રામાયણ સીરિયલ પૂરી થયા પછીના મારા વિચારો:

ગઈ કાલે રાત્રે 11વાગે રામાયણનો ઉત્તરકાંડ પૂરો થયો. સિરીયલ ત્રીજી વખત જોઈ. મને એના અનુભવો વિષે લખવા શબ્દો નથી મળતા. પરંતુ એટલું કહું છું કે 11:00 વાગે રામાયણ પૂરી થયા પછી મેં રાત્રે સાડા અગિયારથી બાર વાગ્યા સુધી મારા પપ્પા જોડે રામાયણની વાત કરી.
વાલ્મીકિએ અસલ રામાયણ સંસ્કૃતમાં આઠ હજાર વર્ષોપૂર્વે લખી અને ગોસ્વામી તુલસીદાસે આશરે 600 વર્ષ પૂર્વે 90 વર્ષની ઉંમરે લખી.કહેવાય છે એ ભારતીય સંસ્કૃતિ પર રામાયણ નો પ્રભાવ છે પરંતુ આ વાત સમજવા માટે રામાયણ જોવી કે વાંચવી જરૂરી છે. મેં ચક્રવર્તી રાજગોપાલાચારીની આખી રામાયણ હિન્દીમાં વાંચેલ છે અદભૂત રામાયણ છે.
સીતા માતા જ્યારે જમીનમાં સમાય છે, તે અડધા કલાકના એપિસોડ માં વાલ્મીકીની સસાહિત્યિક કલમની પરાકાષ્ઠા અનુભવી.આટલી લાંબી રામાયણની કથા આમ સીધી લીટી જેવી લાગતી હતી. પરંતુ સીતાના ભૂમિ પ્રવેશ વખતે વખતના અડધા કલાકમાં લાગ્યું કે ખરેખર રામાયણ એ મહાકાવ્ય ગણવું પડે અને રામાનંદ સાગરે રામાયણ બનાવીને આપણા બધાના પર ઉપકાર કર્યો છે. આજે ઉંમર પ્રમાણેની સમજણ અનુસાર મેં સીરીયલ ખૂબ ધ્યાનથી જોઈ તો મને ખરેખર આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ સીરીયલ લાગી. રામાનંદ સાગરની પાત્ર પસંદગી અદ્ભુત લાગી. તમામ પાત્રો અસલી પાત્રો જેવા જ લાગે અને એવા જ વ્યક્તિત્વવાળા.
સીતાના ભૂમિપ્રવેશ વખતે એક એવી કરુણતા હશે કે લવકુશ એક જ સમયે માતાને ગુમાવે છે અને પિતાને મેળવે છે. ભાગ્યે જ કોઇ આવું વિરલ સાહિત્ય રચી શકે.કમાલ કરી છે એના રચયિતાએ.
વળી આ વખતે હનુમાનજી નું પાત્ર મને ખૂબ સ્પર્શી ગયું. સમગ્ર રામાયણમાં હનુમાનજી વારંવાર બુદ્ધિના ચમકારા બતાવે છે અને તેમનું વિચારવાનું એટલે કે આઈડિયા હંમેશા ઉત્તમ હોય છે. હનુમાનજી વગરના રામ હોઈ શકે ? આ એક પ્રશ્ન છે. હનુમાનજી માટે કહેવાય છે કે બુદ્ધિમતાં વરિષ્ઠમ એ ખરેખર સત્ય છે.
બીજું તો શું લખું પણ વાલ્મીકિ અને તુલસીદાસની હરોળમાં રામાનંદ સાગર ,અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા વગેરેએ સ્થાન મેળવી લીધું.
કર્દમ ર મોદી,
ગેટ 16 નિર્મલનગર સોસા.
જીઇબી પાસે, પાટણ.
82380 58094

Comments
Post a Comment