કોરોનાની કમાલ

કોરોનાની કમાલ

ગઈકાલે whatsapp માં હરિદ્વારનો lockdown સમયનો એટલે કે હાલના કોના કાળનો વિડીયો જોયો કોરોનાને લીધે કારખાના ફેક્ટરીઓ વગેરે બંધ થઈ જવાથી નદીઓના પાણી ખરેખર નિર્મળ બની ગયા છે.આ જ હરિદ્વારમાં લગભગ 2007માં મેં સ્નાન કરેલું છે. તદ્દન ડહોળું અને પ્રદૂષિત પાણી હતું. તેના તળિયે જુઓ તો કશું જ ન દેખાય. અને નહાવાનું કારણ પણ માત્ર ને માત્ર ગંગા નદી પ્રત્યેની આસ્થાને લીધે.બાકીનાનહાવું પણ ન ગમે.

એના બદલે હાલ નદીનું પાણી એટલું સુંદર અને નિર્મળ બની ગયું છે કે વીડિયોમાં જોયેલું દ્રશ્ય હોવા છતાં મન પર એક પ્રભાવ પાડી ગયું. નદીનું પાણી જેમ ખેતરના પિયતનું પાણી નીકળતું હોય એવું સુંદર લાગતું હતું.કોરોના એ ભયંકર વાયરસ છે એની ના નથી.પરંતુ આ તો કોઈનું દુઃખ એ કોઈનું સુખ એના જેવું છે.એ મનુષ્ય માટે દુખ  છે તો પ્રકૃતિ માટે સુખ બની ગયું છે. પ્રકૃતિ અત્યારે પ્રદૂષણ મુક્ત બનીને જાણે નવોઢા બની ગઈ છે. સ્વચ્છ આકાશ, નિર્મળ જળ, શુદ્ધ હવા એ કદાચ કોરોના નામના રાક્ષસે મનુષ્યને આપેલી સુંદરતા ભેટ છે અને એની જ તો આપણને શોધ હતી.

કર્દમ મોદી
નિર્મલનગર
પાટણ.
82380 58094
:

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા