એન ફ્રેન્કની ડાયરી
એન ફ્રેન્કની ડાયરી
અનુવાદક કાંતિ પટેલ બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિના આધાર પર લખાયેલી આ એક ચૌદ વર્ષની છોકરીની ડાયરી છે.ડાયરી એ મોટાપાયે વણખેડાયેલો સાહિત્યપ્રકાર છે. આપણે ત્યાં કદાચ નહિવત.
બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો સરમુખત્યાર હિટલર એ તેનો મુખ્ય નાયક હતો અને પોતાના દેશની બે પ્રજા જર્મન અને યહૂદી.યહૂદીઓ માટે એને જુદા જુદા કારણસર નફરત હતી.આથી તે યહૂદીઓને શોધી-શોધીને મારતો હતો.એણે આશરે ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી હતી.આ ત્રાસથી બચવા માટે ઘણા યહૂદીઓ સંતાઈ જતાં હતા.
આથી એન ફ્રેન્કનું કુટુંબ પણ એક મકાનની મોટી ઓફિસના ભંડકિયામાં આશરે અઢી વર્ષ છુપાયેલું રહ્યું હતું.દરમિયાન તેમણે સૂર્યોદય પણ ભાગ્યેજ જોયો હતો.દરમ્યાન એન ફેંકે ખુબ વાંચ્યું અને ડાયરી લખી. જોકે એક ઘડી આવી પહોંચી કે એમની ઓફીસના જ એક ગદ્દારે કુલ ૧૨ પાઉન્ડમાં આ ફેમિલીની જાણ સરકારને કરી દીધી. પોલીસ આવી બધાને પકડી ગઈ.બધાને જુદા જુદા કેમ્પોમાં રાખ્યા. જ્યાં કેમ્પમાં હિટલર મારે એ પૂર્વે જ બીમારીથી એને ફ્રેન્ક મૃત્યુ પામી.
વિધિની વક્રતા એ છે કે આ ઘટનાના બે મહિના પછી બ્રિટન સામે જર્મની હારી ગયું અને બ્રિટને તમામ કેદીઓને છોડી દીધા.જેમાં એના પિતા ઓટો ફ્રેન્ક બચી ગયા.તેમણે આ ડાયરી છપાવી અને તેઓ પણ ૧૯૮૦માં મૃત્યુ પામ્યા.
બીજા વિશ્વયુદ્ધના અમૂલ્ય દસ્તાવેજ જેવી આ ડાયરી વિશ્વ નો વારસો ગણાય છે.આ ડાયરી તે જ આ પુસ્તક.જે વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાં ગણાય છે.જેના પર બે ફિલ્મો અને અનેક નાટકો બન્યાં છે અદભૂત છે આ ડાયરી.આ ડાયરીમાં એક ચૌદ વર્ષની કિશોરી પોતાના અંતરની વ્યથા રજુ કરે છે.માન્યામાં ન આવે કે કે ૧૪ વર્ષની છોકરી મૃત્યુ પર આટલું ઉચ્ચ કક્ષાનું લખાણ કરે.આ એક અકલ્પનીય બાબત છે.
સારી વાત એ પણ છે કે આ ડાયરી નો ગુજરાતી અનુવાદ પ્રાપ્ય છે. વળી અનુવાદ એટલો સુંદર થયો છે કે ના પૂછો વાત. પુસ્તકની મૂળ ભાષા જાણે કે ગુજરાતી હોય એવું લાગે.
આ પુસ્તકના કેટલાક અંશો:
*હું વિરોધાભાસનું પોટલું છું.
*તમે કાં તો મને લોકો અથવા આઝાદ કરી દો.
* એક તરફ અનાજ સડતું હોય અને બીજી તરફ હજારો લોકો ભૂખમરાથી મૃત્યુને ભેટે છે.આ કયા પ્રકારનું ગાંડપણ છે.
* અહીં જે અનુભવો થતા રહે છે તેનાથી મારી યાત્રાનો સારો આરંભ થયો હોય એવું લાગે છે.એના લીધે જ કપરી પરિસ્થિતિમાં મને હસી લેતા આવડે છે.
* જો તમે ફરિયાદ કરતા રહો તો એનો કોઇ અંત જ ન હોય એના કરતાં હસી લેવું શું ખોટું.
* રાત્રે 8:30 વાગ્યા પછી ટોયલેટમાં ફ્લશ કરી શકીએ નહીં કેમ કે આજુબાજુના લોકોએ સાંભળે તો એમને શંકા પડે.
* હું મારા દેશને અને મારી ભાષાને ચાહું છું.
*હું મારું લક્ષ્ય સિદ્ધ કર્યા સિવાય નહીં રહું.હું એક સ્ત્રી છું અંદરની મારી તાકાત ને હું જાણું છું.
* જો ઈશ્વરે મને ગાવાની તક આપશે તો માનવતાના ઉદ્ધાર માટે હું લડીશ.
* એક સ્ત્રી તરીકે મને એક ઓળખ મળે તથા મારો અવાજ દુનિયા સાંભળે એમ હું ઈચ્છું છું.મારો પ્રથમ શોખ લખવાનો છે. પણ એને હું શોખ નથી માનતી.એ મારા જીવનનું લક્ષ્ય છે.
* મારે મારી આસપાસ જ નહીં જેને હું મળી નથી.એવા લોકોને પણ પ્રસન્નતા વહેંચવી છે.મારા મૃત્યુ પછી પણ મારે જીવતા રહેવું છે.
* હું લખવા બેસું છું ત્યારે મારી જાતને ભૂલી જાઉં છું.મારું દુઃખ અદ્રશ્ય બની જાય છે.
નોંધ: સમગ્ર ડાયરીમાં એની ફ્રેન્ક પોતાની ડાયરી માટે પ્રિય કિટી એવું સંબોધન કરે છે
કર્દમ મોદી
નિર્મલનગર
પાટણ
82380 58094

Comments
Post a Comment