ગીતા ગોપીનાથ
હમણાં છાપામાં એક સમાચાર આવ્યા.ભારતીય મૂળના એવા ગીતા ગોપીનાથ આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.જે આપણા માટે ગૌરવની વાત ગણી શકાય. એમના વિષે છાપામાં વિગતવાર વાંચતા એક મહત્વની બાબત જાણવા મળી કે ગીતા ગોપી નાથ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ધોરણ સાત સુધી તેઓ માત્ર ૪૫ ટકા મેળવતા હતા.આપણી દૃષ્ટિએ ઠોઠ નિશાળિયામાં ગણાય. હવે જોવાની વાત એ છે કે જે વ્યક્તિ પ્રાથમિક શાળામાં ભણવામાં અત્યંત નબળી છે તે આગળ જતા આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બને છે.આ વાતનો સારાંશ એ છે કે આજે આપણે ત્યાં ધોરણ-૧થી જ 95 ટકાથી વધારે લાવવાની હોડ જામી છે અને પછી બાળકને દરેક ધોરણમાં 95 ટકાથી વધારે આવે એ માટે દબાણ કરવામાં આવે છે બાળક વધારે ટકા લાવે એ માટે મહેનત કરીએ એમાં કશું ખોટું પણ નથી.પરંતુ આ બધી ક્રિયાઓ સમજણપૂર્વક થવી જોઈએ અને બાળકને એમાં મજા આવવી જોઈએ. કારણ કે આખરે આ બધી બાબતો એ બાળકના મગજ સાથે " છેડછાડ " છે. બાળકને નાનપણથી વધારે પડતું દબાણ આપી દેવાથી( નાનપણમાં બાળકની યાદશક્તિ તેજ હોય છે માટે ) નાનપણમાં ટકાવારી આવી જાય છે.વળી તેની ટકાવારી માટે જુઠ્ઠી પરીક્ષા પદ્ધતિ પણ જવાબદાર છે.શરૂઆતના ધોર...