મોબાઇલ
જે માબાપો અત્યાર સુધી પોતાના બાળકને મોબાઇલ આપીને હરખાતા હતા અને પોતાના બાળકને મોબાઈલનો સારો વૈજ્ઞાનિક માનતા હતા એ મા બાપો ને હવે પસ્તાવાના દિવસ શરૂ થઈ ગયા છે. બાળકો હવે આઠ દસ સેકન્ડથી વધારે કોઈપણ બાબત ઉપર ધ્યાન આપી શકતા નથી અત્યંત ચંચળ બની ગયા છે.સ્મૃતિ શક્તિ લગભગ નહિવત જેવી થઈ ગઈ છે.
જ્યારે વર્ગમત ભણાવવામાં આવે છે ત્યારે તે ઘડી પૂરતી બાળકને ખબર પડે છે પરંતુ એની ત્રણ મિનિટ પછી એમને કશું જ યાદ હોતું નથી જ્યારે બાળકો રમતા હોય છે ત્યારે એમને શિક્ષણ વિશે કશું જ ભાન હોતું નથી તેમ જ મનમાં યાદ રાખીને લાંબા સમય પછી પરીક્ષામાં લખવું એ હવે ધીમે ધીમે કલ્પનાતીત બનતું જણાય છે.સાથે સાથે નીતિ મૂલ્યોનો કન્સેપ્ટ પણ ખતમ જેવો થઈ ગયો છે શિક્ષકને માન આપવું,માતા પિતાને માન આપવું,સભ્યતા જાળવવી શાંતિ જાળવવી વગેરે બાબતો લગભગ ઘસાઈ જેવી ગઈ છે આમ શિક્ષકો માટે હવે ભણાવવાનું કામ અત્યંત કપરું બની રહ્યું છે સાથે સાથે બાળકોને શિક્ષા ન કરવી જેવા કાયદાઓ શિક્ષકોના હાથ બાંધી રહ્યા છે વળી નીચલા ધોરણોમાં બાળકોને ફરજિયાત પાસ કરી દેવામાં આવે છે આથી બાળકને ભણવાની કશી જરૂર નથી જણાતી તેમ જ શિક્ષકે કશું ભણાવવાની જરૂર નથી.આથી બંને પક્ષોને મજા પડે છે. પરંતુ ઉપલા ધોરણમાં એવી કોઈ પાસ થવાની જોગવાઈ નથી અથવા બોર્ડની પરીક્ષામાં ફરજિયાત પણે મહેનત કરીને જ પાસ થવું પડે છે આથી નીચલા ધોરણોમાં સરકારી રાહે પાસ થયેલા બાળકો 10 માં ધોરણ માં આવતા જ ફસાઈ જાય છે અથવા હેબતાઈ જાય છે અને યોગ્ય પરિણામ મેળવી શકતા નથી આવા બાળકોનો જીવન વિશેનો કોઈ દ્રષ્ટિકોણ પણ વિકસતો નથી જેના લીધે જીવનમાં પગ મુકતી વખતે તેમની હાલત કિમ કર્તવ્ય મૂઢ જેવી થઈ જાય છે સમગ્ર સમાજે આજના શાળામાં ભણતા બાળકોના ભવિષ્ય વિશે ગંભીરતાપૂર્વક વિચારણા કરવી રહી.
વર્તમાન સમયની વાત કરીએ તો માતા-પિતાઓ પોતે મોબાઈલો ચલાવવામાં વ્યસ્ત છે અને બાળકો ભગવાન ભરોસે ઉછરી રહ્યા છે કદાચ ઇતિહાસમાં બાળકોનો ખરાબમાં ખરાબ સમય અત્યારે ચાલી રહ્યો છે.છતા મા બાપે બાળકોની હાલત સંસ્કારની દ્રષ્ટિએ જોઈએ તો અનાથ બાળકો જેવી બની રહી છે.
કર્દમ ભાઈ મોદી
આચાર્ય
પી.પી પટેલ હાઇસ્કુલ
ચાણસ્મા
જિલ્લો પાટણ
Comments
Post a Comment