ગુલકંદી મૂવી

 ગુલકંદી - એક અજાણી અને અદભુત ગુજરાતી ફિલ્મ 


જ્યારે મારા હાથમાં ટિકિટ આવી ત્યારે મને મુવી નું નામ કે મુવી અંગે કોઈ બાબતની ખબર પણ ન હતી.પરંતુ જ્યારે નામનો અજાણ્યો એવું મુવી પ્રત્યક્ષ જોયું ત્યારે મોઢામાંથી વાહ ! એવો ઉદગાર નીકળી ગયો અને ગુજરાતીમાં પણ આટલી ઊંચાઈ વાળી ફિલ્મો બને છે એ જાણીને આશ્ચર્યની સાથે આનંદ પણ થયો.


કેન્સરની એક પેશન્ટ તેમજ મનોચિકિત્સક એવી ડોક્ટર ગુલકંધીને જીવનના માત્ર ત્રણ જ મહિના જીવવાના બાકી છે.ત્યારે તે એક એવા વ્યક્તિના પરિચયમાં આવે છે જે વ્યક્તિ આત્મહત્યા કરવા નીકળ્યો હોય છે. હકીકતમાં ગુલકંદી એ આત્મહત્યા કરનારા વ્યક્તિને સાજો કરવાનો હતો એના બદલે ગુલકંદીને જિંદગીના વમળોમાંથી બહાર કાઢવામાં આત્મહત્યા કરવા વાળો વ્યક્તિ મદદરૂપ બને છે હકીકતમાં બંને વ્યક્તિઓ અંદરખાને જીવનમાં નિરાશ થઈ ગયેલા છે પરંતુ સ્ટોરી એટલે સુંદર રીતે વણાઈ છે કે જોતા જ રહી જવાય છે અને બંને નિરાશ વ્યક્તિઓ એકબીજામાં આશાનો સંસાર કરે છે. ઓછા સમયમાં વધારે જિંદગી કેવી રીતે જીવવી એના સૂચનો પૂરી પાડતું આ મુવી ખરેખર સુંદર છે. સુપર સ્ટાર હોવું એના કરતાં પણ ઉચ્ચ કક્ષાના મનુષ્ય હોવું એ મોટી વાત છે એવું આ મુવીમાં સુંદર રીતે દર્શાવેલું છે.


વધુ લખવું અત્રે જરૂરી નથી લાગતો પરંતુ આનંદ મુવી જેવી ઊંચાઈ અને ઊંડાઈ ધરાવતી ગંભીર છતાં હળવાશ પણ ધરાવતી મુવી જોવાનું જો ગમતું હોય તો ગુલકંદી ફિલ્મ અવશ્ય જોઈએ.


ગુલકંદી ફિલ્મ ભોલેનાથ પ્રોડક્શન પાટણ દ્વારા બનાવવામાં આવી છે ત્યાંથી પાટણમાં લાઇબ્રેરી સાથે સંકળાયેલા 25 જેટલા 25 જેટલા વ્યક્તિઓનું ગ્રુપ બુકિંગ કરાવીને જોવાનું આયોજન પ્રો . આશુતોષ પાઠક દ્વારા આજ કરવામાં આવ્યું હતું.જેના અંતર્ગત અમને લાભ મળ્યો હતો અને એક સુંદર ગુજરાતી મુવી જોવા મળી.આપ સૌને પણ આ મુવી જોવા અનુરોધ છે.


કર્દમ ભાઈ મોદી

આચાર્ય

પી પી પટેલ હાઇસ્કુલ

ચાણસ્મા




ચાલ પૈસા પેદા કરીએ...


ચાલ પૈસા પેદા કરીએ. લઈને મુઠ્ઠી ધૂળ

ખોલી નાખીએ આપણે બંને, સેલ્ફફાઇનાન્સ સ્કૂલ


બાપની મારી જમીન છે. ને તારે મોટો ધંધો

એક સારો આચાર્ય શોધ જે, હોય બરાબર ખંઘો 


ગુણવત્તાવિહીન શિક્ષકોથી, આપશું સુંદર શિક્ષણ

ટકાવારી તો રમત દોસ્ત, આપશું કીડીને મણ


ભણ્યા પછી એ શું કરે. એ મા-બાપને જોવાનું

મોટી ફી લઈને આપણે બીજું છોકરું શોધવાનું


દ્રૌપદીના વસ્ત્રાહરણમાં, આપણે રહ્યા ના હાજર,

હાથ આવી છે સરસ્વતી. લૂંટજે બે હાથે બરાબર


એટલું સમજી લે મિત્ર મારા, જિંદગી મિલેગી ના દોબારા શિક્ષણના નામે બંધાય એટલા,બાંધી લે રૂપિયાના ભારા


કર્દમ ભાઈ મોદી

8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ