A habit of going extra mile.Book review





                   A habit of going extra mile


A habit of going extra mile
લેખક: ડોક્ટર જીતેન્દ્ર અઢિયા
રુદ્ર publication

જીવન પરિવર્તન વિશેની ટેકનિકો બતાવતું આ એક નાનકડું અને સુંદર પુસ્તક છે.આજકાલ લોકો જ્યારે વાંચનવિમુખ બન્યા છે ત્યારે આ નાનકડું પુસ્તક એક આશાનું કિરણ છે.કદી ન વાંચનારા લોકો પણ શક્ય છે કે નાનકડા પુસ્તકથી આકર્ષાય.

લેખક કહે છે સવારથી માંડીને રાત્રે નિદ્રા સુધીનું બધું આપણે આદતવશ કરીએ છીએ.પરંતુ આપણે આ બાબત જાણતા કે સમજતા નથી.વળી લાંબો સમય એકની એક ક્રિયા યાંત્રિક રીતે કરવાથી આપણી આદતો ખૂબ ઊંડા મૂળિયા નાખી દે છે.પરિણામે આપણે કશું નવું કરી શકતા નથી.સિવાય કે આદતોનું પુનરાવર્તન.આદતો પ્રત્યેના દંભને લીધે એક તબક્કે આપણને જીવન પરિવર્તનની વાતો પણ નથી ગમતી.

માણસના મૂળભૂત હકો છે પૈસો, કામવાસના, પ્રતિષ્ઠા, પ્રશંસા અને પ્રેમ.આ છ આદતો જ માણસને દોડાવ્યા કરે છે.આ દોડ અને આદતો માંથી મુક્ત થવાનો એક જ રાજમાર્ગ છે habit of extra mile અર્થાત થોડું વધારે કામ કરવાની ટેવ.સુરતને સ્વચ્છ બનાવનાર કમિશ્નર રાવ, અમદાવાદ કે રાજકોટને સ્વચ્છ કરનાર અધિકારીઓ કે દિલ્હીની તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ કિરણ બેદીના શ્રેષ્ઠ ઉદાહરણો આપણી નજર સામે જ છે.આ લોકોએ વધુ કામ કરીને જ નામ કર્યું છે. તમારે પણ નામ કરવું હોય તો વધુ કામ કરો કોઈની ખુશામત કે ચાંપલૂસી કરવાની કશી જરૂર નથી.

આ પુસ્તકની મને સૌથી ગમી ગઈ હોય એવી બાબત હોય તો ચોથું પ્રકરણ કુદરતને પણ એક્સ્ટ્રા માઇલની આદત છે એ વાત.તમે એક દાણો વાવો છો, અને એમાંથી સો દાણા થાય છે.તમને જોઈએ તેનાથી વધારે ઓકસીજન તમને કુદરત નથી આપતી? કે તમને જોઈએ તેનાથી વધારે પ્રકાશ કે પાણી કે લાકડું કુદરત નથી આપતી? આમ કુદરત તો એક્સ્ટ્રા માઇલની થિયરી પર જ ચાલે છે.આપણે જ આ બાબત નથી કરતા.

આ એકસ્ટ્રા માઈલની આદતથી સંસ્થામાં તમારી અનિવાર્યતા વધે છે. આ આદતથી પ્રમોશન પણ થશે.આવડત પણ વધશે લીડર પણ બનાશે. સુરક્ષા પણ આવશે. હકારાત્મક રીતે ભિન્ન બનાવશે. (બેનીફીટ ઓફ કોન્ટ્રાસ્ટ) સફળતા અપાવશે, કલ્પનાશક્તિ વધારશે,કોઠાસૂઝ પણ આપશે, વિશ્વસનીયતા વધશે, નિષ્ક્રિયતા એટલે કે આળસ ઘટાડશે, સ્વાસ્થ્ય સુધરશે, વ્યક્તિત્વનું વજન વધારશે,પ્રતિભાશાળી બનાવશે.આમ એક્સ્ટ્રા માઇલની આદતથી
ફાયદા જ ફાયદા છે.વધારે કામ કરનાર માણસ હંમેશા બધાને વહાલો લાગે છે.આવા માણસથી જ સંસ્થાને લાભ થાય છે માણસો એટલે કે આપણે વધારે કામ કરીશું તો દેશનો સર્વાંગી વિકાસ થશે. બાકી ૨૦ ટકા માણસો કામ કરશે અને ૮૦ ટકા માણસો આરામ ફરમાવતા હશે તો કામચલાઉ વિકાસ થાય, કાયમી વિકાસ ન થાય.

 લેખક આ માટે રાજા અને તેના સાળાની સુંદર વાર્તા કહે છે. એના  સાળાને રાજયના પ્રધાન બનવું હતું. એટલે રાજાએ  સાળાની પરીક્ષા લીધી.પરીક્ષામાં એમણે સાળાને બગીચાના ગલુડિયા ગણવાનું કામ સોંપ્યું. પણ  સાળાએ ગલુડિયાના રંગને ધ્યાનમાં ન લીધો. પરિણામે સાળો નપાસ થયો. વાર્તા તો ઘણી લાંબી છે જ્યારે અસલી પ્રધાન પાસ થઈ ગયો.સાળાની દાનત વધારે કામ કરવાની હતી જ નહીં. અને જે કર્યું તે પણ લાલચથી.

આ નુકસાનકારક બાબત છે. વધારે કામ કરવું એ આધ્યાત્મિક બાબત છે.તેનાથી પ્રતિષ્ઠા તો વધે જ છે પણ પૈસો પણ વધે છે. કુદરત પ્રત્યક્ષ કે પરોક્ષ બદલો આપે છે.ઉન્નત જીવન માટેનો રામબાણ ઈલાજ છે.


કર્દમ મોદી,
M.Sc.,M.Ed.,
પાટણ
8238058094       
                                                           

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા