પ્રેમની જ્યારે શરૂઆત થશે


પ્રેમની જ્યારે શરૂઆત થશે


પ્રેમની જ્યારે શરૂઆત થશે
આનંદની  બધે  ખેરાત  થશે

ફૂલો બાગમાં ત્યારે નહીં હોય,
ફૂલોની  નીકળી બારાત   હશે,

યુગોથી હતી જે ક્ષણની પ્રતીક્ષા,
તેની  સમયથી  મુલાકાત  હશે.

ખુશીઓને જ શ્વસજો પછી તમે,
નફરતની   હવા બાકાત    થશે.

સાધના કરો હવે પ્રેમની માત્ર
હવે પછીની એ જ  તાકાત હશે.

કર્દમ  મોદી,
પાટણ.

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા