Posts

Showing posts from 2022

શિક્ષકોની ચર્ચા

  શિક્ષણની આજની પરિસ્થિતિ વિષય વિચારતા શિક્ષણનું એક નબળું પરિમાણ એ પણ છે કે હવે આપણા શિક્ષકો અભ્યાસુ રહ્યા નથી અને માત્ર પાઠ્યપુસ્તકોમાં છાપેલું વાંચી બતાવે છે.એ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે હવે શિક્ષણ એ શિક્ષણ રહ્યું નથી પરંતુ વાંચન કળા બની ગઈ છે અર્થાત કે મને વાંચતા આવડે છે એવું આપણા શિક્ષકો વારંવાર સાબિત કર્યા કરે છે હકીકતમાં વાંચતા તો તમામ વિદ્યાર્થીઓને આવડે જ છે પરંતુ એમને જે તે વાત તેમના સંદર્ભ સહિત રજૂ કરવી એમાં શિક્ષકની શિક્ષક તરીકેની કળા બતાવવાની હોય છે.જેમ કે તમે ગુજરાતીનો કોઈ પાઠ ભણાવો તો એ પાઠને લગતો સંદર્ભ શિક્ષકે ભણાવવાનો હોય છે જેથી એ પાઠ વિદ્યાર્થીના આત્મા સુધી પહોંચી જાય અને વિદ્યાર્થીને એ સંદર્ભમાં જવાનું મન થાય જેમકે પન્નાલાલ પટેલની નવલકથાનો કોઈ ખંડ ભણતા ભણતા શિક્ષકે એ નવલકથા વિશે એવું સાબિત કરવું જોઈએ કે મારે આ નવલકથા વેકેશનમાં વાંચવી પડશે.શિક્ષક ધારે તો લાઇબ્રેરીમાંથી જે તે મૂળ પુસ્તક લાવીને વિદ્યાર્થીને બતાવી પણ શકે છે.તે જ રીતે વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાન ભણાવતી વખતે જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ લે છે કેટલાય વૈજ્ઞાનિકોના નામ પરથી તો એકમ પણ બનેલા છે જેમ કે ન્યુટન,...

શાળાના કલાકોની ચર્ચા

 શિક્ષણ વિશે એક વધુ વિચાર એવો આવે છે કે નાના બાળકોને આપણે વધારે પડતું શિક્ષણ માટેનું દબાણ આપી દીધું છે.શિક્ષણ માટે સ્કૂલ તો બરાબર છે પરંતુ સાથે ટ્યુશન પણ ગોઠવી દીધા.આમ નાનપણથી જ બાળક એટલું બધું શિક્ષણ લેતું થઈ જાય છે કે માનસિક રીતે તે થાકીને પૂરું થઈ જાય છે.સાથે સાથે તેની પાસે રમવાનો સમય પણ રહેતો નથી.હું માનું છું કે દુનિયામાં એવું કોઈ પણ બાળક ન હોઈ શકે કે જેને રમવા માટેનું ખેંચાણ ન હોય.કદાચ કોઈ બાળક પાંચ કે સાત વર્ષની ઉંમરે વધારે IQ ધરાવતું હોય અને કોલેજનો અભ્યાસ કરતું હોય તો પણ એને બાળ સહજ રમતોનું તો આકર્ષણ હોય જ એવું હું માનું છું. એ બાબતને ધ્યાનમાં રાખતાં એવું લાગે છે કે ખરેખર પ્રાથમિક શાળાની કક્ષાએ આટલા બધા કલાકો ભણવા નું કશું આવતું જ નથી.એમનો અભ્યાસક્રમ એટલો લાંબો હોતો જ નથી.આથી મોટા બાળકોની જેમ છ કલાકની શાળા રાખવાના બદલે નાના બાળકને શાળા વધુમાં વધુ ત્રણ કલાકની જ હોવી જોઈએ.બાકીના કલાકો સ્કૂલમાં રમે અથવા ઘરમાં રમે પરંતુ આટલા બધા કલાકો સુધી શિક્ષણના નામે ત્રાસ આપો એ એક પ્રકારનો અત્યાચાર જ છે.આવા થાકેલા બાળપણમાંથી ભવિષ્યમાં આ દેશ માટે એક જુસ્સા ભર્યો યુવાન,એક નચિકેતા કે એક ભગતસિ...

પડીકા પુરાણ

 અરે બચ્ચોં ક્યું ગભરાઓ પડીકા ખાઓ મોજ મનાઓ અંગ્રેજીમાં એક કહેવત છે હેલ્ધી માઈન્ડ ઈન હેલ્ધી બોડી.એટલે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ હોય છે.અત્યારે શાળાએ જતા નાના બાળકો સવારે પાંચ પાંચ રૂપિયાના વેફરના પડીકા લઈને જતા દેખાય છે અને સ્કૂલોની રીશેષમાં આ પડીકા આરોગતા જોવા મળે છે.ખરેખર આ દ્રશ્ય અત્યંત દુઃખદ છે.અવારનવાર છાપામાં પણ આવતું હોય છે કે આ પડીકાઓની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોય છે અને બીજા કેટલાક રસાયણોનું પ્રમાણ પણ વધારે હોય છે.આવા પડીકા ખાવાથી બાળકના આરોગ્યને સીધું નુકસાન થતું હોય છે.બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેના શરીરનું બંધારણ રચાતું હોય છે.આ સમયે બાળકને વધારે સારો અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ.જો તમે કાજુ બદામ ન આપી શકો તો કશો વાંધો નહીં પરંતુ હલકી કક્ષાના પડીકા અને બજારુ નાસ્તો તો ના આપો.આવું કરીને તમે જ તમારા બાળકનું અહીત કરી રહ્યા છો. આજે આધુનિકતાની દોડમાં બાળકોની માતાઓ પોતાની અને સોશ્યલ સાઇટ્સની પાછળ એટલો બધો સમય આપી દે છે કે બાળકો પાછળ સમય આપવામાં તેમને સમયનો બગાડ થતો જણાય છે. અથવા એ પ્રકારનો સમય એમની પાસે હોતો નથી. પરંતુ જો તમે બાળક માટે સમય આપશો તો એ બાળક મોટું...

સંતાનોની કદર કરો

 હમણાં whatsapp માં એક વિધાન વાંચવામાં આવ્યું કે મા બાપ ગમે એટલી સારી વાતો કરે પરંતુ કદી એવું ના કહેત કે બેટા સુઈ જા હવે ઘણું વાંચી લીધું. મને આ વાક્ય થોડું મનોરંજક લાગ્યું એટલે મેં વિદ્યાર્થીઓ સમક્ષ કહી સંભળાવ્યું. એટલે વિદ્યાર્થીઓ હસવાના બદલે દુઃખી-દુઃખી થઈ ગયા અને બધા જ એક સૂરમાં બોલી ઊઠ્યા કે સાહેબ આ વાત તદ્દન સાચી વાત છે.ગમે એટલું વાંચી વાંચીને મરી જઈએ તો પણ કદી ઘરમાંથી કોઈ એમ કહેતું નથી કે આજે તે ઘણું વાંચ્યું ઉલટાનું એમ જ કહે છે કે તે તું વાંચતો નથી અને મહેનત કરતો નથી. એટલું જ નહીં પરંતુ અમે કદી અમારી જિંદગીમાં અમારા માતા-પિતાના મોઢે અમારા વખાણ પણ સાંભળ્યા નથી. હવે આપણે એક વાલી તરીકે આ વાતને હસવામાં ન કાઢવી જોઈએ પરંતુ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. ખરેખર બાળકો એવું ઈચ્છે છે કે એમને પણ ક્યારેક સામે ચાલીને આરામ આપવામાં આવે,એમને પણ સામે ચાલીને ક્યારેક રમવા મોકલવામાં આવે, એમને પણ સામે ચાલીને ક્યારેક વખાણ કરવામાં આવે અને કોઈની હાજરીમાં એમના સારા ગુણો વિશે રજૂઆત કરવામાં આવે.પરંતુ આવું ક્યારેય બનતું નથી. હકીકતમાં દરેક બાળક પાસે કંઈક નાની મોટી પરંતુ સારી બાબતો હોય જ છે એટલે એમને હંમેશા મન...

ઉજવણી કે પજવણી

 આપણા તહેવાર એ જ આપણી આગવી ઓળખાણ છે.જીવનમાં તાજગી ભરવા માટે ઘણા ચિંતન અને મનન પછી ઋષિ મુનિઓએ તહેવારોનું વૈવિધ્ય ઊભું કર્યું છે જેનાથી આપની economy પણ વહેતી રહે છે.મને તહેવારો માટે ગૌરવની લાગણી છે.પરંતુ હું હજુ એમાં કઈક ઉમેરવા માંગુ છું.  આપણે જે રીતે તહેવારો ઉજવીએ છીએ તે ખૂબ જ સારી બાબત છે અને તહેવારોથી તો આપણા જીવનમાં એક પ્રકારનું નાવીન્ય આવે છે અને  જીવનમાં પરિવર્તન પણ આવે છે.પરંતુ આવા તહેવારો ઉજવતા ઉજવતા ક્યારેક વિવેક ચુકાઈ જાય છે ત્યારે થોડું દુઃખ થાય છે.આથી યાંત્રિક રીતે તહેવારો ઉજવવાના બદલે ઉજવણીની સાથે કંઈક સર્જનાત્મક કાર્યો અથવા સમાજસેવાને લગતા કાર્યોને  ફરજિયાત જોડી દેવામાં આવે તો એનાથી સમાજમાં પરિવર્તન આવશે અથવા કોઈની સેવા થશે.તમે જે તે તહેવારના નામે લાખો રૂપિયા ખર્ચી નાખો પરંતુ આ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ સમાજમાં એક માણસનું પણ ભલું ન થવાનું હોય તો આપણે બધાએ વિચારવું રહ્યું.કારણ કે તમે યાત્રા કરતા હોય અને જો તમે કશે પહોંચતા ન હોય તો માત્ર ડીઝલ જ બાળ્યું કહેવાય.એવી રીતે લાખો રૂપિયા ખર્ચીને તમે જો કોઈ તહેવાર કરતા હોય અને એ તહેવારથી સમાજમાં કોઈનું ભલું ન થયું હો...

ગાંધી ફિલ્મ

 અત્યંત નાની છતાં પણ મારા માટે મહત્વની ગણી શકાય એવી એક બાબત આજે હું શેર કરવા માગું છું. મેં મારી પાસે ભણતા બાળકોને ડરતા ડરતા 1981 માં બનેલી ગાંધી ફિલ્મ બતાવી.મને પોતાને પણ થોડો ડર હતો કે બાળકોને ગમશે કે નહીં? પરંતુ મને વિશ્વાસ હતો કે બાળકોને ગમશે તો ખરી જ અને આ ફિલ્મ બતાવવાનું સાહસ કર્યું.તો મારા આશ્ચર્ય વચ્ચે બાળકોએ અત્યંત હોંશપૂર્વક અને પ્રેમપૂર્વક આ ફિલ્મ જોઈ જેની મને અત્યંત ખુશી છે. ચાલુ ફિલ્મે ફિલ્મને રોકી અને ઘણા બધા પ્રશ્નો પણ પૂછાયા અને એક ફિલ્મ દ્વારા તો સમગ્ર આઝાદીનો ઇતિહાસ જીવતો થઈ ગયો.મને આશ્ચર્ય થયું કે બાળકોને આપણી આઝાદીના સંગ્રામ વિશે લગભગ કશી જ ખબર નહોતી.બધા જ બાળકો ભણવામાં ખૂબ સારા છે છતાં પણ આઝાદીના ઇતિહાસ વિશે બહુ જ ઓછું જાણતા હતા. હવે જોવાની વાત એ છે કે આ બધી જ વાતો એસએસ નામના વિષયમાં ભણવામાં આવે જ છે. પરંતુ આપણે ગણિત વિજ્ઞાન સિવાય કોઈ વિષયને મહત્વ આપતા નથી અથવા તો બાળકો સારી રીતે ભણતા નથી એટલે આપણા બાળકો આપણા પોતાના ઇતિહાસથી વંચિત રહી જાય છે. ઇતિહાસથી વંચિત રહી જવું એ પણ એક દ્રષ્ટિએ ગુનો બને છે કારણ કે જે બાળકો પોતાના જ દેશના ઇતિહાસને જાણતા નથી એ બાળકો આગળ જઈને...

પાયાનું શિક્ષણ

 એક શિક્ષક તરીકે સતત એવું લાગે છે કે બાળકોને પ્રાથમિક કક્ષાએ નપાસ કરવામાં આવતા નથી અને ઉપલા ધોરણમાં મોકલવામાં આવે છે તેમજ શાળાઓમાં માત્ર ખાલી જગ્યા અને જોડકાના ટેસ્ટ લેવાય છે.એના લીધે બધા જ માબાપો એવા એક વહેમમાં રહે છે કે મારું સંતાન ખૂબ હોશિયાર છે. હકીકતમાં એવું કશું જ હોતું નથી. અમારા અનુભવ પ્રમાણે 70 ટકાથી વધુ બાળકોનો પાયો કાચો રહી જાય છે જેના લીધે આગળ ઉપલા ધોરણમાં ખૂબ જ તકલીફ પડે છે આવા બાળકોને આગળ જતા શોષાવાનું થાય છે.દાખલા તરીકે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીને ધોરણ પાંચનો કોઈક મુદ્દો ન સમજાય તો એને ધોરણ પાંચનું શીખવામાં શરમ આવે છે જેને લીધે તે પોતાનો ધોરણ 12 પણ સારી રીતે ભણી શકતો નથી. આથી સમગ્ર સમાજને મારે એટલી જાણ કરવી છે કે બાળકોનો પાયો આજકાલ અત્યંત કાચો રહે છે આથી એને જરૂરી નથી કે આઠમા ધોરણમાં હોય તો આઠમા ધોરણની જ મહેનત કરવી.બાળક આઠમા ધોરણમાં ભણતું હોય પરંતુ પાયો કાચો હોય તો તેને નીચલા ધોરણનું તૈયાર કરવા આપવું જોઈએ અને એવું કરવામાં કશો વાંધો પણ નથી કારણ કે શાળાઓ બાળકોને જો નપાસ ન કરતી હોય તો પછી બાળક નપાસ તો થવાનું નથી તો પછી ધોરણ પાંચનું શીખવાડવામાં શું વાંધો છે.પરંતુ કાચા ...

આવો અભ્યાસક્રમ હોય?

 મારી દીકરી ધોરણ ત્રણમાં ભણે છે તેને ત્રીજા ધોરણમાં આગ્રાનો નકશો દોરવાનો આવે છે હવે મને એમએસસી એમ.એડ થયા પછી અને 27 વર્ષના અનુભવ પછી આગ્રાનો નકશો મને પોતાને દોરતા આવડતું નથી.તો ગુજરાતમાં રહેતું ત્રીજા ધોરણનું બાળક આગ્રાનો નકશો કેવી રીતે દોરી શકે? તેમ જ શા માટે દોરવો જોઈએ? એ પ્રશ્નોનો જવાબ મને સમજાતો નથી. શિક્ષણ એ મારો મુખ્ય વિષય છે. તેમજ શોખ પણ છે.શિક્ષણ વિશે હું ઘણું બધું વિચારું છું તેમ જ નવું નવું લખતો પણ હોઉં છું છતાં પણ ત્રીજા ધોરણમાં આગ્રાનો નકશો દોરવાનો મુદ્દો મને કંઈ સમજાતું નથી આવા વાહિયાત મુદ્દાઓ મૂકી અને શિક્ષણને નિરસ કંટાળાજનક અને મૂર્ખતા પ્રેરક બનાવવા માટે કદાચ શિક્ષણ શાસ્ત્રીઓ તો જવાબદાર નહીં જ હોય. કારણ કે તેઓ તો મહાન માણસો ગણાય.પરંતુ આવું બધું કોણ બનાવે છે એ મને કોઈ કહો. શા માટે ભણવામાં વાર્તાઓ, કલ્પના કથાઓ, પરિ કથાઓ,સાહસ કથાઓ આવું બધું મૂકવામાં આવતું નથી?નાનું બાળક ટ્રેનમાં મુસાફરી કરે એને લગતા વાહિયાત પાઠો પણ મુકેલા છે.(ધોરણ 4)એક નાની છોકરી મધમાખીના મધપૂડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે એ પ્રકારના પાઠ પણ છે જે માથાના દુખાવા જેવા છે. (ધોરણ 4) અત્યારે હું વધુ કશું લખી ...

આજનું શિક્ષણ

  આજકાલ શિક્ષણના નામની અફરા તફરી જામેલી છે અને ચારે બાજુ જેમ આગ લાગી હોય અને બચાવો બચાવોની બૂમો પડતી હોય તેવી રીતે શિક્ષણ શિક્ષણની બૂમો પડી રહી છે.જોકે શિક્ષણ વધ્યું પણ છે પરંતુ નોકરીઓ મળતી નથી એવી પણ બૂમો પડી રહી છે.પરંતુ અમારો અનુભવ એવો છે કે નોકરીઓ તો આજે પણ મળી શકે છે પરંતુ લાયક માણસો અત્યારે પણ મળતા નથી.શિક્ષણનું એટલું અધ: પતન થઈ ચૂક્યું છે કે માત્ર પાસ થવાનું અને આંકડા (ટકા) લાવવાનું મહત્વ રહેલું છે પરંતુ બાળકને કેટલું આવડ્યું કે ન આવડ્યું એનું હવે કોઈ જ મહત્વ રહ્યું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે દસમા ધોરણમાં પાસ થયેલો બાળક સારી રીતે વાંચી કે લખી શકતો નથી કે સાદી ગણતરી કરી શકતો નથી.આવા બાળકો આગળ જતા કોલેજ કરીને સમાજમાં ઠલવાયા કરે છે.જેના લીધે માત્ર બેરોજગારી વધી રહી છે.આવા લોકો આગળ જઈને ફરિયાદ કરે છે કે નોકરીઓ મળતી નથી પરંતુ હકીકતમાં નોકરીને લાયક સારા માણસો પણ મળતા નથી. આથી હવે પછી જે બાળકો ભણવા માંગે છે એમણે એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે હવે પાસ થવાનું કે ટકા લાવવાનું મહત્વ નથી અને રહેવાનું પણ નથી.તમારી અંદર કેટલી કુશળતા છે? કેટલી આવડત છે ?પ્રશ્નોની સાથે કામ કરવાની કેટલી...

ભાષા શિક્ષણનું મહત્વ

  ગણિત અને વિજ્ઞાન એ પોતાને આવડતા ન હોવાથી એ ઘણા અઘરા અને મહાન વિષયો છે એવી આપણા બધાના મનમાં ગાંઠ પડી ગઈ છે.એના લીધે આપણે બધા આપણા સંતાનોનો માત્ર ગણિત અને વિજ્ઞાનના ટ્યુશન બંધાવીને બેસી ગયા છીએ.એટલું જ નહીં પરીક્ષાની માર્કશીટ જ્યારે આવે છે ત્યારે આપણે સૌ પ્રથમ ગણિત અને વિજ્ઞાનના માર્કસને ધ્યાનમાં લઈએ છીએ.પરિણામ સ્વરૂપે થયું છે એ કે બાળકોની ભાષાઓ અત્યંત કાચી રહી ગઈ છે અને એનો ખૂબ જ ખરાબ પ્રભાવ સમગ્ર શિક્ષણ ઉપર પડી રહ્યો છે. આ સાથે હું સર્વને જાણ કરવા માંગુ છું કે માત્ર ગણિત વિજ્ઞાનની પાછળ પડી જવું એ શિક્ષણ નથી બાળકને ભાષાઓ પણ સારામાં સારી આવડવી જોઈએ.કારણ કે ગણિત અને વિજ્ઞાન ભણવાનું માધ્યમ તો ભાષા જ છે.આથી ભાષા શીખવી પણ બરાબર જરૂરી છે અને ભાષા માટે માત્ર પાઠ્યપુસ્તકને વળગી રહેવું એ પણ જરૂરી નથી.લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા પણ જરૂરી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ડોક્ટર હોમી ભાભા એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે મહાન કવિ પણ હતા.અબ્દુલ કલામ એક મિસાઈલ મેન હોવા છતાં તેઓ સારામાં સારા લેખક હતા. વિક્રમ સારાભાઈ એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત જુદી જુદી 55 જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, તેમ જ તેઓ...

કેરલ પ્રસંગ 2

 બીજો એક પ્રસંગ જે પહેલી નજરે સામાન્ય લાગે છે પણ મને એ નોંધવો જરૂરી લાગે છે.  શંકરાચાર્યની જન્મભૂમિ કાલડી (કેરળ) મુકામે હું અને મારી મમ્મી દર્શન માટે ગયા હતા.અમે મંદિરના પ્રાંગણમાં રિક્ષાની રાહ જોતા બેઠા હતા. તે દરમિયાન બાજુમાં કેટલાક યુવાનો બેઠા હતા જે પણ દર્શન માટે જ આવેલા હતા. બહુ સહજ રીતે અમે એમને સાથે વાત કરી અને આગળના ગામ જવાનો રસ્તો પૂછ્યો.એ દરમિયાન જે વાતચીત થઈ તે દરમિયાન મેં બહુ સહજતાથી એ યુવાનને મેં મારો અને મારી મમ્મીનો પરિચય આપ્યો. જેવી એ યુવાને ખબર પડી કે એ મારી મમ્મી છે.તરત જ એણે મારી મમ્મીને કમરથી ઝૂકીને ચરણ સ્પર્શ કર્યો.ખરેખર હું આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય ચકિત અને ભાવવિભોર થઈ ગયો કે પારકા પ્રદેશમાં કોઈપણ જાતની વિશેષ ઓળખાણ વગર પણ એક માતાને એક અજાણ્યો યુવાન પગે લાગે એ એના માતા-પિતાના મહાન સંસ્કાર માત્ર.બીજું શું! ખરેખર સંસ્કારો જ મહત્વના હોય છે.વળી આજના મોબાઇલ યુગમાં તો સંસ્કારોની આવશ્યકતા ઊલટાની વધી જાય છે.  આપણે બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું ન ચૂકીએ એ પણ એટલું જ જરૂરી છે.તેવું મેં તે દિવસે અનુભવ્યું. ધન્ય છે એના માતા-પિતાને અને ધન્ય છે એવા યુવાનને!!! લે...

કેરલ પ્રવાસ શોભાયાત્રા

 મારા કેરળના પ્રવાસ દરમિયાન એક બે બાબતો મને સ્પર્શી ગઈ હતી જે આજે હું  પ્રસંગ સ્વરૂપે અલગથી લખવા માંગુ છું. ૧) શંકરાચાર્યની ભૂમિ કાલડી જવા માટે અલુવા રેલ્વે સ્ટેશન ઉતરવું જરૂરી છે.ત્યાંથી કાલડી 25 કિલોમીટરના બસ રસ્તે છે.આથી અમે રેલવે સ્ટેશનની બહાર આવેલા બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા ઉભા હતા.એ દરમિયાન રોડ ઉપર એક પી.એસ.આઇ અને બે ત્રણ પોલીસ ફરતા હતા. મોટા વાહનો ખાસ આવતા નહોતા અને પબ્લિક પણ ઓછી હતી.એટલે મને લાગ્યું કે નક્કી કોઈ કાર્યક્રમ હોવો જોઈએ.બાકી પીએસઆઇ અને બે ત્રણ પોલીસવાળા રોડ પર આ રીતે ફરતા ન હોય થોડી વાર પછી સામેથી એક સરઘસ આવતું દેખાયુ.એ દિવસે જન્માષ્ટમી હતી અને ત્યાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળે.આ શોભાયાત્રા જોવી એ મારા માટે જીવનનો એક મહત્વનો પ્રસંગ બની ગયો.આપણે ત્યાં પણ જુદા જુદા તહેવારોમાં શોભાયાત્રા નીકળે છે પરંતું આમાં કંઇક વિશેષ હતું. ડીજેનો ઘોઘાટ,સ્પીકરો બુમ બરાડા અને શોર બકોર સદંતર ગેરહાજર. આપણે ત્યાં શોભાયાત્રા, શોભાયાત્રા બનવાને બદલે ઘોઘાટ યાત્રા બની જતી હોય છે. મેં જીવનમાં પ્રથમવાર એવી શોભા યાત્રા જોઈ કે જે લગભગ એક કિલોમીટર જેટલી લાંબી હતી પરંતુ નિરવ શાંત...

ટ્યુશન નો નવો વિચાર

 આજના શિક્ષણને ટ્યુશન વગરનું કલ્પવું કદાચ અશક્ય છે.પરંતુ ટ્યુશનમાં સમસ્યા એ છે કે જ્યારે પણ આપણે નાના બાળકોને ટ્યુશન મૂકીએ છીએ ત્યારે ટ્યુશનથી આપણને સંતોષ થતો નથી કારણ કે ટ્યુશનમાં બાળકોને હંમેશા ટોળામાં બેસાડવામાં આવે છે.નાના બાળકોના પાયાના ખ્યાલ તેમજ પોતાની સમજણ ઘણી કાચી હોવાથી ટોળામાં બેસાડીને તેમને સારી રીતે શિક્ષણ આપી શકાતું નથી તેમ જ ઘણા બધા કિસ્સામાં તો ટ્યુશન આપનાર શિક્ષક પણ સક્ષમ હોતા નથી અને ઘણા લોકો તો માત્ર પોતાની આવક વધારવા માટે જ ટ્યુશન કરતા હોય છે.આથી આ ટ્યુશનમાં કમિટમેન્ટ પણ હોતું નથી. આવા કેસમાં મારી પાસે એક સારો ઉકેલ છે જોકે વાચકોને એ ગમશે કે નહીં એનો હું દાવો ન કરી શકું પરંતુ મારો આ અનુભવ છે જેના હું આપની સાથે શેર કરવા માગું છું.જ્યારે પણ એકથી આઠ ધોરણના નાના બાળકોનું ટ્યુશન કરાવવાનું હોય ત્યારે કોઈ શિક્ષકની પાસે ટ્યુશન મૂકવા કરતા ધોરણ નવ કે દસમાં ભણતા કોઈ હોશિયાર વિદ્યાર્થી પાસે બાળકને ટ્યુશન મૂકવો.હોશિયાર વિદ્યાર્થી પોતે વિદ્યાર્થી અવસ્થામાં હોવાના લીધે એ ખૂબ સારી રીતે વિષયને જાણતા હોય છે તેમજ ન્યાય આપી શકે છે. વળી એમને ભણાવવાનું ખૂબ જ ગમતું હોય છે બીજું આટલી ના...

મારો કાલડી પ્રવાસ

Image
 મારો કાલડી પ્રવાસ ગયા મહિનામાં અમે કાલડી ગયા હતા.કાલડી એ આદ્ય શંકરાચાર્યનું જન્મ સ્થળ છે.ભારતમાં ભાગ્યે જ કોઈ શંકરાચાર્યના વ્યક્તિત્વથી પરિચિત નહીં હોય.આપણા દેશમાં શંકરાચાર્ય નામની એક મહાન વિભૂતિ થઈ ગઈ આજથી આશરે 1000 વર્ષ પહેલા કેરલમાં કાલડી ગામે જન્મ થયો હતો. કાલડી હકીકતમાં એમના પિતાનું ગામ છે.એમનો જન્મ તો કાલડીથી 45 km દૂર પિરામલ નામનું બીજું એક ગામ છે,તે એમનું જન્મ સ્થળ છે અર્થાત એમની માતાનું ગામ છે.પરંતુ બાળકના જન્મ બાદ એમની માતા પતિના ઘેર કાલડી આવી ગયા હતા.આથી કાલડીમાં એમનો ઉછેર થયો. કાલડી એ ખૂબ જ નાનું ગામ છે.જ્યાં પૂર્ણા નદીના કાંઠે શંકરાચાર્યનું મંદિર છે.જે સુંદર અને જોવાલાયક છે.ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.કાલડી એ અલૂવા રેલવે સ્ટેશનથી માત્ર 25 km દૂર છે.ગુજરાતથી કાલડી જવા માટે તમે કોઈપણ એક્સપ્રેસ ટ્રેન પકડી શકો છો તેમાં અલુવા સ્ટેશને ઉતરવાનું રહે છે અને અલુવાથી કાલડી સરકારી બસમાં કે અન્ય કોઈ પ્રાઇવેટ વાહનમાં જઈ શકાય છે.કાલડીમાં મંદિરની અંદર જ એક અતિથિ ગૃહ છે.જેમાં તમે સારી રીતે રહી શકો છો અને મંદિરના દર્શન કરી શકો છો મંદિરની પાછળ જ નદી છે કે જ્યાં શંકરાચાર્યનો પગ મગરે ખેં...

વિચારવું એ પણ એક ક્રિયા

Image
 આપણે ત્યાં જ્યારે પણ કામ કરવાની વાત આવે છે ત્યારે આપણે તેનો અર્થ એવો જ કાઢીએ છીએ કે કોદાળી લઈને ખાડો ખોદીએ કે ખીલીને હથોડી વડે ભીંતમાં ઠોકીએ કે કુહાડી વડે લાકડા કાપીએ કે પછી વાહન ચલાવીએ તેને જ કામ કહેવાય. મતલબ કે એને જ કામ કહીએ છીએ કે જેમાં હાથ-પગ ચલાવવાના આવે. પરંતુ હાથ પગ ચલાવ્યા વગર ખુરશીમાં સ્થિર બેસીને પણ કામ કરી શકાય છે એ વાત હજુ આપણા દિમાગમાં બેસતી નથી. અમેરિકાના મહાન શિક્ષણ શાસ્ત્રી જહોન ડ્યુઈએ કહ્યું કે થિન્કીંગ ઈઝ ડુઈંગ, અર્થાત્ વિચારવું એ કાર્ય છે. આપણે ત્યાં વિચારણાને કાર્યનો દરજ્જો નથી મળ્યો. હા, નવરો બેઠો નખ્ખોદ વાળે એવી કહેવત જરૂ૨ સર્જાઈ છે. આપણે હવે એ શીખવાનું છે કે વિચારણા એટલે શું? શું વિચારવું, શેના વિશે અને શેને માટે વિચારવું એ બધું આપણે શીખવું રહ્યું. કારણ કે આપણને ટેવ પડી નથી એને લીધે આપણે જૂના વિચારોના આધારે ઘસડાયા કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપે બીબાઢાળ અને કંટાળાજનક જીવન શૈલીનો ઉદ્ભવ થાય છે અને આપણને કશું જ નવું પ્રાપ્ત થતું નથી. આપણી આસપાસનું જગત અને આપણાં ખુદનાં જીવન વિશે જો વિચારણા કરવામાં આવે તો એમાંથી ઘણાં નવા પરિમાણો સર્જાઈ શકે. જેમ દર્દી જ્યારે ડૉક્ટર...

આ કદાપિ ન ચલાવી શકાય

Image
 આ કદાપિ ન ચલાવી શકાય!!! હમણાં બે ત્રણ વિડિયો એક સરખા વાયરલ થયા. આ દરેક વીડિયોની અંદર જુદા જુદા શિક્ષકો અથવા વાલીઓ પોતાના સંતાનને અથવા વિદ્યાર્થીને બે રહેમી પૂર્વક મારતા હતા.ખરેખર સમાજે આ બાબતને અતિગંભીરતાપૂર્વક લેવી જોઈએ તેમજ આના ઉપર પણ એક અલગથી કાયદો બનવો જોઈએ.તદ્દન નાના બાળકને ભણવાનું આવડે કે ન આવડે એના વિશે કોઈપણ પ્રકારની વધારે પડતી સજા ન કરી શકાય.કારણ કે નાના બાળકનું મગજ જુદી રીતે બનેલું છે.તે પરિપક્વ નથી હોતું.તેમ જ શિક્ષણના મહત્વને સમજતું નથી.આથી બાળકને ન આવડે એટલે શિક્ષક કંટાળી જાય એ સ્વાભાવિક છે પરંતુ શિક્ષક કોઈપણ પરિસ્થિતિમાં બે રહેમી પૂર્વક બાળકને મારી ન શકે જેમ આપણે ઉદયપુરના દરજીની હત્યાને ગંભીરતાપૂર્વક લીધી તેવી રીતે કોઈ શિક્ષક અથવા વાલી પોતાના સંતાનને બેરહેમી પૂર્વક મારે તો આ મુદ્દો પણ ગાજવો જોઈએ અને સંસદ સુધી પહોંચવું જોઈએ. દરેક વાલી મિત્રોને વિનંતી છે કે પોતાના બાળક સાથે આવી રીતે કોઈ પ્રકારની મારઝૂડ થતી નથી ને એ વિશે જાગૃત રહેવું કારણકે આવા શિક્ષકો બાળકોને ગભરાવતા પણ હોય છે.જેથી બાળક ડરનું માર્યું ઘરે કશું કહી શકતું નથી.એનો સદંતર અર્થ એવો પણ નથી કે બાળકને સદંતર ન મા...

બે સૂચનો

  આપણે બધા બાળકોને ભણવા માટે શાળામાં અને ટ્યુશનમાં મોકલીએ છીએ.ખર્ચ કરવામાં પણ કોઈ જાતની કસર રાખતા નથી.છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી અને આપણને સંતોષ થતો નથી એની પાછળના કયા કારણો હોઈ શકે? મારી દ્રષ્ટિએ નીચે મુજબના કારણો છે. 1) બાળકને વધારે પડતું પરીક્ષાલક્ષી કરી નાખવામાં આવ્યું છે.બાળકના ઉપર પરીક્ષાનો એટલો બધો બોજો નાખી દેવામાં આવ્યો છે કે બાળક હવે જ્ઞાનનો આનંદ લઇ શકતું નથી.પરંતુ જ્ઞાનને ભાર સમજે છે.આથી પરીક્ષાનો ભાર ઘટે એ પ્રમાણે ભણાવવું રહ્યું. પરીક્ષાઓ ઘટાડવાની જરૂર નથી પરંતુ પરીક્ષાઓ પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે. 2) એ મૂળભૂત પરિવર્તન કરવા જેવું છે કે શાળાઓમાં લગભગ છ કલાક ભણાવવામાં આવે છે અને આ છ કલાક દરમિયાન શિસ્તના નામે બાળકો પર લગભગ ત્રાસ ગુજારવામાં આવે છે.એના બદલે બે નવી અને મોટી બાબતો શિક્ષણમાં ઉમેરવા જેવી છે.વધુ પડતા શિક્ષણના બોજના લીધે બાળકો હવે રમી શકતા નથી કે બહારનું વાંચી શકતા નથી.આથી શાળામાં ફરજિયાત બાળકને એક કલાક રમવા મળવું જોઈએ.આપણી શાળાઓ બાળકોને છ કલાક ભણાવે છે હકીકતમાં ધોરણ એકથી આઠમાં છ કલાક ભણવા જેટલું છે ભણતર છે જ નહીં.એ ત્રણથી ચાર કલાકનું જ કામ છે.આથી જો...

એક પુસ્તકાલયની શક્તિ

 પુસ્તકાલયની સંધિ પુસ્તક+ આલય એવી થાય.અર્થાત કે જ્યાં જઈને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે પરંતુ પુસ્તકાલય પાછળનો અસલ ભાવ હવે સદંતર વિસરાઈ ગયો છે.આજકાલ આપણા લોકો પુસ્તકાલયમાં જઈને પુસ્તકાલયના પુસ્તકો નથી વાંચતા.પરંતુ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ પુસ્તકાલયનો ખરો હેતુ નથી.પરંતુ પાટણમાં ફતેસિંહરાવ લાઈબ્રેરી છે જે પુસ્તકાલયનો હેતુ સારી રીતે સાર્થક કરી રહી છે.પુસ્તકાલયનું કામ માત્ર પુસ્તકોની લેવડ દેવડ જ નહીં પરંતુ સમાજસેવા એવું પણ હોઈ શકે એવું આ લાઇબ્રેરી સાબિત કરી રહી છે.પાટણના બીજા છેડે રાણકી વાવ પહેલા આ લાઇબ્રેરી આવેલી છે.ખૂબ જ જૂની ફતેસિંહ રાવ લાઈબ્રેરી જે ગાયકવાડના સમયની છે તેમાં વિવિધ સામાજિક અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.જેમાં વિવિધ પ્રકારના કમ્પ્યુટર ક્લાસીસ,અંગ્રેજી સ્પોકનના વર્ગો તેમજ દર મહિને વિવિધ વક્તાઓના વિવિધ પુસ્તકો પરના સુંદર પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે. કેટલાક વક્તાઓ પાટણમાંથી હોય છે અને કેટલાક વક્તાઓ બહારથી પણ હોય છે.પરંતુ જુદા જુદા વિષયના વિદ્વાન તેમજ તજજ્ઞ વક્તાઓ આવી અને એટલા સુંદર પ્રવચનો આપે છે કે જે તે વિષયનું ખૂબ જ ઊંડાણપૂર...

રોકેટ બોયઝ

 🌹 એક જોવાલાયક વેબ સીરીઝ રોકેટ બોયઝ થોડા સમય પહેલા છાપામાં મેં રોકેટ boys નામની વેબ સીરીઝ વિશે વાંચ્યું હતું.જે વાંચતા મને અત્યંત આશ્ચર્ય થયું કે આવા કોઈ વિષય ઉપર વેબ સીરીઝ કેવી રીતે હોઈ શકે !!ત્યારબાદ મેં થોડી પૂછપરછ કરી અને આ વેબ સીરીઝ કોઈ જગ્યાએથી શોધી લાવ્યો અને વ્યવસ્થિત જોવાની શરુ કરી જેના વિશે હું અહીં આપ સૌને જણાવવા માંગુ છું. રોકેટ બોયઝ એ વિજ્ઞાન પર આધારિત એક વેબ સીરીઝ છે.તેના મુખ્ય પાત્રો ડૉ.વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમી જહાંગીર ભાભા અમને એપીજે અબ્દુલ કલામ (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) છે. ભારતમાં રોકેટ કાર્યક્રમની શરૂઆત વિક્રમ સારાભાઈએ કરી હતી તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ વિક્રમ સારાભાઈ અને એમના અન્ય સાથી મિત્રોએ કેટલી મહેનત કરી અને આ ભૂમિકા ઊભી કરી હતી તે આપણે વિગતવાર જાણતા નથી તેના માટે આ વેબ સીરીઝ જોઈ રહી.એમની સાથે હોમી ભાભા જોડાયા હતા.હોમી ભાભાએ કેવી રીતે ભારતનો  અણુ યુગમાં પ્રવેશ કરાવ્યો અને ત્યારબાદ અબ્દુલ કલામનો એની અંદર શું રોલ હતો એ બધું જોવું અત્યંત રોચક છે સાથે સાથે એ પણ ખ્યાલ આવે છે કે વૈજ્ઞાનિકો કેવી રીતે બોલતા હોય છે,કેવી રીતે વિચારતા હોય છે અને કેવી રીતે વર્તતા ...

અસત્ય દિવસ

Image
 આજે કયો દિવસ છે જાણો છો? આજે 20 મી જૂન.હું પૂછું કે આજે કયો દિવસ તો તમે જાત જાતના દિવસો કહેશો પરંતુ આજે છે  અસત્ય દિવસ.આ દિવસ મેં પોતે બનાવ્યો છે.આજના દિવસે અસત્ય એ સત્ય પર પ્રચંડ વિજય મેળવ્યો હતો.20.6.2015 ના રોજ ચાણસ્મા ની પીપી પટેલ હાઈ સ્કૂલના આચાર્ય પદેથી મને તદ્દન ખોટી રીતે ડીસમિસ કરીને પગાર બંધ કરી દેવામાં આવ્યો. એ પણ ચાર સજ્જનો દ્વારા અને એમાં કેળવણીકારો સામેલ. આજે હું ટ્રિબ્યુનલમાં કેસ  100% જીતી ગયો છું.છતાં પગાર બંધ છે અને નોકરી પણ બંધ છે.આપણા પક્ષે બોલનાર કે લડનાર કોઈ નથી.કારણકે હું એક સામાન્ય વ્યક્તિ છું. નાગાઇ આવડતી નથી.માબાપે સીધી લીટી પર ચાલવાના સંસ્કાર આપ્યા છે.D.E.O. થી માંડીને દિલ્હી સુધી બધું ધમરોળી નાખ્યું છે.વડા પ્રધાનની ઓફિસમાંથી ચાર પાંચ પત્રો અને ફોન બધું આવી ગયું છે પણ હું કોઈ ' તોપ' નથી એની બધાને ખાતરી છે એટલે બધા નિશ્ચિંત છે.હાલ કાચબા ગતિએ ગુજરાત હાઈકોર્ટ માં કેસ ચાલે છે. મારા પરના આક્ષેપો છ વર્ષથી મારો પગાર બંધ કરવા માટે મારી શાળાના મંડળે (પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા. જિ.પાટણ) મારા પર કરેલા આક્ષેપો અને એનો મારો જવાબ. 1) તમને ગણિત આવડતું નથી. મા...

ટાઈમ ટેબલ

 તમારા સંતાનનું પરિણામ ખરેખર સુધારવાનું છે?તો જ વાંચો. આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ સારુ પરિણામ તો લાવવા માંગે છે પરંતુ પરિણામ મેળવવા માટે પ્રક્રિયામાં કોઈ જાતનો બદલાવ લાવવા માગતા નથી. ચીલાચાલુ ટ્યુશનો કરવા તેમજ ફુલસ્કેપ ચોપડા ભરવા એ જ જાણે શિક્ષણની પ્રક્રિયા થઈ ગઈ છે પરંતુ આ વિશે પુનર્વિચારણા કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં લઇ વધુ ન લખતા મેં એક દિનચર્યા તૈયાર કરી છે જેને આ સાથે રજુ કરું છું. વાલીઓને વિનંતી કે પોતાના બાળકોને આ પ્રકારની દિનચર્યા આપો.જો આમાં કંઈ ફેરફાર કરવા જેવું લાગે તો તમે જાતે ફેરફાર કરીને બાળકોને આપો. બાળકોને દિનચર્યા આપવાથી બાળકો સમયનો સમયનો વધુ ઉપયોગ કરશે જેથી સારું પરિણામ આવી શકશે.બાકી ચીલાચાલુ પદ્ધતિથી ક્યારે સારું પરિણામ આવવાનું નથી તે વાત ખાસ યાદ રાખવી.પરિણામ બળવું હોય તો પ્રક્રિયા બદલવી જ પડે. અહીંયા બાળકના ઊંઘના કલાકો તેમજ વચ્ચે આરામના કલાકનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અભ્યાસના સમય દરમિયાન તે ધારે તે પ્રકારનો અભ્યાસ કરી શકે છે યાદ રાખો કે ગધેડા જેવી મજૂરી કરવાથી ક્યારેય સારું પરિણામ આવવાનું નથી.પરંતુ ઘોડા જેવું કામ કરવાની આવશ્યકતા હોય છે. આપણા બાળકો મ...

પી સી વૈદ્ય

 આજે ગુજરાતના ગણિત દાદા કહી શકાય એવી હસ્તીનો જન્મદિવસ છે. જેમનું નામ છે સ્વ. શ્રી પી. સી. વૈદ્ય સાહેબ.ઘણા લોકો આ નામથી અજાણ હશે. પરંતુ સમગ્ર ગુજરાત જેના વિશે ગૌરવ લઈ શકે એવી આ એક મહાન હસ્તી હતી. આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટિવિટી પર ગુજરાતમાં પાયાનું કામ કરનાર ભારતના ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. જેમણે હોમીભાભા, વિષ્ણુ નારલીકર અને જયંત નારલીકર જેવા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રી સાથે કામ કરેલું છે. એવા પ્રહલાદભાઈ ચુનીલાલ વૈદનો જન્મ 23 5 1918ના રોજ થયો હતો. વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ હોવા ઉપરાંત તેઓ શિક્ષણશાસ્ત્ર અને ગાંધીવાદ સાથે સંકળાયેલા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઇને જેલવાસ વેઠેલો હતો. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધા પછી વિજ્ઞાનના સ્નાતક. તેઓ ભૌતિક વિજ્ઞાન વિષય સાથે મુંબઈની ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં થયા. અધ્યયન અને અધ્યાપન તેમણે આજીવન કર્યું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઇ ઉપરાંત બનારસમાં પણ તેમણે અધ્યાપન કર્યું હતું. ૧૯૪૯માં તેમણે ગણિતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. થોડો સમય તેમણે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પણ કામ કર્યું હતું સુરત, વલ્લભ વિદ્યાનગર, વિ...

વિરાંજલી પાટણ

  વિરાંજલી પાટણ ગઈકાલે(૨૨/૫/૨૦૨૨) પાટણમાં ગુજરાત સરકાર આયોજિત વિરાંજલી કાર્યક્રમ માણ્યો.ગુજરાતી સાહિત્યકાર સાઇરામ રચિત આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે.લોહીમાં રાષ્ટ્રપ્રેમ જગાડે તેવો જબરજસ્ત પ્રોગ્રામ જોઈને દિલ બાગ-બાગ થઈ ગયું.પાટણની પ્રજાની શિસ્ત અને શાંતિ પણ અદ્ભુત હતા. લગભગ ૫૦૦૦ થી વધુ પબ્લિકે પાટણના પ્રગતિ મેદાનમાં અત્યંત શાંતિપૂર્વક સમગ્ર કાર્યક્રમ જોયો. આ કાર્યક્રમની અંદર સોથી વધારે કલાકારોએ ભાગ લીધો.સ્ટેજની પાછળના ભાગમાં એક મોટો પડદો હતો જેના ઉપર યુદ્ધના અને આગના દ્રશ્યો અવારનવાર બતાવવામાં આવતા હતા અને આગળના ભાગમાં વિવિધ કલાકારો અભિનય દ્વારા કે ગરબા દ્વારા વિવિધ રજૂઆતો કરતાં હતા. મેડમ કામાએ બનાવેલા ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ થી માંડીને,ઝાંસીની રાણીની શહાદતની કથાથી માંડીને, કાકોરી કાંડ,ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની ઓથી માંડીને,ભગતસિંહની કથાથી માંડીને ભારતની આઝાદી સુધીની કથા રજૂ કરવામાં આવી. જેના મુખ્ય સૂત્રધાર સાંઈરામ હતા જે પોતે ભારતના તિરંગા ધ્વજનું પાત્ર ભજવતા હતા.અનેક દૃશ્ય દિલ ધડક હતા જેમાં ભગતસિંહની મોતની દેવી સાથેની મુલાકાતના સંવાદો ગજબના હતા.કઈક તદ્દન નવીજ કલ્પન...

માતૃભાષા

 માતૃભાષાના ચાહકોને આ લેખ share કરવા આગ્રહ છે. ૧૯૧૮માં બ.ક. ઠાકોર નામના આપણા એક મહાન સાહિત્યકારે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.પરંતુ એના જવાબમાં ગાંધીજીએ એવું લખ્યું કે જ્યારે આપણો દેશ આઝાદ થશે ત્યારે આપણે ત્યાં એવો એક કાયદો બનાવવામાં આવશે કે જો બંને ભારતીયોને એક જ ભાષા આવડતી તો પછી અંગ્રેજીમાં લખો કે બોલો એ ફોજદારી ગુનો ગણાશે અને જેના માટે છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે.ત્યારબાદ એ બાબતમાં આગળ શું થયું એ ખબર નથી. પરંતુ અહીંયાં એક સમજવા જેવી વાત એ છે કે આપણા રાષ્ટ્રપિતા પણ માતૃભાષાની આટલી તરફેણ કરતા હતા.એટલું જ નહીં દુનિયાના તમામ મહાન વૈજ્ઞાનિકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને માતૃભાષામાં જ એમણે કામ કર્યું છે.માતૃભાષા એ જન્મથી મગજ સાથે જોડાયેલી હોવાથી માણસ તે ભાષામાં ઊંડે સુધી સંદેશા વ્યવહાર કરી શકે છે. અને બીજાને યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકે છે.આથી માતૃભાષાનું મહત્વ અનેરું છે. માતૃભાષા સારી આવડતી હોય તો એના આધાર ઉપર દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકાય છે.અર્થાત જો તમને ગુજરાતી સારી આવડતી હોય તો ગુજરાતીના આધાર ઉપર બીજી ભાષા શીખી શકાય છે.પરંતુ ગુજરાતી જ આવડતી ન...

ગપ્પા મારવા એ કળા

  ઘણા વર્ષો પહેલાની વાત છે આશરે ૧૯૪૭ની. ઇંગ્લેન્ડમાં એક ડૉક્ટર આંખનું ઓપરેશન કરી રહ્યા હતા.ઓપરેશન વખતે એમનો વિદ્યાર્થી પણ એમની સાથે હતો.ચાલુ ઓપરેશન દરમ્યાન એમનો વિદ્યાર્થી અચાનક બોલી ઉઠ્યો કે કેટલી દુઃખની વાત છે કે આજના સમયમાં પણ આપણી પાસે મોતિયાનું ઓપરેશન કરવાની વ્યવસ્થા કે આવડત નથી.આ સાંભળી અને ડોક્ટરને ગુસ્સો આવ્યો અને તેમણે પોતાના વિદ્યાર્થીને ઓપરેશન થીયેટરમાંથી કાઢી મૂક્યો. વિદ્યાર્થી તો ત્યાંથી જતો રહ્યો અને દર્દીની સારવાર પણ પૂરી પણ થઇ ગઈ.થોડા સમય પછી ડોક્ટર જ્યારે નવરા પડ્યા ત્યારે શાંતિથી વિદ્યાર્થિની વાત પર વિચાર કર્યો.ત્યારે એમને થયું કે ખરેખર તો લેન્સ નું ઓપરેશન કરવાની આપણી પાસે કોઈ સુવિધા નથી.તો એને માટે કેમ પ્રયત્ન કરવામાં ન આવે? ત્યારબાદ તે ડોક્ટરે મોતિયાના ઓપરેશન વિશે સંશોધન ચાલુ કર્યું અને ટૂંક સમયમાં એમણે મોતિયાના ઓપરેશનની પદ્ધતિ શોધી કાઢી અને બે વર્ષ પછી એક મહિલાની આંખ પર મોતિયાનું ઓપરેશન કર્યું અને એ સફળ પણ થયું.એ મહિલા કોઈપણ જાતના ચશ્મા વગર પોતાની આંખ દ્વારા જોઈ શકતી હતી. ડૉક્ટર નું નામ હતું ડો. રીડલે અને વિદ્યાર્થીનું નામ હતું સ્ટીવ પેરી. વાત એમ છે કે બુદ્ધ...

બે ગણિત

 પેપરમાં એક સમાચાર છપાયા.મારી દ્રષ્ટિએ આ મોટા સમાચાર છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે કોઈએ એની નોંધ લીધી નહીં. આપણે ત્યાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત વિષય અત્યંત અઘરો લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થાય છે.સરકારશ્રીએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બે પ્રકારના ગણિત ઓફર કર્યા છે એક સરળ પ્રકારનું ગણિત (બેઝિક)અને બીજું અઘરા પ્રકારનું (સ્ટાન્ડર્ડ ગણિત)હમણાં સુધી કોઈને ખબર નહોતી કે કેટલા પ્રકારના કેટલા વિદ્યાર્થીઓએ કયું ગણિત લીધું છે પરંતુ છાપામાં સમાચાર આવ્યા છે કે કુલ નવ લાખ વિદ્યાર્થીમાંથી 8 લાખ વિદ્યાર્થીને સાદું ગણિત રાખેલ છે અને એક લાખ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે. આ શું સાબિત કરે છે? આપણા વિદ્યાર્થીઓ 80થી 90 ટકા મહેનત ગણિત અને વિજ્ઞાનની પાછળ કરે છે અને ગુજરાતી-હિન્દી સમાજવિદ્યા અને સંસ્કૃત જેવા વિષય લગભગ નહિવત વાંચે છે છતાં પણ ગણિત વિજ્ઞાનની અંદર પરિણામ નથી લાવી શકતા. તો એનું સાચું કારણ શું હોઈ શકે એ વિશે સમાજે તેમજ શિક્ષણશાસ્ત્રી વિચાર કરવા જેવો છે મારી દ્રષ્ટિએ આમાં નીચે પ્રમાણેના કારણો હોઈ શકે. 1) ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવા વિષયોની અવગણના ક...

ભગવદ્ ગીતા

  ભણવામાં ભગવદ્ ગીતા મુકાય? (આ લેખને વધુમાં વધુ share કરો) સરકાર ભણવામાં ભગવદગીતા મૂકવાની છે એવા એક સમાચાર આવ્યા છે.જેનાથી લોકો આશ્ચર્ય ચકિત થઇ રહ્યા છે અને ખાસ કરીને તો હિન્દુઓને આશ્ચર્યની સાથે આનંદ પણ થઈ રહ્યો છે. જો કે એની સાથે બીજી કેટલીક બાબતો પણ સમજી લેવી જરૂરી છે. 1)  કેટલાક લોકો એમ માને છે કે ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો ગ્રંથ છે.આ વાત એટલી બધી સાચી ન ગણાય.કારણ કે ભગવદ્ ગીતામાં ચીલાચાલુ ટ્રેડિશનલ હિન્દુ ધર્મની કોઈ વાત જ આવતી નથી. ભગવદગીતા એ મનુષ્યના કર્મનું વિજ્ઞાન બતાવનારો ગ્રંથ છે.આમ તે મનોવિજ્ઞાનનો ગ્રંથ ગણી શકાય અથવા અધ્યાત્મનો ગ્રંથ ગણી શકાય.આમાં જેને ચીલાચાલુ ધર્મ કહેવામાં આવે છે તેવું કશું આવતું જ નથી.ગીતામાં હિન્દુ શબ્દ પણ નથી.આથી કોઈપણ ધર્મ વાળી વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે તો એમાં કોઈની લાગણી દુભાવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.ઊલટાની ભગવદ્ ગીતા એક વાંચવા જેવો ગ્રંથ છે જે કૃષ્ણે અર્જુનને રણમેદાનમાં કહી હતી. 2) ખરા અર્થમાં આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ.જે પ્રજા પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે તે પ્રજા પોતાની ખુમારી પણ ગુમાવે છે અને બીજાની સંસ્કૃતિને મહાન માનત...

અણઘડ નાટકો

  કેટલાંક અણઘડ નાટકો ઓછા હોય તેમ શિક્ષણમાં હવે એક નવું નાટક ઉમેરવામાં આવ્યું છે કે ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓને GPSC અને UPSCની પરીક્ષાઓની તૈયારી કરે. બોલો આના વિશે શું કહી શકાય? પ્રાઇવેટ સ્કૂલો પોતાનું માર્કેટ વધારવા માટે અને વિદ્યાર્થીઓને ખેંચવા માટે નીતનવા ગતકડા કર્યા કરે છે.પરંતુ આ ગતકડાની પણ કોઈ હદ હોવી જોઈએ. આ ગતકડાથી વિદ્યાર્થીઓ ઉપર કેટલું માનસિક દબાણ આવે છે તેનો કોઇ પ્રકારનો વિચાર કરવામાં આવતો નથી.ખાનગી સ્કુલોના જમાનામાં શિક્ષણશાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર પણ હવે તો જાણે બચ્યું નથી કે જેમાંથી સિદ્ધાંતો જોઈ શકાય.માત્ર સંચાલકોની મનમાની અને ટૂંકા પગારવાળા શિક્ષકોની મજબૂરીનો લાભ લેવો એ જાણે શિક્ષણ જગતની મુખ્ય પ્રક્રિયાઓ બની ગઈ છે.જેમાં વિદ્યાર્થીઓના હાથા બનાવવામાં આવે છે. એક બાજુથી વિદ્યાર્થીઓ પર ટ્યુશન ક્લાસ વાળા દબાણ કરે છે.બીજી બાજુથી શાળાના શિક્ષકો દબાણ કરે છે અને ત્રીજી બાજુથી મમ્મીઓ દબાણ કરે છે.વળી કુદરત પણ એટલી મૂર્ખ છે કે દિવસના ૨૪ કલાકમાં આટલું કરી શકાય નહીં.ખરેખર કુદરતે વિદ્યાર્થીઓની નાજુક પરિસ્થિતિ જોઈને દિવસનો સમય વધારવો જોઈએ એવું તમને નથી લાગતું? સાથે સાથે બીજી વાત...

માતૃભાષા

 માતૃભાષાના ચાહકોને આ લેખ share કરવા આગ્રહ છે. ૧૯૧૮માં બ.ક. ઠાકોર નામના આપણા એક મહાન સાહિત્યકારે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.પરંતુ એના જવાબમાં ગાંધીજીએ એવું લખ્યું કે જ્યારે આપણો દેશ આઝાદ થશે ત્યારે આપણે ત્યાં એવો એક કાયદો બનાવવામાં આવશે કે જો બંને ભારતીયોને એક જ ભાષા આવડતી તો પછી અંગ્રેજીમાં લખો કે બોલો એ ફોજદારી ગુનો ગણાશે અને જેના માટે છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે.ત્યારબાદ એ બાબતમાં આગળ શું થયું એ ખબર નથી. પરંતુ અહીંયાં એક સમજવા જેવી વાત એ છે કે આપણા રાષ્ટ્રપિતા પણ માતૃભાષાની આટલી તરફેણ કરતા હતા.એટલું જ નહીં દુનિયાના તમામ મહાન વૈજ્ઞાનિકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને માતૃભાષામાં જ એમણે કામ કર્યું છે.માતૃભાષા એ જન્મથી મગજ સાથે જોડાયેલી હોવાથી માણસ તે ભાષામાં ઊંડે સુધી સંદેશા વ્યવહાર કરી શકે છે. અને બીજાને યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકે છે.આથી માતૃભાષાનું મહત્વ અનેરું છે. માતૃભાષા સારી આવડતી હોય તો એના આધાર ઉપર દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકાય છે.અર્થાત જો તમને ગુજરાતી સારી આવડતી હોય તો ગુજરાતીના આધાર ઉપર બીજી ભાષા શીખી શકાય છે.પરંતુ ગુજરાતી જ આવડતી ન...

ટેક્ષ્ટ બુક કેવી રીતે વાપરવાની?

Image
 ટેક્ષ્ટબુક કેવી રીતે વાપરવાની? હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ઘણી વખત કહું છું કે તમારે તમારું પાઠ્યપુસ્તક એવી રીતે વાપરવું જોઇએ કે તમારું પાઠ્યપુસ્તક કોઈ અડધી કિંમતમાં લેવા તૈયાર ના થાય.અર્થાત્ પાઠ્યપુસ્તકના શબ્દને એટલો ઊંડાણપૂર્વક વાંચવો જોઈએ અને એ શબ્દને લગતી જે કંઈ માહિતી તમે ધરાવતા હોય તે પાઠ્યપુસ્તકમાં જ એ શબ્દની આસપાસ લખી નાખો. એમાં એટલી બધી નોંધો હોવી જોઈએ કે પાઠ્યપુસ્તક વાંચનારને બધા પ્રકારની માહિતી ત્યાંથી જ મળી જાય. આવું કરવાથી જ્યારે પણ તમે પાઠ્ય પુસ્તક વાંચો છો ત્યારે પાઠ્યપુસ્તક પણ વાંચી શકો છો અને નહીં સમજાતા મુદ્દાઓનો જવાબ પણ એમાંથી જ મળી રહે છે.@કર્દમ મોદી પરંતુ આવું પુસ્તક મેં મારી સમગ્ર શૈક્ષણિક કારકિર્દીમાં કોઈ વિદ્યાર્થી પાસે ક્યારેય જોયું નહીં. જો કે મને પોતાને આવી ટેવ હતી. પરંતુ અમે તો હવે ભૂતકાળ બની ગયા છીએ.@કર્દમ મોદી થોડા વખત પહેલા એક વિદ્યાર્થીનું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક મારા હાથમાં આવ્યું.એ મેં જોયું તો મને લાગ્યું કે કદાચ મારા જીવનમાં મળેલો આ એવો પ્રથમ વિદ્યાર્થી છે કે જે પાઠ્ય પુસ્તક વાંચવાની કલા સારી પેઠે જાણે છે.આ વિદ્યાર્થીએ ગાઈડ,અપેક્ષિત અને શિક...

નળ સરોવર

Image
  નળ સરોવર: એક આછો પરિચય નળ સરોવર એ ગુજરાતનું એક પક્ષી અભ્યારણ છેનળ. હકીકતમાં એક પક્ષીસ્વર્ગ છે.120 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલું આ એક ખારા પાણીનું સરોવર છે.ભૂતકાળમાં એક સમયે અહીંયા દરિયો હતો.કચ્છ અને સૌરાષ્ટ્ર બંને એક સમયે સ્વતંત્ર ટાપુઓ હતા પરંતુ કાળક્રમે બંને પ્લેટો ભેગી થવાથી બંને ટાપુ ભેગા થઈ ગયા અને રહી ગયું એના અવશેષરૂપે નળ સરોવર. નળ સરોવર આશરે ૧૨૦ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે.જે પાંચથી છ ફૂટ જેટલું પાણી ધરાવે છે.જેનું પાણી કાચ જેવું ચોખ્ખું હોવાથીતેનું તળિયું સ્પષ્ટ દેખાય છે.તેના તળીએ સુંદર મજાની વનસ્પતિ તેમજ ઘાબાજરિયું નામનું ઘાસ ઊગેલું છે તેમજ વિવિધ પ્રકારની માછલીઓ છે. નળ સરોવરની આસપાસ વસતી જાતિ પઢાર જાતિ છે.જે મૂળ સિંધ પાકિસ્તાનથી આવેલી છે અને આશરે એક હજાર વર્ષથી અહીંયા રહે છે.તેમનો મુખ્ય વ્યવસાય માછલીઓ પકડવાનો છે. તેમનાં કુળદેવી હરીસિધ્ધ માતા એક બેટ પર જ છે.નળ સરોવરની એક અત્યંત આકર્ષક બાબત એ છે કે આ વિશાળ સરોવર ની અંદર 300થી વધારે ટાપુઓ છે પરંતુ કેટલાક તરતા ટાપુઓ પણ છે જે ખરેખર એક આશ્ચર્ય છે!!! નળ સરોવરમાં બોટીંગ કરવું એ એક અત્યંત આનંદદાયક પણ ક્રિયા છ...

સ્કુબા ડાયવિંગ

  સ્કૂબા ડાયવીંગનો મારો દિલધડક અનુભવ તારીખ 29 જાન્યુઆરી 2022 ના રોજ હું બેટ દ્વારકા ખાતે ટ્રેકિંગ માં ગયો હતો.દરમિયાન મેં શિવરાજપુરમા સ્કુબા ડાઈવિંગનો લાભ લીધો હતો. જેના વિશે આજ સુધીમાં ઘણું સાંભળ્યું હતું એટલે એનો અનુભવ કરવાની તીવ્ર ઈચ્છા હતી.આ વખતે લાવો ઝડપી જ લીધો. સ્કુબા ડાઈવિંગ માટે એ લોકો આપણને દરિયામાં હોડીમાં બેસાડીને એક કિલોમીટર અંદર લઇ જાય છે.ત્યાં પણ લગભગ 15 કિલો વજનના જુદા જુદા સાધનો પહેરાવે છે.જેમાં ઓકસીજન ના બાટલા સામેલ હોય છે.સ્કુબા ડાઈવિંગ પૂર્વે એ લોકો આપણને એક નાનકડી ટ્રેનિંગ આપે છે.જેમાં આપણે મોઢામાં ચોકઠા જેવું સાધન રાખવાનું હોય છે જેનાથી આપણે શ્વાસ લેવાનો હોય છે અને સમગ્ર ક્રિયા દરમિયાન મોઢાથી શ્વાસ લેવાનું છે એટલું જ યાદ રાખવાનું છે.બાકી ડરવાની કોઇ પ્રકારની જરૂર હોતી નથી છતાં પણ અનુભવ ન હોવાને લીધે પાણીની અંદર ઊંડાણમાં જવાથી ખૂબ જ ડર લાગે છે.વળી આપણી સાથે એક ટ્રેનર હોય છે જે આપણને પાણીની નીચેની દુનિયા બતાવે છે જેમાં વિવિધ રંગની માછલીઓ સામેલ હોય છે જોકે સાથે ભરપૂર ડર પણ સામેલ હોય છે. પાણીની નીચે જવા માટે નો "મેકઅપ" કરીને આપણને હોડીની ધાર પર બેસાડી દે છ...

બાળકોનું ભોજન એક સમસ્યા

 જેમનાં નાનાં બાળકો છે એવા બધા જ વાલીઓ કે  આજકાલ એક વિશેષ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.સમસ્યા એ જ તેમના બાળકોના ખાતી વખતે ખૂબ જ નખરાં કરે છે.આ નખરાને લીધે વાલીઓ અને સંતાનો વચ્ચે નાના ઝગડા પણ થાય છે અને કેટલાક વાલીઓ કાઉન્સેલરની સલાહ લેતા પણ થયા છે.આ બાબતે હકીકતમાં બાળકના જન્મ વખતથી વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ.@કર્દમ મોદી. કેટલીક મમ્મીઓ આજકાલ બાળકને ખવડાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને મોબાઈલ જોતા જોતા બાળક ખાય છે અથવા માતા તેને ચમચીએ ચમચીએ ખવડાવે છે.સ્વાભાવિક છે કે મોબાઈલમાં ગેમ રમતા રમતા બાળક જ્યારે ખાય ત્યારે એનું ધ્યાન ખાવામાં ન હોય.આવી રીતે લીધેલો ખોરાક સારી રીતે પચતો પણ નથી.જેનાથી પાચન તંત્ર નબળું પડે એ સ્વાભાવિક છે.આ વિશે આપણે અત્યંત ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે.@કર્દમ મોદી. દિલ્હીમાં મેડિકલ વર્લ્ડ ફોર યુ માં પ્રેક્ટિસ કરતા ડો. તોમર કહે છે કે વાલીઓ જો બાળકોને બાળપણથી જ હેલ્ધી ફૂડ અંગે કેળવે તો તે મોટા થઈને જ્યારે ઘરની બહાર અભ્યાસ કે નોકરી માટે નીકળશે ત્યારે તે સ્વસ્થ ખાણીપીણી જ અપનાવશે.તેઓ તેમને આજીવન સ્વસ્થ રાખે છે. ડીજીટલાઇઝેશનના આજના યુગમાં ફિઝિકલ ઍ...

અંધા યુગ

  સાહિત્ય પ્રેમીઓમાં ભાગ્યે જ કોઈ ધર્મવીર ભારતી ના નામથી અજાણ હશે.ધર્મવીર ભારતી હિન્દીના ઉચ્ચકોટિના સાહિત્યકાર છે.જે તેમની ગુનાહોંકા દેવતા તેમજ સુરજકા સાતવા ઘોડા નવલકથાથી સુવિખ્યાત છે.પરંતુ તેમણે એક માત્ર નાટક લખ્યું છે અંધાયુગ.@કર્દમ મોદી અંધાયુગ નાટક વિષે ઘણા વખતથી સાંભળ્યું હતું પરંતુ માહિતી નહોતી.હમણાં યૂટ્યુબમાં ખાંખાંખોળા કરીને એના વિશેની સમરી સાંભળી અને ત્યારબાદ યુ ટ્યુબમાંથી નાટક જોયું.જેની લિંક આ સાથે નીચે મુકેલ છે.જે મિત્રોને આ નાટક જોવાની ઈચ્છા હોય એ આ લીન્કને ( https://www.youtube.com / ) કોપી કરીને જોઈ શકે છે.@કર્દમ મોદી આ નાટક મહાભારતનો અંતિમ ભાગ છે.મહા ભારતના યુદ્ધના અઢારમા દિવસથી નાટકની શરૂઆત થાય છે.મહાભારતનું એક મુખ્ય પાત્ર ધૃતરાષ્ટ્ર છે.આ નાટક એટલે યુદ્ધ અંગેનું ધૃતરાષ્ટ્રની મનોમંથન અને તેનો વલોપાત.પુત્રમોહમાં અંધ બનીને યુદ્ધ કરતા તો કરાવી દીધું.પરંતુ જેના માટે યુદ્ધ કરાવ્યું એ દુર્યોધન જ એમાં નાશ પામશે એ ધૃતરાષ્ટ્ર માટે કલ્પનાતિત હતું.કૌરવોનું પણ નિકંદન નીકળી ગયું.સમગ્ર બીના જાણ્યા પછી ધૃતરાષ્ટ્ર મનમાં શુ અનુભવે છે એ વિષય પર મહાભારત આધારિત નાટક ખરેખર જોવાલાયક...

એ મોત

 ઐ મોત તુ જલ્દી ન કર ઇતના ભી મેરે કુછ નગમે રાહમેં બીખર ગયે હૈ દુશ્મનોંકો તો મૈ પલમેં મના લુંગા બાત હૈ કુછ દોસ્ત મુકર ગયે હૈ રાસ્તા તય નહી હો રહા હૈ ઠીકસે કેહનેકો તો કઈ લોગ ગુજર ગયે હૈ  કિતને પલ ઓર કરું મૈ ઇન્તજાર તેરા જિંદગીકે કઈ સાલ યું હી સવર ગયે હૈ તુમ તો હો અપનેમેં મશગુલ એ દોસ્ત એક અર્સેસે  હમ તેરી ફિકર કીયે હૈ કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi

તલાક

 મેરી ભી ઇક દુનિયા થી કહાનીઓ કી દુનિયા હાલાકી મૈં ચાલીસ કા આદમી હું ફીર ભી મેરી કહાનિયોકી દુનિયા થી મેરી દુનિયામેં પરિયા થી મેરી દુનિયામેં ગુડિયાં થી મેરી દુનિયામેં ચીડિયાં થી મેરી દુનિયામેં જંગલ થા શેર ઔર ચુહે થે ઉસમેં કૌએ લોમડી થી જીસમેં હંસ ઔર બગુલે થે કિતને ગધે ઓર ઊંટ થે જીતને મગર આજ મેરી દુનિયા  કહાનિયોકી દુનિયા સમાપ્ત હો ગઈ હૈ ક્યુકી મેં તો મેરે બચ્ચેકો યે સબ કહાનિયા કહકે ઉસકો ખુશ કરતા થા એક દુનિયા ખડી કરતા થા મગર આજ યે દુનિયા નષ્ટ હો ગઈ હૈ  નીડ નષ્ટ હો ગયા હૈ પરી, ગુડિયાં, કસ્તી, જંગલ જમીન ઓર આસમાં તક સબ કુછ ઉજડ ગયા હૈ આજ મેરી ન પત્ની હૈ ન પુત્ર ન કહાની હૈ, ન દીવાની હૈ અબ સિર્ફ મૈં હું મેરી જિંદગી કો પ્યારસે સહલાતા હુઆ હમારા તલાક હો ગયા હૈ કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi

રાત કી બારીશ

  રાત કી બારીસસે લથબથ ભીગી હુઈ સુબહકી ધરતી જિંદા રેહનેકે લિયે પલ પલ કરકે મરતી આંસુઓંસે ભિગોકર બદન સારા સાગરકો કયું શર્મિંદા કરતી આંસુઓકે મોતિયોંસે ખાલી મનકો ક્યું સજતી એસે વ્યર્થ આંસુઓસે હોનેવાલા કુછભી નહિ હૈ આંસુકી બોછારોંકી ગીનતી બારીશોંમેં ના હોતી હૈ બારીશ તો ઇક પલ આકર ધરતીકો હરિયાલી કર જાતી હૈ કોન પૂછતા હૈ બાદલકો કિતની આંસુઓમેં બિતાઈ હૈ આંસુઓકે આસપાસ તો દુનિયા ગમગીન લગતી હૈ મગર મુસ્કુરાકે દેખો ફિર તો જિંદગી રંગીન લગતી હૈ કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ. 82380 58094 U Tube: kardam modi

મુજે જાના હૈ

  મુજે જાના હૈ પૂર્વમેં પ્રગતિકે માર્ગ પર ઉન્નતી કે પથ પર મુજે જાના હૈ કાંટો સે ભરે વિશાલ કોઈ ઉદ્યાનમેં જહાં સે લાને હૈ ગતિશીલ ભ્રમર કુછ મુજે જાના હૈ ખારે સમંદર મે વિશાલ મહાસાગરોંમેં મુજે મછલીયોંસે દોસ્તી કરની હૈ મુજે જાના હૈ ઊંચે આસમાનમેં સુરજ ભી જહાં ન પહોંચે ઉસ અંધકારનો પ્રકાશિત કરનેકે લિયે મુજે જાના હૈ ઔર અકેલે હી જાના હૈ મેરે વિચારો કે સાથ શાયદ કિસીકા તાલમેલ નહી હોગા બહેતર હૈ મેં અકેલા હી જાઉં મેરા રાસ્તા કઠિન હૈ મુજે બાગમેં ગુલાબ નહી ચુનને મુજે સાગરમેં મોતી નહીં ઢૂંઢને મુજે આસમાનકે તારે નહીં લાને મુજે જાના હૈ વહાં સ્વયમકો શાતા દેનેકે લિયે સ્વયમ કો સન્માન દેનેકે લિયે સ્વયમ કો પહચાનનેકે લિયે મુજે આનેમેં જરૂર  વિલંબ હોગા કેવળ ક્ષણોકી નહીં પરંતુ યુગોં કી ગતિ હૈ કિન્તુ મેરા વિશ્વાસ અવિરત હૈ મૈ મનોવાંછનાકો સમાપ્ત કરુંગા હી મેં આઉંગા જરૂર આઊંગા મેરી પ્રતીક્ષા કરના મુજમે શ્રદ્ધા રખના કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ 82380 58094 U Tube: kardam modi               ...