટણ
Comments
Post a Comment