Posts

Showing posts from May, 2020

વૈષ્ણવજન તો તેને રે કહીએ...

Image
                            વૈષ્ણવજન તો તેને રે કહીએ... વૈષ્ણવજન તો તેને રે કહીએ જે,પ્લાસ્ટિકનો વપરાશ ટાળે રે પરદુઃખે  ઉપકાર  ગણાશે  જો ,  મનથી  એને  ત્યાગે  રે પ્લાસ્ટિકના પ્રદુષણથી જીવન,નાશ થવાને આરે રે જીવસૃષ્ટિને વણહથિયારે એ,  પલભરમાં તો મારે રે  જોતજોતામાં દુનિયા આખી,પ્લાસ્ટિકથી ઉભરાઈ ગઈ પ્લાસ્ટિક આજે ચાર ચાર આંટા, દુનિયા  ફરતે  મારે  રે  બાળો તો એ ઝેરી બને છે, દાટો તો યે  નાશ  ન થાય  કરશો  શું  આ  દૈત્યનું  તો,  કેન્સરને   એ      લાવે    રે  ગાયોના  પેટમાં  જઈને  એ,  ગાયોને   તો  મારે  છે  દરિયાની માછલીઓને પણ, કોઈ દિ ક્યાં એ છોડે રે  ધરતીને   ઉજ્જડ   કરીને,  ઉગતી  એને  રોકી   છે પ્લાસ્ટિકની જાજમની નીચે,ઘાસ જરી ના ઊગે રે  સઘળે  ...

બેન્જામિન ફ્રેન્કલિન

Image
                                બેન્જામિન ફ્રેન્કલિન બેન્જામિન ફ્રેન્કલિન એ અમેરિકન મહાપુરુષ નહીં પણ અમેરિકન મહાત્મા હતા,એવું એમનું જીવન ચરિત્ર વાંચ્યા પછી લાગ્યા વિના રહેતું નથી.માતા-પિતા ચર્ચમાં પાદરી હોવાને લીધે વ્યક્તિત્વમાં ઇસુનો પ્રેમ છલકતો હતો. જેનાથી તેઓ અમેરિકાના તમામ ખ્રિસ્તી સમુદાયના લાડલા બની ગયા હતા. ભારતના રાષ્ટ્રપિતા જેમ ગાંધીજી છે અને પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા છે તેમ અમેરિકાના રાષ્ટ્રપતિ બેન્જામિન ફ્રેન્કલિન ગણાય છે. ઘણા લોકો તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ગણે છે પરંતુ તેઓ અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓ કરતા વધારે લોકપ્રિય હતા અને પ્રજાનો અઢળક પ્રેમ તેમને પ્રાપ્ત થયો છે.એવું તેમના લખાણો પુસ્તકો અને ઠેર-ઠેર લગાડવામાં આવેલા બાવલા પરથી પ્રતિપાદિત થાય છે ઇંગ્લેન્ડના સામાન્ય કુટુંબમાં જન્મ(1705). ત્યારબાદ નાની ઉંમરે(17) પરતંત્ર અમેરિકામાં પ્રસ્થાન ભાઇના પ્રેસ માં જોડાયા સાથે સંઘર્ષ થયો.ત્યાંથી ગયા, રખડ્યા, ફરી પ્...

સપના જો ચાહો જાયે

Image
સપના જો ચાહો જાયે સપના જો ચાહો જાયે મૂળ લેખક: મહેન્દ્ર ચોટલિયા અનુવાદ: કર્દમ  મોદી.પાટણ તમે એલિયાસ હોવેના નામથી પરિચીત છો? ભલે કશો વાંધો નહીં તમે તમારા શર્ટ પેન્ટ ને સ્પર્શ કરો અને આપનો આભાર સાહેબ એવું હ્રદયથી કહો.કારણ કે આ એ વ્યક્તિ છે કે જેમણે સીવવાનો સંચો શોધ્યો.એ મશીન કે જે તમારા વસ્ત્રોને લાંબા સમય સુધી સાચવી રાખે છે,ટકાવી રાખે છે.આ એક સપના દ્વારા શક્ય બન્યું જ્યારે alias આ મશીન શોધવાની મથામણ કરતા હતા, ત્યારે તે મુશ્કેલીમાં આવી પડ્યા હતા તેમને એક વિશિષ્ટ પ્રકારની સોયની આવશ્યકતા હતી જે તેમના મશીનની શોધ ને સંપૂર્ણ બનાવે પણ તેમને થયું કે તે ભેરવાઇ પડયા છે અને તેમણે આ પ્રોજેક્ટ છોડી દેવો પડશે એક રાત્રે તેમને ભયંકર સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેમને દેખાયું કે કેટલાક નરભક્ષી લોકો તપેલામાં કંઈ ઉકાળી રહ્યા હતા અને ભાલા વડે મારી રહ્યા હતા એલિયાસે જોયું કે તે ભાલાની અણી પર કાણું હતું. તે ગભરાયા પરંતુ બીજી જ ક્ષણે તે યુરેકા એટલે કે જડી ગયું કહીને પથારી માં થી કૂદ્યા.તેમના સપનાએ તેમને પ્રશ્નનો જવાબ આપી દીધો હતો અને એલિયાસને જણાયું કે સોયની અણી પર કાણું પાડવાની જરૂર હતી. હે ય...

A habit of going extra mile.Book review

Image
                   A habit of going extra mile A habit of going extra mile લેખક: ડોક્ટર જીતેન્દ્ર અઢિયા રુદ્ર publication જીવન પરિવર્તન વિશેની ટેકનિકો બતાવતું આ એક નાનકડું અને સુંદર પુસ્તક છે.આજકાલ લોકો જ્યારે વાંચનવિમુખ બન્યા છે ત્યારે આ નાનકડું પુસ્તક એક આશાનું કિરણ છે.કદી ન વાંચનારા લોકો પણ શક્ય છે કે નાનકડા પુસ્તકથી આકર્ષાય. લેખક કહે છે સવારથી માંડીને રાત્રે નિદ્રા સુધીનું બધું આપણે આદતવશ કરીએ છીએ.પરંતુ આપણે આ બાબત જાણતા કે સમજતા નથી.વળી લાંબો સમય એકની એક ક્રિયા યાંત્રિક રીતે કરવાથી આપણી આદતો ખૂબ ઊંડા મૂળિયા નાખી દે છે.પરિણામે આપણે કશું નવું કરી શકતા નથી.સિવાય કે આદતોનું પુનરાવર્તન.આદતો પ્રત્યેના દંભને લીધે એક તબક્કે આપણને જીવન પરિવર્તનની વાતો પણ નથી ગમતી. માણસના મૂળભૂત હકો છે પૈસો, કામવાસના, પ્રતિષ્ઠા, પ્રશંસા અને પ્રેમ.આ છ આદતો જ માણસને દોડાવ્યા કરે છે.આ દોડ અને આદતો માંથી મુક્ત થવાનો એક જ રાજમાર્ગ છે habit of extra mile અર્થાત થોડું વધારે કામ કરવાની ટેવ.સુરતને સ્વચ્છ બનાવનાર કમિશ્નર રાવ, અમદાવાદ કે રાજકોટને સ્વચ્છ ...

મન મારૂ તો માને ના

Image
                મન મારૂ તો માને ના મન મારૂ તો માને ના, વહેતી  જોઈ  સરિતા સર્જનહારની લીલા કેરી,સ્કૂટર પરની કવિતા માર્ગો કેવા અટપટાને પાછા ઉબડખાબડ પણ મુસ્કુરાહટ નો મંત્ર આપતી,સ્કૂટી પરની કવિતા. ગતિ તો છે પર્યાય એનો,પ્રગતિ તો પારાવાર સંઘર્ષોમાં આગળ વધતી,સ્કૂટી પરની કવિતા  જોનારા તો જોતા રહેને કહેનારાઓ કહેતા,  ઇર્ષાળુને આશીર્વાદતી,સ્કૂટી પરની કવિતા. સૌંદર્યના સાગર સાથે,અઢી અક્ષર રેલાવતી, ક્ષણવારમાં શ્રાવણ બનતી,સ્કૂટી પરની કવિતા. કર્દમ મોદી, પાટણ

યે ક્યા હો રહા હૈ

Image
યે  ક્યા  હો    રહા   હૈ  યે  ક્યા  હો    રહા   હૈ આસમાન  રો રહા હૈ જમી  પર  ભીડ હે  મગર ઇન્સાન   ખો    રહા       હૈ બચ્ચોંકી ચીખેં ક્યોં ઇતની ભગવાન   ક્યા સો  રહા  હૈ આદમીકો ખુશ કરતે કરતે દર્દ   જમીં કો   હો   રહા    હૈ મોહબ્બતકી જગહ આ ગઇ નફરતેં જહરીલે  બીજ  કૌન   બો     રહા   હૈ ગરમીઓમેં આયે બારીશ કેસે યે   તો   આસમાન   રો   રહા હૈ  યે   ક્યા  હો  રહા   હૈ  આસમાન રો રહા હૈ કર્દમ  મોદી, પાટણ.                   

લાશેં રહ ગઇ

Image
                  લાશેં રહ ગઇ

ભાર વિનાનું ભણતર

Image
ભાર વિનાનું ભણતર ભાર વિનાનું ભણતર કે ભણતર  વિનાનો  ભાર દૂર કરી શિક્ષા તમે પણ કેમ જીરવવો ગેબી માર કૃષ્ણએ ઉંચક્યો ગોવર્ધન અને રામે તો  શિવ ધનુષ ધનુષ બનુષ તો  ઠીક  છે પણ   દફતરનું  ના  પૂછ  સા વિદ્યા યા વિમુક્તયે પણ  મુક્તિનું  ના   છિંડુ બાર વર્ષના ભણતર પછી ગણતરમાં        તો      મીંડુ ભણતર છે કે બાળમજૂરી એ  જ  કદી   ના સમજાતું ભણતું કોણ વાલી કે બાળ એ   જ  કદિ    ના પરખાતું તાર્યો  તમે ગજરાજને પ્રહલાદ ઉગાર્યો આપે હું  ય ક્યાં  ઓછો  દુઃખી લેશન   ટ્યુશનના  પાપે કર્દમ  મોદી, પાટણ

પ્રેમની જ્યારે શરૂઆત થશે

Image
પ્રેમની જ્યારે શરૂઆત થશે પ્રેમની જ્યારે શરૂઆત થશે આનંદની  બધે  ખેરાત  થશે ફૂલો બાગમાં ત્યારે નહીં હોય, ફૂલોની  નીકળી બારાત   હશે, યુગોથી હતી જે ક્ષણની પ્રતીક્ષા, તેની  સમયથી  મુલાકાત  હશે. ખુશીઓને જ શ્વસજો પછી તમે, નફરતની   હવા બાકાત    થશે. સાધના કરો હવે પ્રેમની માત્ર હવે પછીની એ જ  તાકાત હશે. કર્દમ  મોદી, પાટણ.

અલ્યા ભણ નહીતો રહી જઇશ

Image
                  અલ્યા ભણ નહીતો રહી જઇશ                    દુનિયા જીવશે પણ તું મરી જઈશ વસંત આવે કે વરસાદ આવે,બારી બહાર નહીં જોવાનું કોયલ બોલે કે પતંગિયા ઉડે,   તારે  એ  નહીં     જોવાનું                    વગર પાણીએ ડૂબી જઇશ                    ભણ નહિતો રહી જઈશ લગ્ન હોય કે ભજન હોય,તારે તો લેસન જ કરવાનું રિશેષ હોય કે રજા હોય, ગમે  તેમ  નહીં      ફરવાનું                     મોટો થઈને પછી શું ખઇશ,           ...

એન ફ્રેન્કની ડાયરી

Image
                                          એન ફ્રેન્કની ડાયરી  અનુવાદક કાંતિ પટેલ બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિના આધાર પર લખાયેલી આ એક ચૌદ વર્ષની છોકરીની ડાયરી છે.ડાયરી એ મોટાપાયે વણખેડાયેલો  સાહિત્યપ્રકાર છે. આપણે ત્યાં કદાચ નહિવત. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો સરમુખત્યાર હિટલર  એ તેનો મુખ્ય નાયક હતો અને પોતાના દેશની બે પ્રજા જર્મન અને યહૂદી.યહૂદીઓ માટે એને જુદા જુદા કારણસર નફરત હતી.આથી તે યહૂદીઓને શોધી-શોધીને મારતો હતો.એણે આશરે ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી હતી.આ ત્રાસથી બચવા માટે ઘણા યહૂદીઓ સંતાઈ જતાં હતા.  આથી એન ફ્રેન્કનું કુટુંબ પણ એક મકાનની મોટી ઓફિસના ભંડકિયામાં આશરે અઢી વર્ષ છુપાયેલું રહ્યું હતું.દરમિયાન તેમણે સૂર્યોદય પણ ભાગ્યેજ જોયો હતો.દરમ્યાન એન ફેંકે ખુબ વાંચ્યું અને ડાયરી લખી. જોકે એક ઘડી આવી પહોંચી કે એમની ઓફીસના જ એક ગદ્દારે કુલ ૧૨ પાઉન્ડમાં આ ફેમિલીની જાણ સરકારને કરી દીધી. પોલીસ આવી બધાને પકડી ગઈ.બધાને જુદા જુદા કેમ્પોમાં રાખ્યા. જ્યાં કેમ્પમાં હ...

ડાયરી લેખન

Image
                                ડાયરી લેખન ઘણા લોકો એવું માને છે કે લેખક હોય એ જ લખી શકે.પરંતુ એવું નથી. હું માનું છું કે જે માણસ લખવા ધારે તે બધા જ લખી શકે છે.આપણે ત્યાં લખવાનો રિવાજ કે કલ્ચર નથી.એટલે આપણી આસપાસ કોઈ લખતું નથી.માટે આપણે પોતે લખતા નથી.લખવાની વાત આવે એટલે બધાને એવું લાગે કે એ તો પન્નાલાલ પટેલ કે ધૂમકેતુ લખી શકે આપણું કામ નહીં.પરંતુ એવું નથી.એ ખોટી માન્યતા છે. એ વાતમાં કોઈ શંકા નથી કે પ્રથમ દિવસે કોઇપણ વ્યક્તિ પન્નાલાલપટેલ જેવી વાર્તાઓ લખી ન શકે. પણ સાહિત્યનો એક પ્રકાર એવો છે કે જે બધા ખેડી શકે છે.એ પ્રકાર એટલે ડાયરી.તમને દિવસ દરમિયાન જે બાબત વિશે જે વિચાર આવે તે તમે બોલવાને બદલે લખો અથવા બોલો પણ લખો જરૂર.કારણ કે આપણા જેવા સામાન્ય માણસોની વાતોમાંથી ઘણી વખત સારા મુદ્દાઓ(પોઇન્ટ્સ) નીકળતા હોય છે.પરંતુ આપણે લખતા નથી.માટે પોઇન્ટ ભુલાઈ જાય છે.જો કે નહી લખવાનું મુખ્ય કારણ એ જ છે કે આપણે ત્યાં બોલવાનો કે વાતો કરવાનો રિવાજ  છે અને એનો હેતુ માત્ર ટાઇમપાસ હોય છે.  બોલવામાં કશી સાબિતી આપવ...

ફિલ્મ : હવા હવાઈ : એક અવલોકન

Image
                                   ફિલ્મ : હવા હવાઈ : એક અવલોકન અમોલ ગુપ્તાની ફિલ્મ  હવા હવાઈ બીજી વાર જોઈ.નામ વાંચીને કોઈને લાગે કે વિમાન પર હશે. પરંતુ હકીકતમાં સ્કેટિંગના બૂટ વિશે છે. સ્કેટિંગના બુટ નું નામ હવા હવાઈ  રાખવામાં આવે છે.  વાર્તામાં પાંચ  મજુર કક્ષાના પાંચ  બાળકો છે.કોઈ ગજરા વેચે છે. કોઈ ભંગાર  વીણે છે, તો કોઈ ગેરેજમાં કામ કરે છે તો કોઈ ચાની કીટલી પર કામ કરે છે. હવે ચાની કીટલી પર કામ કરતો રાજુ નામનો છોકરો તેની કિટલી સામે રોજ રાત્રે ચાલતી સ્કેટિંગ રિંગ જુએ છે.ધનવાનોના બાળકો ત્યાં આવે છે અને સ્કેટિંગ કરતાં એમને જુએ છે.એ જોઈને રાજુને સ્કેટિંગ કરવાની ઈચ્છા થાય છે. પણ પૈસા ક્યાંથી લાવવા? તે બધા મિત્રોને વાત કરે છે.બધા ભેગા થઈને નક્કી કરે છે કે આપણે ભંગારના ઢગલા માંથી જાતે સ્કેટ્સ બનાવીશું અને એ લોકો મંડી પડે છે અને બનાવે છે પણ ખરા.અને એ ભાગ જ મને સુપર લાગ્યો કે સ્કેટ્સ કે જે રૂપિયા 25,000ના આવે છે.એ પણ બાળકો ભંગારમાંથી બનાવે છે. એ ખરેખર જોવા જેવ...

કોરોનાની કમાલ

Image
કોરોનાની કમાલ ગઈકાલે whatsapp માં હરિદ્વારનો lockdown સમયનો એટલે કે હાલના કોના કાળનો વિડીયો જોયો કોરોનાને લીધે કારખાના ફેક્ટરીઓ વગેરે બંધ થઈ જવાથી નદીઓના પાણી ખરેખર નિર્મળ બની ગયા છે.આ જ હરિદ્વારમાં લગભગ 2007માં મેં સ્નાન કરેલું છે. તદ્દન ડહોળું અને પ્રદૂષિત પાણી હતું. તેના તળિયે જુઓ તો કશું જ ન દેખાય. અને નહાવાનું કારણ પણ માત્ર ને માત્ર ગંગા નદી પ્રત્યેની આસ્થાને લીધે.બાકીનાનહાવું પણ ન ગમે. એના બદલે હાલ નદીનું પાણી એટલું સુંદર અને નિર્મળ બની ગયું છે કે વીડિયોમાં જોયેલું દ્રશ્ય હોવા છતાં મન પર એક પ્રભાવ પાડી ગયું. નદીનું પાણી જેમ ખેતરના પિયતનું પાણી નીકળતું હોય એવું સુંદર લાગતું હતું.કોરોના એ ભયંકર વાયરસ છે એની ના નથી.પરંતુ આ તો કોઈનું દુઃખ એ કોઈનું સુખ એના જેવું છે.એ મનુષ્ય માટે દુખ  છે તો પ્રકૃતિ માટે સુખ બની ગયું છે. પ્રકૃતિ અત્યારે પ્રદૂષણ મુક્ત બનીને જાણે નવોઢા બની ગઈ છે. સ્વચ્છ આકાશ, નિર્મળ જળ, શુદ્ધ હવા એ કદાચ કોરોના નામના રાક્ષસે મનુષ્યને આપેલી સુંદરતા ભેટ છે અને એની જ તો આપણને શોધ હતી. કર્દમ મોદી નિર્મલનગર પાટણ. 82380 58094 :

અંગદનો પગ:હરેશ ધોળકિયા

Image
                                અંગદનો પગ હરેશ ધોળકિયા લિખિત અંગદનો પગ નવલકથા આજે બીજી વખત વાંચી.લગભગ 10 વર્ષ પૂર્વે વાંચી હતી. ત્યારબાદ ઘણા લોકોની આગળ આ પુસ્તકનો પ્રચાર પણ કર્યો હતો અને એ ખુબ સારી ચોપડી છે એવી છાપ મનમાં હોવાને લીધે હાલમાં બીજી વખત વાંચી.પુસ્તક આ હેતુથી જ ખરીદવા પડે છે કે ઇચ્છા થાય ત્યારે વાંચી શકાય અથવા કોઈને આપી શકાય પુસ્તક પાસે હોવાની એક મજા છે. અંગદનો પગ નવલકથામાં મુખ્ય ત્રણ જ પાત્ર છે.સ્વરૂપ ડાયરીનું છે. આથી તદ્દન જુદી ભાત પાડનારું પુસ્તક છે.શહેરની એક શાળાના બે શિક્ષકો છે દવે સાહેબ અને શાહ સાહેબ તથા  શાળાનો  એમનો વિદ્યાર્થી છે કિશોર.દવે  સાહેબ અને શાહ સાહેબ  બન્ને ટેલેન્ટેડ, સક્ષમ અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે.પરંતુ શાહ સાહેબ આધ્યાત્મિક પાયાવાળા માણસ છે. આથી જીવનમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો રાખે છે, ખૂબ કામ કરે છે અને વિદ્યાર્થીઓને નિર્વ્યાજ પ્રેમ આપે છે.સાથે જીવનલક્ષી શિક્ષણ આપે છે.જ્યારે દવે સાહેબ ખૂબ જ ઈર્ષાળુ અને અદેખાઈ વાળા છે.બહારથી મિત્ર પણ અંદરથી શાહ સાહેબના ...

સર્જનશીલતા

Image
                                    સર્જનશીલતા  ક્રિએટિવિટી એ કેટલો મહાન શબ્દ છે. એ કઈ રીતે સમજાવવો. એનો ગુજરાતી અર્થ થાય છે સર્જનશીલતા. મતલબ કે કશુંક નવું કામ, કશું પ્રાપ્ત કરવું ,શીખવું ,બનાવવું, વાંચવું,લખવું, જોવું .પણ  આ બધી એવી બાબત હોવી જોઈએ કે તમને થાય કે આજે મારી અંદર અમુક બાબત ઉમેરાઇ.  કાલ કરતા આજે હું કંઈક નવું શીખ્યો.આ માટે તમારે પિકાસો ,માઈકલ એન્જેલો કે પાયથાગોરસ કે ટાગોર હોવાની જરૂર જ નથી .એક નવી કવિતા વાંચો ,એક નવો પ્રયોગ કરો, એક નવું સાધન બનાવો એ બધી ક્રિયેટીવીટી જ છે.આ ખરેખર સરળ છે.  જેમ  દરેક વેપારી  રાત્રે સૂતી વખતે વિચારે છે કે આજે હું કેટલું કમાયો. ધારો કે 100 રૂપિયા કમાશે તો  તેને થશે કે આજનો ખાધાખોરાકીનો ખર્ચ તો નીકળી ગયો. કારણકે ખાધાખોરાકીનો ખર્ચે મૂળભૂત ખર્ચ  ગણાય.  સર સલામત તો પગડી હજાર. એવી રીતે આપણે પણ રોજ વિચારવું જોઈએ કે આજે મેં શું ક્રિએટિવ  કર્યું અને આવું વિચારવાથી મન એ દિશામાં કાર્યાન્વિત થાય છે. આથી તરત જ રસ્ત...

ગણિતના વીડિયોની એક તકલીફ

Image
વહાલા મિત્રો, ગણિતના વીડિયોની એક તકલીફ :  આ વાત સમજાવવા માટે મારે મુલ્લાં નસરુદ્દીન ની વાત કરવી પડશે.  એક વખત મુલ્લાં નસરુદ્દીન એમના મિત્ર સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા મુલ્લાને થયું ચાલો ઘણા દિવસથી કંટાળ્યા છીએ એના કરતાં ફિલ્મ  જોઈએ અને એ પણ ભાઈબંધ બતાવે છે તો વાંધો શું છે.અઢીસો રૂપિયાની ટીકીટ લઇને મુલ્લા થિએટરમાં પ્રવેશ્યા ત્યારે ફિલ્મ જે ચાલુ થયું તેનું નામ હતું ભક્ત નરસિંહ મહેતા અને મુલ્લા થિયેટરમાંથી બહાર દોડ્યા પાછળ ને પાછળ એમનો મિત્ર આવ્યો અને મિત્રે પૂછ્યું કે તમે કેમ દોડો છો એટલે મુલ્લાએ કહ્યું કે અઢીસો રૂપિયા ખર્ચીને નરસિંહ મહેતાની ફિલ્મ જોવાની હોય તો એના કરતા ખુશ થવા માટે બહાર પાંચ રૂપિયા નો બરફ ગોળો લારીમાં મળે જ છે એ ના ખાઈએ?  એવી રીતે ગણિતના વીડિયોની તકલીફ એ છે કે વાલીઓને ગણિત ભણવાનું નથી માટે વાલીઓ ગણિતના વિડીયો જુએ નહી અને બાળકોને જો મોબાઇલમાં ગણિતના વિડીયો જ જોવાના હોય તો પછી એના કરતા તો બહાર જઈને રમવું વધારે સારું.  વાલીઓને ગણિતની જરુર નથી માટે ગણિત ના વિડીયો જોતા નથી બાળકોને ગણિત ની  નફરત હોય છે માટે બાળકો ગણિતના વિડીયો જોતા ન...

રામાયણ સીરિયલ પૂરી થયા પછીના મારા વિચારો:

Image
રામાયણ સીરિયલ પૂરી થયા પછીના મારા વિચારો:  ગઈ કાલે રાત્રે 11વાગે રામાયણનો ઉત્તરકાંડ પૂરો થયો. સિરીયલ ત્રીજી વખત જોઈ. મને એના અનુભવો વિષે લખવા શબ્દો નથી મળતા. પરંતુ એટલું કહું છું કે 11:00 વાગે રામાયણ પૂરી થયા પછી મેં રાત્રે સાડા અગિયારથી બાર વાગ્યા સુધી મારા પપ્પા જોડે રામાયણની વાત કરી. વાલ્મીકિએ અસલ રામાયણ સંસ્કૃતમાં આઠ હજાર વર્ષોપૂર્વે લખી અને ગોસ્વામી તુલસીદાસે આશરે 600 વર્ષ પૂર્વે 90 વર્ષની ઉંમરે લખી.કહેવાય છે એ ભારતીય સંસ્કૃતિ પર રામાયણ નો પ્રભાવ છે પરંતુ આ વાત સમજવા માટે રામાયણ જોવી કે વાંચવી જરૂરી છે. મેં ચક્રવર્તી રાજગોપાલાચારીની આખી રામાયણ હિન્દીમાં વાંચેલ છે અદભૂત રામાયણ છે. સીતા માતા જ્યારે જમીનમાં સમાય છે, તે અડધા કલાકના એપિસોડ માં વાલ્મીકીની સસાહિત્યિક કલમની પરાકાષ્ઠા અનુભવી.આટલી લાંબી રામાયણની કથા આમ સીધી લીટી જેવી લાગતી હતી. પરંતુ સીતાના ભૂમિ પ્રવેશ વખતે વખતના અડધા કલાકમાં લાગ્યું કે ખરેખર રામાયણ એ મહાકાવ્ય ગણવું પડે અને રામાનંદ સાગરે રામાયણ બનાવીને આપણા બધાના પર ઉપકાર કર્યો છે. આજે  ઉંમર પ્રમાણેની સમજણ અનુસાર મેં સીરીયલ ખૂબ ધ્યાનથી જોઈ તો મને ખરેખર આ વ...