વૈષ્ણવજન તો તેને રે કહીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે,પ્લાસ્ટિકનો વપરાશ ટાળે રે
પરદુઃખે ઉપકાર ગણાશે જો , મનથી એને ત્યાગે રે
પ્લાસ્ટિકના પ્રદુષણથી જીવન,નાશ થવાને આરે રે
જીવસૃષ્ટિને વણહથિયારે એ, પલભરમાં તો મારે રે
જોતજોતામાં દુનિયા આખી,પ્લાસ્ટિકથી ઉભરાઈ ગઈ
પ્લાસ્ટિક આજે ચાર ચાર આંટા, દુનિયા ફરતે મારે રે
બાળો તો એ ઝેરી બને છે, દાટો તો યે નાશ ન થાય
કરશો શું આ દૈત્યનું તો, કેન્સરને એ લાવે રે
ગાયોના પેટમાં જઈને એ, ગાયોને તો મારે છે
દરિયાની માછલીઓને પણ, કોઈ દિ ક્યાં એ છોડે રે
ધરતીને ઉજ્જડ કરીને, ઉગતી એને રોકી છે
પ્લાસ્ટિકની જાજમની નીચે,ઘાસ જરી ના ઊગે રે
સઘળે ઉંચા ડુંગર કીધા કચરાનાને કૂડાના
રોગોનું એ ધામ બન્યું ને, નરક એનું નામ રે
કર્દમ મોદી,
પાટણ
8238058094

Comments
Post a Comment