મારો નાનકડો પ્રવાસ માતર
મારો નાનકડો પ્રવાસ
ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી એ આપણને સૌને ખબર છે. જે અમદાવાદથી દાંડી સુધી કરવામાં આવી હતી આજે પણ કેટલાક લોકો પોતાની મરજીથી દાંડીકૂચ કરતા હોય છે આ માર્ગને ને સરકારે દાંડી પથ તરીકે પ્રસિદ્ધ કર્યો છે.આ દાંડી પથ પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં ગાંધીજી રોકાયેલા તેમાંથી ૧૪ જગ્યાઓ પસંદ કરીને ત્યાં યાત્રીકોને રહેવા માટે નિવાસ્થાન બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ પછીનું સૌથી પ્રથમ નિવાસસ્થાન નવાગામ નામના ગામે છે ત્યારબાદ માતરમાં છે ત્યારબાદ કંકાપુરા છે.એમ કરતાં કરતાં સૌથી છેલ્લું નિવાસ સ્થાન દાંડી પહેલાંનું ગામ મટવાડ છે ત્યાં બનાવેલું છે.
આ નિવાસ્થાનમાં રહેવા અને જમવાની સુવિધા વ્યાજબી દરોમાં મળી રહે છે આ નિવાસ્થાને તમામ બાબતો ઇકો ફ્રેન્ડલી છે.જેમ કે તેના પલંગ લાકડાના છે કબાટ લાકડાનો છે.કાપડ બધી જ જગ્યાએ ખાદીનું વપરાયેલું છે એ સી રૂમો નથી પણ જે રૂમો છે તે એવી રીતે બનાવેલા છે કે જેમાં પુષ્કળ પ્રમાણમાં હવા ઉજાસ છે.રૂમોન મેન્ટેનન્સ માટે કાયમી સ્ટાફ નિમણૂક કરવામાં આવેલો છે.રૂમોમાં રહેવા માટે ઓનલાઇન બુકિંગની સુવિધા છે.એક દિવસના 600 રૂપિયા ભાડું હોય છે.
હું અગાઉ કંકાપુરા નામના ગામે રોકાયો હતો જે દરિયાકાંઠે આવેલું છે.જ્યાં મને ખૂબ જ મજા આવી હતી એટલે હમણાં હું માતર નામના ખેડા જિલ્લાના એક ગામમાં દાંડી પથ યાત્રી નિવાસમાં રોકાણ કરીને આવ્યો ખૂબ જ આનંદની અનુભૂતિ કરી.ત્યાં રહેવાના રૂમ ઉપરાંત એક મોટો હોલ છે તેમાં નાની એવી લાઇબ્રેરી છે. જેમાં આઝાદી વિશેના ઘણા પુસ્તકો માત્ર જોવા માટે રાખેલા છે.
બે દિવસ હું ત્યાં શાંતિથી રહ્યો ખૂબ જ મજા આવી આપ સૌને પણ વિનંતી છે કે ક્યારેક આ સ્થળોનો લાભ લેશો.
માતર નામના ગામે જ હું રોકાયો ત્યાં વધુ બે લાભો પણ મળે છે.
(૧)શ્રી અરવિંદ સાધના આશ્રમ છે.જેમાં રહેવા જમવાની વ્યાજબી દરે બહુ સુંદર સુવિધા છે.આધ્યાત્મિક વિકાસ માટે ત્યાં રોકાણ કરી શકાય.ગામથી દૂર હરિયાળા ખેતરોની વચ્ચે સુંદર આશ્રમ છે.
(૨) બીજું સ્થળ તે શ્રી રંગ અવધૂત મહારાજનો આશ્રમ હકીકતમાં શ્રી રંગ અવધૂત મહારાજના એક શિષ્ય હતા તેમનો આશ્રમ છે.જ્યાં પથ્થરના ભવ્ય મંદિરનું નિર્માણ કરેલું છે.આજુબાજુ ખૂબ જ વૃક્ષો છે.કુદરતી સ્થળ છે. તદ્દન બાજુમાંથી વાત્રક નદી પણ વહે છે.મનોરમ્ય નજારો છે.આમ માતર નામના ગામે ત્રણ સારા લાભો એકસાથે મળી શકે એમ છે.
દાંડી પથ યાત્રી નિવાસ
અરવિંદ સાધના આશ્રમ
રંગ અવધૂત મહારાજ આશ્રમ
ક્યારેક જવા જેવું ખરું !!!
કર્દમભાઈ મોદી
પાટણ
8238058094
દાંડીકુટીર ગાંધીનગરની પણ મુલાકાત લીધી.જેની માહિતી નીચે મુજબ છે. જોવાલાયક છે.એક ખૂબ જ આધુનિક અને અનોખું મ્યુઝિયમ છે, જે મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારો પર આધારિત છે.
મુખ્ય માહિતી
સ્થાન: રેલવે સ્ટેશન પાસે, ગાંધીનગર
શરૂઆત: 2015માં જાહેર માટે ખુલ્લું મુકાયું �
પ્રકાર: ઈન્ટરએક્ટિવ ટેકનોલોજી આધારિત મ્યુઝિયમ
આ મ્યુઝિયમનો આકાર મીઠાના ઢગલા (Salt Mount) જેવો બનાવવામાં આવ્યો છે.
તે 1930ની દાંડી યાત્રાનું પ્રતિક છે, જેમાં ગાંધીજીએ બ્રિટિશો સામે મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો �
🏛️ ખાસિયતો
ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ, જે એક જ વ્યક્તિ (ગાંધીજી) પર બનાવાયું છે �
અંદર 4 માળનું પ્રદર્શન
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ:
3D હોલોગ્રાફી
360° શો
ઑડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન
ઇન્ટરએક્ટિવ સ્ક્રીન
ગાંધીજીના જન્મથી લઈને સ્વતંત્રતા આંદોલન સુધીની સફર
દાંડી યાત્રાની વિગત
સત્યાગ્રહ અને અહિંસા વિશે માહિતી
ગાંધીજીના જીવનના પ્રસંગો
⏰ સમય અને ટિકિટ
સમય: સવારે 10:30 થી સાંજે 5:00 સુધી
રજા: સામાન્ય રીતે સોમવાર બંધ
ટિકિટ: લગભગ ₹10
⭐ ખાસ વાત
દાંડીકુટીર માત્ર મ્યુઝિયમ નથી, પરંતુ એક અનુભવ (experience) છે — જ્યાં
તમને એવું લાગે કે તમે ગાંધીજીના સમયમાં જ જઈ ગયા છો.
Comments
Post a Comment