ફૂલવારી કી નાલ પ્રવાસ
*ફૂલવારી કી નાલ પાનરવા*
*એક દિવસીય વનભ્રમણ*
ગઈકાલે એક દિવસના ટ્રેકિંગ માટે અમે ફૂલવાડી કી નાલ નામના અભ્યારણમાં પાન રવા નામના ગામે રાજસ્થાન ગયા હતા.અમે કુલ 22 મિત્રો હતા.અડધા મિત્રો પાટણથી આવેલા હતા અને અડધા મિત્રો ગાંધીનગરથી આવેલા હતા. ફૂલવાડી કી નાલ એ પાનરવા નામના ગામમાં આવેલું અભયારણ્ય કુદરતી વિસ્તાર છે.જે ઉડતી ખિસકોલી માટે પ્રખ્યાત છે.ત્યાં સાબરમતી નદી વહે છે.અરવલ્લીના ડુંગરો છે.હવે ફરવા લાયક સ્થળોની વાત કરીએ.
*રેસ્ટ હાઉસ*
અંગ્રેજોના વખતનું દોઢસો વર્ષ જૂનું બનાવેલું આ એક પ્રાચીન બાંધણી વાળું નાનું પણ સુંદર ગેસ્ટ હાઉસ છે.એમાં રહેવાનો આનંદ લેવા જેવો છે.જમવાની વ્યવસ્થા અહીં થઈ જાય છે. પરંતુ એડવાન્સ બુકિંગ કરાવવું ફરજિયાત છે.
*કલતારી ગુફા*
ગેસ્ટ હાઉસથી લગભગ દસ કિલોમીટર દૂર થોડે ઉંચે ડુંગર પર એક ચૂનાના પથ્થરોની ગુફા આવેલી છે.ત્યાં જોવા માટે જઈ શકાય છે.સમગ્ર રસ્તે બાજુમાં પાણીનું ઝરણું વહે છે જેની ધારે ધારે ઉપર ચડીને ગુફા સુધી જઈ શકાય છે.
*સન સેટ પોઇન્ટ*
રેસ્ટ હાઉસ થી 10 કિલોમીટર દૂર બીજી દિશામાં સનસેટ પોઇન્ટ આવેલો છે.ખૂબ ઊંચાઈ પર આવેલી આ જગ્યા પરથી આજુબાજુના વિસ્તારની રમણીયતા તેમજ સનસેટ જોઈ શકાય છે.
*સાબરમતી નદીમાં નાહવાની મજા*
અત્યારે આ સિઝનમાં ખાસ પાણી હોતું નથી.એટલે નાહવાની ખૂબ જ મજા આવે છે.અમે લગભગ બે કલાક જેવું નાહ્યા હતા. પાણીની અંદર જ ન્હાતા ન્હાતા જુદી જુદી વાતો પર દુનિયાભરની ચર્ચાઓ કરવાનો એક અનેરો આનંદ કાલે મળ્યો.નાતાનાતા પાણીની અંદર જ કોલ્ડ્રીંક પણ મંગાવ્યું હતું આ એક રોયલ અનુભવ હતો.નાતી વખતે આજુબાજુના જંગલનું સૌંદર્ય અનેરું લાગે છે.નાહ્યા પછી જેવા અમે બહાર આવ્યા કે તરત જ ત્યાં અમારા માટે ગરમાગરમ ચા અને ભજીયા તૈયાર હતા.
*એક વિશિષ્ટ અનુભવ*
નાહ્યા પછી બહાર આવીને અમે કપડાં બદલતા હતા.એ વખતે આકાશમાં થોડા છાંટા શરૂ થયા આકાશમાંથી વરસાદના છાંટા અમારા પર જ્યારે પડતા હતા ત્યારે સૂર્યના પ્રકાશનો એક એવો ખૂણો બનતો હતો કે જેનાથી આકાશમાંથી પડતા છાંટા બહુ જ ચળકતા લાગતા હતા.ઉપર જોઈએ તો એવું લાગતું હતું કે આકાશમાંથી અમારા ઉપર ચળકતા પથ્થરો ફેંકવામાં આવી રહ્યા છે.જીવનનો આ એક યાદગાર અનુભવ બની ગયો.જો કે એને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે ઉદયપુર આ જગ્યાએથી માત્ર 75 કિલોમીટર દૂર છે.જો કોઈની ઈચ્છા હોય તો ત્યાંથી ઉદયપુર પણ જઈ શકાય છે.જોકે આ પ્રવાસ માટે પોતાનું વાહન હોવું જરૂરી છે.અહીંયા પોતાના વાહન વગર જવાનું થોડું મુશ્કેલ બની જાય છે.
આમ આવા રોયલ અનુભવો સાથે આ પ્રવાસ કરવાની ખૂબ મજા આવી.પાટણના અમારા મિત્રોએ ખરેખર ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.અમને કોઈ જાતની તકલીફ પણ પડવા દીધી નહોતી.એટલે ખૂબ મજા આવી.
કર્દમ ભાઈ મોદી
પાટણ
ફૂલવારી કી નાલ પાનરવા
ફોન નંબર
9166452187
Comments
Post a Comment