બેન્જામિન ફ્રેન્કલિન
બેન્જામિન ફ્રેન્કલિન
બેન્જામિન ફ્રેન્કલિન એ અમેરિકન મહાપુરુષ નહીં પણ અમેરિકન મહાત્મા હતા,એવું એમનું જીવન ચરિત્ર વાંચ્યા પછી લાગ્યા વિના રહેતું નથી.માતા-પિતા ચર્ચમાં પાદરી હોવાને લીધે વ્યક્તિત્વમાં ઇસુનો પ્રેમ છલકતો હતો. જેનાથી તેઓ અમેરિકાના તમામ ખ્રિસ્તી સમુદાયના લાડલા બની ગયા હતા.
ભારતના રાષ્ટ્રપિતા જેમ ગાંધીજી છે અને પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણા છે તેમ અમેરિકાના રાષ્ટ્રપતિ બેન્જામિન ફ્રેન્કલિન ગણાય છે. ઘણા લોકો તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ગણે છે પરંતુ તેઓ અમેરિકાના તમામ રાષ્ટ્રપતિઓ કરતા વધારે લોકપ્રિય હતા અને પ્રજાનો અઢળક પ્રેમ તેમને પ્રાપ્ત થયો છે.એવું તેમના લખાણો પુસ્તકો અને ઠેર-ઠેર લગાડવામાં આવેલા બાવલા પરથી પ્રતિપાદિત થાય છે ઇંગ્લેન્ડના સામાન્ય કુટુંબમાં જન્મ(1705). ત્યારબાદ નાની ઉંમરે(17) પરતંત્ર અમેરિકામાં પ્રસ્થાન ભાઇના પ્રેસ માં જોડાયા સાથે સંઘર્ષ થયો.ત્યાંથી ગયા, રખડ્યા, ફરી પ્રેસમાં આવ્યા.પ્રખ્યાત થયા. લગ્ન થયા.નાની-મોટી ચૂંટણીઓ લડી. ગવર્નર થયા અમેરિકન છાપામાં લેખો લખ્યા અને છાપા શરૂ કર્યા. અને લેખો લખીને તથા ભાષણો આપીને અમેરિકા નું ઘડતર કર્યું.૨૦ વર્ષથી નાની ઉંમરે જીવન જીવવા માટે નિયમો બનાવ્યા કેટલું ખાવું કેટલું કેટલું બોલવું તેના પણ નિયમો બનાવ્યા અને જીવન પર આ નિયમોને પ્રમાણિકતાથી પાળ્યા.(આ નિયમોની એક નાની યાદી અંતમાં સામેલ છે)
અત્યંત વિપરીત લાગે તેવી વાત એ છે કે માઈકલ ફરાડે (વીજળીનો શોધક)ના જન્મ ની પહેલા પણ બેન્જામિન ફ્રેન્કલિને આકાશની વીજળી જમીન પર ઉતારીને વીજળી નો પ્રયોગ કર્યો હતો.આ પ્રયોગ ઇતિહાસમાં ફિલાડેલ્ફિયા પ્રયોગ તરીકે મશહૂર થઈ ગયો ઝંઝાવાતી વરસાદી વાતાવરણમાં આકાશમાં સેંકડો મીટર ઉંચે પતંગ ચગાવીને વીજળીને જમીન પર (1752) ઉતારવી એ કલ્પના પણ કેટલી રોમાંચક છે.
જે માણસ મહાન રાજનીતિજ્ઞ હોય એ જ માણસ વિજ્ઞાનના ક્રાંતિકારી પ્રયોગ કરે એ જ કેટલું આશ્ચર્યકારક છે.આમ ફ્રેન્કલિન એ મહાન વૈજ્ઞાનિક હતા.રાજનીતિના વિશેષ જ્ઞાન અને અનુભવને લઈને એમને અમેરિકન બંધારણ લખવાનું અત્યંત ગંભીરતાભર્યું કામ સોંપવામાં આવ્યું.જે એમણે સુપેરે પાર પાડ્યું.એમની ભારે જહેમતથી જ બ્રિટીશ ગુલામી માંથી અમેરિકા આઝાદ થયું.(1736).ત્યારબાદ તેમને ફ્રાન્સમાં અમેરિકાના એલચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 1236 ત્યાંથી પણ એમણે અમેરિકા ની ખુબ સેવા કરી અને આખરે ૮૩ વર્ષની સુધીની જીવનયાત્રા પૂર્ણ કરીને એ પરલોક સિધાવ્યા. (1790) એમને લોકો સહનશીલતાના પયગમ્બર કહેતા હતા.એમને પ્રજાનો ખૂબ જ પ્રેમ મળ્યો પ્રજાને ન્યાય અને નીતિના માર્ગે લાવવા માટે એમણે ખૂબ દોડધામ કરી.વીજળીના પ્રયોગ સિવાય એ સંગીતકાર પણ હતા અને ખ્યાતનામ ચેસ પ્લેયર પણ હતા.એમણે અનેક અન્ય શોધો કરી પરંતુ એક પણ શોધની પેટન્ટ ન કરી એ માનતા કે જેમ બીજાઓ આપણને કશુંક આપે છે એમ આપણે પણ બીજાઓને કશુંક આપવું જોઈએ.આમ સમગ્ર જીવન પરોપકાર માટેની દોડધામમાં વીત્યું.એટલે જ કહેવું પડે કે તેઓ મહાપુરુષ નહીં પણ મહાત્મા હતા. અમેરિકન ડોલરની નોટ પર એમનો ફોટો આપણે હંમેશાં જોઈએ છીએ.
બેન્જામિન ફ્રેન્કલિન એ બનાવેલા નિયમો:
શાંતિ નો નિયમ:તુચ્છ વાતો અથવા સામાન્ય અથવા જે થવાનું હોય છે તેથી ક્યારેય ડરવું નહીં.શાન્ત રહેવું.
સંકલ્પ વિશે:જે કરવું જરૂરી હોય તે કરવા માટે સંકલ્પ કરવો અને અસફળ થયા વગર કરીને જ જંપવું.
શ્રમનો નિયમ: સમય નષ્ટ ન કરવો.હંમેશાં કોઈ સાર્થક કામમાં લાગ્યા રહેવું બેકાર અને બિનજરૂરી કામો ન કરવા.
કરકસર નો નિયમ:પોતાના અને બીજાના ભલા માટે ખર્ચ કરવો, પૈસા બરબાદ ન કરવા.
મૌનનો નિયમ:એ જ બોલવું જેનાથી પોતાનું કે બીજાનું ભલું થાય ખરાબ વાતચીતથી બચવું. વ્યવસ્થાનો નિયમ પોતાની બધી વસ્તુ વ્યવસ્થાનો નિયમ:પપોતાની બધી વસ્તુઓ વ્યવસ્થિત રાખો કે જેથી અંધારામાં પણ વસ્તુ જડી જાય.
ફ્રેન્કલિનની કેટલીક સૂક્તિઓ:
# જે માણસ પોતાની બુદ્ધિને છુપાવી શકતો નથી તે મૂર્ખ વ્યક્તિ છે.
# ભૂખ સૌથી સારું અથાણું છે.
# એક પૈસો બચાવો એ જ એક પૈસાની કમાણી છે.
# સૂતેલી શિયાળ મરઘા પકડી શકે નહી.માટે ઉઠો જાગો.
# ત્રણ લોકો ગુપ્તતા જાળવી શકે છે જો એમાંથી બે મરી જાય તો.
# સતત તકલીફો અને હાનીઓથી જૂજવાથી માણસ વધારે નમ્ર
અને બુદ્ધિમાન બને છે.
# સારું બોલવા કરતાં સારું કામ કરવું વધારે સારું છે.
# ભીડ એક રાક્ષસ છે જેમાં માથા તો અસંખ્ય હોય છે પરંતુ મગજ
એક પણ હોતું નથી.
કર્દમ મોદી,
પાટણ.
82380 58094


Mind-blowing sir
ReplyDelete👌👌👌👌
Superb sir
ReplyDeleteGood
ReplyDelete👌👌👌👌
ReplyDeleteSuperb sir
ReplyDelete