ભાર વિનાનું ભણતર


ભાર વિનાનું ભણતર


ભાર વિનાનું ભણતર કે
ભણતર  વિનાનો  ભાર
દૂર કરી શિક્ષા તમે પણ
કેમ જીરવવો ગેબી માર

કૃષ્ણએ ઉંચક્યો ગોવર્ધન
અને રામે તો  શિવ ધનુષ
ધનુષ બનુષ તો  ઠીક  છે
પણ   દફતરનું  ના  પૂછ

 સા વિદ્યા યા વિમુક્તયે
પણ  મુક્તિનું  ના   છિંડુ
બાર વર્ષના ભણતર પછી
ગણતરમાં        તો      મીંડુ

ભણતર છે કે બાળમજૂરી
એ  જ  કદી   ના સમજાતું
ભણતું કોણ વાલી કે બાળ
એ   જ  કદિ    ના પરખાતું

તાર્યો  તમે ગજરાજને
પ્રહલાદ ઉગાર્યો આપે
હું  ય ક્યાં  ઓછો  દુઃખી
લેશન   ટ્યુશનના  પાપે

કર્દમ  મોદી,
પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા