સપના જો ચાહો જાયે



સપના જો ચાહો જાયે


સપના જો ચાહો જાયે
મૂળ લેખક: મહેન્દ્ર ચોટલિયા
અનુવાદ: કર્દમ  મોદી.પાટણ

તમે એલિયાસ હોવેના નામથી પરિચીત છો? ભલે કશો વાંધો નહીં તમે તમારા શર્ટ પેન્ટ ને સ્પર્શ કરો અને આપનો આભાર સાહેબ એવું હ્રદયથી કહો.કારણ કે આ એ વ્યક્તિ છે કે જેમણે સીવવાનો સંચો શોધ્યો.એ મશીન કે જે તમારા વસ્ત્રોને લાંબા સમય સુધી સાચવી રાખે છે,ટકાવી રાખે છે.આ એક સપના દ્વારા શક્ય બન્યું જ્યારે alias આ મશીન શોધવાની મથામણ કરતા હતા, ત્યારે તે મુશ્કેલીમાં આવી પડ્યા હતા તેમને એક વિશિષ્ટ પ્રકારની સોયની આવશ્યકતા હતી જે તેમના મશીનની શોધ ને સંપૂર્ણ બનાવે પણ તેમને થયું કે તે ભેરવાઇ પડયા છે અને તેમણે આ પ્રોજેક્ટ છોડી દેવો પડશે

એક રાત્રે તેમને ભયંકર સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેમને દેખાયું કે કેટલાક નરભક્ષી લોકો તપેલામાં કંઈ ઉકાળી રહ્યા હતા અને ભાલા વડે મારી રહ્યા હતા એલિયાસે જોયું કે તે ભાલાની અણી પર કાણું હતું. તે ગભરાયા પરંતુ બીજી જ ક્ષણે તે યુરેકા એટલે કે જડી ગયું કહીને પથારી માં થી કૂદ્યા.તેમના સપનાએ તેમને પ્રશ્નનો જવાબ આપી દીધો હતો અને એલિયાસને જણાયું કે સોયની અણી પર કાણું પાડવાની જરૂર હતી.

હે યુવાનો તમે સપનાઓ જુઓ અને ખૂબ સપના જુઓ તમારી પાસે રાત દિવસ સ્વપ્નોની એક હારમાળા હોવી જોઈએ પરંતુ અફસોસ કે તમે તને ભૂલી જાવ છો અથવા તરંગો ઘણી કાઢો છો સપના માં આવેલ આ દિવસને ઉજવવામાં આવી કાર્યમાં પરિવર્તન કરી શકાય છે.આથી તમારા સપનાને જાગૃત રીતે જુઓ.


સ્વપ્ન એ જાદુઈ વિચારણા માટેનો ચિરાગ છે.એ વિચારણા માટેની એક પદ્ધતિ છે કે જે ઘટનાને સત્ય કે ભ્રમથી પર બનાવે છે.સત્યના ભાસવાળી અતાર્કિક માન્યતાઓ સપના દ્વારા ઉત્પન્ન કરી શકાય છે અને એ જ વિકસતી દુનિયાનું લક્ષણ છે.જે વસ્તુઓ અને વિચારો આજે પણ આપણને ખૂબ અનુકૂળ અને આરામદાયક લાગે છે,તે બધા જ ક્યારેક તદ્દન વિચિત્ર ગણાયા હતા.અરે! તે હાસ્યાસ્પદ પણ સાબિત થયા હતા.સ્વપ્નશીલોની પાસે એ અશક્યને શક્ય કરવાની હિંમત અને વ્યવહાર ડહાપણ છે.સ્વપ્ન એ હતું અને નથી વચ્ચેનું જાદુઈ મિશ્રણ છે.જૂના અનુભવો અને છાપો એ સ્વપ્ન માટેની મૂળભૂત સામગ્રી છે.જાગૃત મનમાં એકત્ર થયેલી જૂની છાપો,અનુભવો એ અજાગૃત મન દ્વારા પુનર્તગઠીત થાય છે.અજાગૃત મન એક અજ્ઞાત અને અતાર્કિક પ્રયોગ દ્વારા ભૂતકાળને વલોવે છે.પરિણામે પ્રાપ્ત થતું નવનીત એટલે સ્વપ્ન.સ્વપ્ન એ સમકાલીન પ્રચલિત માનસિક બંધારણોને હચમચાવે છે અને વસ્તુઓ તથા વિચારો વિશે નવું દર્શન આપે છે.આમ જો સપના સૂત્રને દર્શાવવું હોય તો કહી શકાય કે

 જે હતું તે + જે નથી તે = હો સકતા હૈ


આપણી આ વિકસતી દુનિયાનો અંતિમ સિદ્ધાંત કયો છે? શું તે બે વત્તા બે બરાબર ચાર જેવું સુરેખ સમીકરણ હોઈ શકે કે પછી બે વત્તા બે બરાબર 5,6,7,... જેવું કંઈ પણ હોવું જોઈએ ઉત્ક્રાંતિનો આલેખ કુંતલાકાર છે.જગતમાં ઘટતી ઘટનાઓ અને બનાવો એ બે વત્તા બે બરાબર ચાર પ્રકારના છે.ઇતિહાસનું પુનરાવર્તન થતું નથી.માત્ર ઘટનાના કેટલાક ભાગો જ પરિચિત લાગે છે જેમકે આપણે કેટલાક સ્થળો અને ચહેરાઓ સપનામાં જોતા હોઈએ છીએ.પરંતુ સમગ્ર દ્રશ્યાવલી  સાવ જુદી જ હોય છે.આ ખરેખર તો કુંતલની ઊર્ધ્વગતિ છે. બે વત્તા બે બરાબર ચારની આસપાસ જગત એ એકવિધ,આગાહી ક્ષમ,તર્કબદ્ધ,અનુકૂળ અને કંટાળાજનક છે.યાદ રાખો કે નિયમોની બંધાયેલી પ્રગતિની ધારણા આ વિકસતા ગુઢ વિશ્વના અસ્તિત્વને મારી નાખે છે.આથી વિરુદ્ધ જાદુઈ પ્રગતિની ધારણાને વસ્તુઓ અને જીવનની અંદર પડેલી અખૂટ ગૂઢતાને સ્વીકારે છે.તેમાં એક એવું તત્વ છે  જે અજ્ઞાતતાની આગાહી કરે છે.જેમાં અસિમતા પણ છે. જે સ્વપ્ન શીલોને નથી માટે સાહસ કરવા અને આ રીતે વાસ્તવિકતાનો નવો આયામ શોધી કાઢવા નિમંત્રે છે.આથી,હે  યુવાનો જાગો અને તમારી શ્રદ્ધાને આહવાન આપો અને વિશ્વના ઘડતર માં સહભાગી બનો.આ પ્રકારની સક્રિય સહભાગિતા એ શિક્ષિત યુવાનો પાસેથી અપેક્ષીત છે.
સ્વપ્ન એ ધ્યેય અને દર્શનનું પણ સમાનાર્થી છે.ગાંધીજી પાસે મારા સ્વપ્નનું ભારત હતું તેમણે તેમનું દર્શન અને ધ્યેય નાનકડા પુસ્તકમાં દર્શાવ્યું છે.એ સપનાને વખતે અશક્ય જણાતું હતું.પરંતુ તેમણે તેમનો માર્ગ ખંતપૂર્વક કાપ્યે જ રાખ્યો.સાહસિકતા દાખવ્યા જ કરી.અંતે તેઓ મહાત્મા બન્યા

શું તમારી પાસે કોઈ સ્વપ્ન છે? કોઈ દર્શન છે? જે તમે કહેશો કે આવું તો અમને યુનિવર્સિટીમાં શીખવ્યું નથી.ખરી વાત છે સપના શીખવી શકાતા નથી.પરંતુ મનના પૂર્વગ્રહો અને જડતા ભર્યા અંતિમ સંધાનો હટાવવા એ કોઈ પણ સારી શિક્ષણ વ્યવસ્થાનું મુખ્ય કાર્ય છે.સાચા શિક્ષણે શીખવનારાઓને જબરદસ્ત જિજ્ઞાસાથી અને ચીલાચાલુ બંધનોને ફેંકી દેવાની હિંમત થી ભરી દેવા જોઈએ અને અશક્યની સાથે પ્રયોગશીલતામાં ઉતરવાનું સ્વાતંત્ર્ય આપવું જોઈએ.તમારી જાતને શિક્ષિત કરવા પ્રયત્ન કરો.

 અહીં કેટલાક મહાનુભાવોના પ્રોત્સાહક શબ્દો છે,જે કામ આવશે.

તમે સતત ફરિયાદ કર્યા કરો છો તેનું કારણ મને લાગે છે કે તમે તમારી કલ્પના શક્તિ પર તમારી બુદ્ધિને લાદો છો.

જંગલમાં જતી વેળા મને બે રસ્તા મળ્યા અને મેં વણખેડાયેલો માર્ગ પસંદ કર્યો.તેની જ આ બધી કમાલ છે.

મારા મસ્તકમાં ગુંજતા ધ્વનીને હું સાંભળું છું અને મારા હાથ વડે
પકડવા કોશિશ કરું છું.

અનુવાદક:
કર્દમ  મોદી,
પાટણ 
                                         

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા