હનુમાન અંશ મુવી

 જ્યાંથી વિજ્ઞાનની સીમા સમાપ્ત થાય છે ત્યાંથી અધ્યાત્માની સીમા શરૂ થાય છે.આ પ્રચલિત વિધાન આપ સૌ જાણતા હશો.જો આ વિધાન આધારિત ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો હનુમાન અંશ ફિલ્મ જોઈ લેવી. મોબાઇલ,AI અને કમ્પ્યુટર વાપરીને આપણે વાસ્તવિક દુનિયા (રિયલ વર્લ્ડ) ને ભૂલીને લગભગ કાલ્પનિક દુનિયા(વર્ચ્યુઅલ વર્લ્ડ)માં પહોંચી ગયા છીએ અને સમાજનો એક મોટો વર્ગ (ઝેન G) એવો તૈયાર થઈ ગયો છે કે જે વર્ચ્યુઅલ વર્લ્ડને જ રીયલ વર્લ્ડ માને છે અને આવા લોકો માટે આધ્યાત્મિક વિજ્ઞાન કે આધ્યાત્મિક શાંતિ શું છે એ કલ્પના બહારનો વિષય થઈ જાય છે.

હકીકતમાં ભારત એ આધ્યાત્મિક જ્ઞાનની ખાણ છે પરંતુ આજે આપણે એવા વળાંક પર આવીને ઊભા છીએ કે અધ્યાત્મિકતા એટલે શું? એવો પ્રશ્ન જો કોઈને પૂછો તો બહુ ઓછા માણસો એના વિશે સંતોષકારક જવાબ આપી શકશે.


આવી વિપરીત પરિસ્થિતિમાં જો આધ્યાત્મિક જ્ઞાનનો સામાન્ય ચમકારો અનુભવવો હોય તો હનુમાન અંશ મુવી ખરેખર જોવા જેવી છે.સાથે સાથે શાહરૂખ ખાનો અને સલમાનખાનો વગર મુવી ન બની શકે અથવા અબજો રૂપિયા વગર મુવી ન બની શકે એ ધારણાઓનો પણ ડાયરેક્ટરે અંત લાવી દીધો છે.ખરેખર એ જ આધ્યાત્મિકતાની સાબિતી છે.


સૌને પ્રેમ ભર્યો આગ્રહ છે કે હનુમાન અંશ મુવી જોઈ લેવી અને આજની નવી પેઢીના સંતાનોને ખાસ બતાવવી.(જંતર મંતર fame)જેથી એમને આધ્યાત્મિક જ્ઞાન શું છે એનો સામાન્ય અંદાજ મળે.

*કર્દમ મોદી

પાટણ *

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ