ગણિતના વીડિયોની એક તકલીફ
વહાલા મિત્રો,
ગણિતના વીડિયોની એક તકલીફ :
આ વાત સમજાવવા માટે મારે મુલ્લાં નસરુદ્દીન ની વાત કરવી પડશે.
એક વખત મુલ્લાં નસરુદ્દીન એમના મિત્ર સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા મુલ્લાને થયું ચાલો ઘણા દિવસથી કંટાળ્યા છીએ એના કરતાં ફિલ્મ જોઈએ અને એ પણ ભાઈબંધ બતાવે છે તો વાંધો શું છે.અઢીસો રૂપિયાની ટીકીટ લઇને મુલ્લા થિએટરમાં પ્રવેશ્યા ત્યારે ફિલ્મ જે ચાલુ થયું તેનું નામ હતું ભક્ત નરસિંહ મહેતા અને મુલ્લા થિયેટરમાંથી બહાર દોડ્યા પાછળ ને પાછળ એમનો મિત્ર આવ્યો અને મિત્રે પૂછ્યું કે તમે કેમ દોડો છો એટલે મુલ્લાએ કહ્યું કે અઢીસો રૂપિયા ખર્ચીને નરસિંહ મહેતાની ફિલ્મ જોવાની હોય તો એના કરતા ખુશ થવા માટે બહાર પાંચ રૂપિયા નો બરફ ગોળો લારીમાં મળે જ છે એ ના ખાઈએ?
એવી રીતે ગણિતના વીડિયોની તકલીફ એ છે કે વાલીઓને ગણિત ભણવાનું નથી માટે વાલીઓ ગણિતના વિડીયો જુએ નહી અને બાળકોને જો મોબાઇલમાં ગણિતના વિડીયો જ જોવાના હોય તો પછી એના કરતા તો બહાર જઈને રમવું વધારે સારું.
વાલીઓને ગણિતની જરુર નથી માટે ગણિત ના વિડીયો જોતા નથી બાળકોને ગણિત ની નફરત હોય છે માટે બાળકો ગણિતના વિડીયો જોતા નથી. આમ બંને કેસમાં ગણિત ના વિડીયો જોનારની સંખ્યા ભયજનક રીતે ઘટી જતી હોય છે પરંતુ આપણા વિડીયોની ખાસિયત એ છે કે પાયાની વાતો કરેલી છે અને તમામ વિડિયો એટલા બધા નાના બનાવેલા છે તે બાળકને આળસ આવે એ પહેલા વિડીયો પૂરો થઈ ગયો હોય.
આભાર
કર્દમ મોદી પાટણ
M.Sc. ,M.Ed.Mathematics

Comments
Post a Comment